AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશના સૌથી મોટા કારોબારી અને સૌથી મોટા રોકાણકાર બનશે પડોશી, જાણો બિગબુલના આલીશાન બંગલા વિશે

રાકેશ ઝુનઝુનવાલાના આ નવું ઘર મલબાર હિલના BG ખેર માર્ગ પર છે. સામાન્ય રીતે તે રિજ રોડ તરીકે પણ ઓળખાય છે. ઝુનઝુનવાલાના આ નવા ઘરમાં 14 માળનું છે.

દેશના સૌથી મોટા કારોબારી અને સૌથી મોટા રોકાણકાર બનશે પડોશી, જાણો બિગબુલના આલીશાન બંગલા વિશે
રાકેશ ઝુનઝુનવાલાએ આલીશાન બંગલાનું નિર્માણ કર્યું છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 8:28 AM
Share

ભારતીય શેરબજાર(Stock Market of India)ના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલા(big bull rakesh jhunjhunwala) દક્ષિણ મુંબઈમાં તેમના નવા ઘરમાં શિફ્ટ થવાના છે. તેનું ઘર મુંબઈના સૌથી પોશ વિસ્તાર ગણાતા મલબાર હિલમાં હશે. મલબાર હિલ એ જ વિસ્તાર છે જ્યાં દેશના અન્ય મોટા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી(Mukesh Ambani), બિરલા, પીરામલ અને જિંદાલ રહે છે.

rakesh house

બંગલાના 14 માં માળે સ્વિમિંગપૂલ સહીત સુવિધાઓ ઉપલબ્ધ છે.

રાકેશ ઝુનઝુનવાલાનું નવું ઘર 14 માળનું છે

રાકેશ ઝુનઝુનવાલાના આ નવું ઘર મલબાર હિલના BG ખેર માર્ગ પર છે. સામાન્ય રીતે તે રિજ રોડ તરીકે પણ ઓળખાય છે. ઝુનઝુનવાલાના આ નવા ઘરમાં 14 માળનું છે. તેઓ આ ઘર 2017 થી બનાવી રહ્યા છે. તેમના નવા ઘરની અંદાજિત કિંમત 300 કરોડથી વધુ છે.

GQ ઈન્ડિયાના અહેવાલ મુજબ 14 માળની ઈમારત રાકેશ ઝુનઝુનવાલા અને તેની પત્ની રેખા ઝુનઝુનવાલાએ સંયુક્ત રીતે ખરીદી હતી. 2013માં પહેલીવાર તેણે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાંથી 176 કરોડ રૂપિયામાં 7 ફ્લેટ ખરીદ્યા હતા. જે બાદ બાકીના 7 ફ્લેટ 2017માં HSBC બેંક પાસેથી 195 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા.

રાકેશ ઝુનઝુનવાલા અને તેમનું પરિવાર

સ્વિમિંગ પૂલથી લઈને મસાજની વ્યવસ્થાથી સજ્જ

રાકેશ ઝુનઝુનવાલાના નવા ઘરમાં તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઘરમાં બેન્ક્વેટ હોલ, સ્વિમિંગ પૂલ, જિમ, મૂવી જોવા માટે થિયેટર હોલ, વેજીટેબલ ગાર્ડન અને વિશાળ ટેરેસ હશે. આ ઘરમાં 7 કાર માટે પાર્કિંગ હશે.

ટોપ ફ્લોર સૌથી વધુ આકર્ષક

નવા ઘરનો 12મો માળ રાકેશ ઝુનઝુનવાલા અને તેની પત્ની રેખા ઝુનઝુનવાલા માટે બનાવવામાં આવી રહ્યો છે. આ ફ્લોરમાં અલગ ડ્રેસિંગ રૂમ, એલ આકારનો લિવિંગ રૂમ, અલગ બાલ્કની અને અલગ નોકરોનો રૂમ સાથેનો મોટો બેડરૂમ હશે.

rakesh with daughter

રાકેશ અને તેમની પુત્રી નિષ્ઠા

સંતાનોની ઈચ્છા મુજબ તેમના રૂમ બનાવાયા

ઝુનઝુનવાલાના સંતાનોના કહેવા પ્રમાણે 11મા માળે બનાવવામાં આવી રહ્યું છે. આ ફ્લોર પર તેમના પુત્ર માટે બે રૂમ અને પુત્રી માટે એક રૂમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. વાંચન માટે અલગ સ્ટડી રૂમ વગેરે હશે. જ્યારે રસોડું 11મા માળે હશે. જ્યાં નોકરો માટે અલગ રૂમ પણ બનાવવામાં આવી રહ્યા છે.

8મા માળે આવેલા ઘરમાં જિમ, સ્વિમિંગ પૂલ, મસાજ રૂમ, સ્પા તેમજ તે જ ફ્લોર પર મૂવી થિયેટર જેવી સુવિધાઓ હશે. આ સિવાય 4ઠ્ઠો, 5મો, 6ઠ્ઠો માળ પાર્ટી હોલ અને ગેસ્ટ રૂમ પણ હોઈ શકે છે. ફોર્બ્સ અનુસાર રાકેશ ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ 5.5 અબજ છે.

આ પણ વાંચો : Share Market : હવે એકજ દિવસમાં શેરના લેવડ – દેવડની કામગીરી પૂર્ણ થશે, શેર વેચવાના બીજા દિવસે ખાતામાં આવશેપૈસા

આ પણ વાંચો : એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન FDI ઇક્વિટી 16 ટકા ઘટીને 43.17 અબજ ડોલર સુધી ગગડી : DPIIT

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">