સોનાનાં ભાવમાં ઉછાળાથી આ કંપનીને થયો લાભ, શેરે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો(Rakesh Jhunjhunwala Portfolio)માં ટાઇટનના શેર પણ સામેલ છે. અગાઉ ટાઇટનનો શેર રૂ. 2,687.3ની ઉપલી સપાટીએ હતો.

સોનાનાં ભાવમાં ઉછાળાથી આ કંપનીને થયો લાભ, શેરે નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી
સોનાની કિંમતમાં ઉછાળાથી આ કંપનીને ઘણો લાભ થયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 10:13 AM

ટાટા ગ્રૂપ (Tata Group) ની કંપની ટાઇટન(Titan)ના શેર્સ ગુરુવાર માર્ચ 17ના રોજ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. ટાઇટનના શેરની કિંમત ઇન્ટ્રાડે રૂ. 2,721.65 પર પહોંચી હતી. શેરબજારના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં થયેલા વધારાથી ટાઇટનને ફાયદો થયો છે. જોકે બજાર વિશ્લેષકો કહે છે કે શેર રૂ. 2,900 સુધી ઉપર જઈ શકે છે. રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયો(Rakesh Jhunjhunwala Portfolio)માં ટાઇટનના શેર પણ સામેલ છે. અગાઉ ટાઇટનનો શેર રૂ. 2,687.3ની ઉપલી સપાટીએ હતો. 7 જાન્યુઆરી, 2022ના રોજ સ્ટોક આ સ્તરે પહોંચ્યો હતો. બજારના આંતરિક સૂત્રોનું માનવું છે કે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં થયેલા વધારાથી કંપનીને ફાયદો થયો છે.

શેર રૂપિયા 2,900 સુધી જઈ શકે છે

ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમિત બગડિયાએ જણાવ્યું હતું કે ટાઈટનના શેરે રૂ. 2,680 થી રૂ. 2,700ના સ્તરને તોડી નાખ્યું છે. આ સ્ટોક હવે નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. તેથી તેમાં થોડી નફાવસૂલી થઇ શકે છે. તમારે થોડી રાહ જોવી પડશે. આ સ્ટોક ખરીદવા થોડા ઘટાડાનો ઇંતેજાર કરો.તે ટૂંકા ગાળામાં રૂ. 2,850 થી રૂ. 2,900 ની લક્ષ્ય કિંમતે 2550 નો સ્ટોપલોસ રાખી ખરીદી શકાય છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

સોનાના ભાવ વધવાથી ફાયદો

એસએમસી ગ્લોબલ સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (સંશોધન) સૌરભ જૈન કહે છે કે ટાઇટન જ્વેલરી, ઘડિયાળ અને આઇ વેરના ક્ષેત્રમાં મોટું નામ છે. તેના જ્વેલરી સેગમેન્ટને રશિયા-યુક્રેનને કારણે સોનાના ભાવમાં વધારો થવાથી ફાયદો થશે. આ સિવાય ભારતમાં તહેવારોની સિઝન હમણાં જ શરૂ થઈ છે. તેનાથી ટાઇટનનો માર્કેટ શેર વધશે. જૈન કહે છે કે રોકાણકારોએ તેને લાંબા ગાળા માટે તેમના પોર્ટફોલિયોમાં રાખવો જોઈએ.

IIFL સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તા કહે છે કે સોનાના ભાવમાં તીવ્ર ઉછાળા પછી અમે ટાઈટનના શેરમાં વધારો જોઈ રહ્યા છીએ. ટેકનિકલી, ટાઇટનના શેરનો ભાવ પોઝિટિવ છે. તેમણે કહ્યું કે શેર રૂ. 2,800 સુધી ટૂંકા ગાળામાં જઈ શકે છે.

રાકેશ ઝુનઝુનવાલાની હિસ્સેદારો

ડિસેમ્બર 2021 સુધીમાં રાકેશ ઝુનઝુનવાલા ટાઇટન કંપનીના 3,57,10,395 શેર ધરાવે છે જે કંપનીની કુલ ચૂકવેલ મૂડીના 4.02 ટકા છે. એ જ રીતે રેખા ઝુનઝુનવાલા ટાઇટન કંપનીના 95,40,575 શેર અથવા કંપનીમાં 1.07 ટકા હિસ્સો ધરાવે છે.

આ પણ વાંચો : તમારી આ ભૂલોના કારણે તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઇ શકે છે, જાણો વિગતવાર

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ફરી ક્રૂડ 100 ડોલરને પાર પહોંચ્યું, જાણો તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલની કિંમતમાં શું થયો ફેરફાર

g clip-path="url(#clip0_868_265)">