14 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતીય શેરબજાર(Share Market)ના મુખ્ય સૂચકાંકમાં અડધા ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ સપ્તાહે બજારમાં રોકાણકારોને રૂપિયા 5 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. સારા પરિણામોને કારણે આઈટી સેક્ટરના મોટા શેરોમાં રોકાણકારોએ કમાણી કરી હતી. બીજી તરફ રિયલ્ટી ઇન્ડેક્સ સૌથી વધુ ઘટ્યો હતો. સપ્તાહ દરમિયાન નાના શેરોની ખોટ મોટા શેરોની સરખામણીએ ઘણી વધારે રહી છે.આ સપ્તાહે સેન્સેક્સ 0.46 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. બીજી તરફ નિફ્ટી 0.74 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. સેન્સેક્સ હાલમાં 58 હજારના સ્તરની નીચે છે. બીજી તરફ નિફ્ટી 17200ના સ્તરની નીચે છે.
સેક્ટરમાં રિયલ્ટી સેક્ટરને સૌથી વધુ નુકસાન થયું છે. સપ્તાહ દરમિયાન ઈન્ડેક્સ 4.2 ટકા ઘટ્યો છે. મીડિયા ઈન્ડેક્સમાં 3.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સપ્તાહ દરમિયાન ઊર્જા ક્ષેત્ર 3% નીચે છે. બીજી તરફ નિફ્ટી આઈટી સેક્ટરમાં લગભગ એક ટકાનો વધારો થયો છે. સપ્તાહ દરમિયાન સ્મોલકેપ અને મિડકેપ સૂચકાંકો 2 ટકાથી વધુ ઘટીને બંધ થયા છે. લાર્જ કેપ્સમાં ઘટાડો 1 ટકાની નજીક રહ્યો છે.
સપ્તાહ દરમિયાન રોકાણકારોના માર્કેટમાં કુલ સંપત્તિના મૂલ્યમાં રૂ. 5 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. સપ્તાહના અંત સુધીમાં, BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ બજાર મૂલ્ય ઘટીને રૂ. 270.28 લાખ કરોડ થયું હતું. એક સપ્તાહ પહેલા આ આંકડો રૂ. 275.61 લાખ કરોડના સ્તરે હતો. આ સમયગાળા દરમિયાન, FII એ લગભગ રૂ. 10,000 કરોડની ઇક્વિટી વેચી છે. જ્યારે સ્થાનિક રોકાણકારોએ રૂ.7 હજાર કરોડથી વધુના શેર ખરીદ્યા હતા.
સેન્સેક્સ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. તે પછી વિપ્રો, ભારતી એરટેલ અને એશિયન પેઇન્ટ્સનો નંબર આવે છે. બીજી તરફ, એક્સિસ બેંક, એચસીએલ ટેક અને ટીસીએસના માર્કેટ કેપમાં સૌથી વધુ ઘટાડો થયો છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ગયા સપ્તાહે 9,941 કરોડ પાછા ખેંચ્યા હતા. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ આ સમયગાળા દરમિયાન રૂ. 7030 કરોડનું રોકાણ કર્યું હતું. ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં FII એ ભારતીય બજારમાંથી રૂ. 9978 કરોડ પાછા ખેંચ્યા છે જ્યારે DII એ રૂ. 8055 કરોડનું રોકાણ કર્યું છે.