કરોડોની સંપત્તિના માલિક હતા Rakesh Jhunjhunwala, જાણો શેરમાર્કટના કિંગની નેટ વર્થ વિશે

રાકેશ ઝુનઝુનવાલાને એ કોલેજના અભ્યાસ સમયે 1985માં શેરબજારમાં (Share market)  ટ્રેડિંગ શરૂ કર્યું હતું. તે સમયે BSE સેન્સેક્સ 150 પોઈન્ટની આસપાસ હતો અને તેણે 5,000 રૂપિયાથી રોકાણ કરવાનું શરૂ કર્યું.

કરોડોની સંપત્તિના માલિક હતા  Rakesh Jhunjhunwala, જાણો શેરમાર્કટના કિંગની નેટ વર્થ વિશે
Rakesh Jhunjhunwala (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 10:08 AM

Mumbai : બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું (Rakesh Jhunjhunwala Passes away)62 વર્ષ નિધન થયુ છે, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.રાકેશ ઝુનઝુનવાલાને (Rakesh Jhunjhunwala)ભારતના વોરેન બફેટ કહેવામાં આવે છે, તેમનો જન્મ એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેના પિતા ટેક્સ ઓફિસર (tax officer) હતા. તેમણે કોલેજના અભ્યાસ સમયે 1985માં શેરબજારમાં (Share market)  ટ્રેડિંગ શરૂ કર્યું હતું. તે સમયે BSE સેન્સેક્સ 150 પોઈન્ટની આસપાસ હતો અને તેણે 5,000 રૂપિયાથી રોકાણ કરવાનું શરૂ કર્યું.

શેરમાર્કટના કિંગે અનંતની વાટ પકડી

ફોર્બ્સ અનુસાર, રાકેશ ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ વધીને 5 બિલિયન ડોલર ( 39,527 કરોડ) થઈ ગઈ છે. એક વર્ષ પહેલા તેમની સંપત્તિ 4.6 બિલિયન ડોલર હતી, એટલે કે તેમાં 15 ટકાનો વધારો થયો છે. રાકેશ ઝુનઝુનવાલાની પહેલી મોટી જીત ટાટા ટી (TATA Tea) હતી, જેમાં તેમણે 1986માં 5 લાખ રૂપિયાનો નફો કર્યો હતો. તેમજ 43 રૂપિયાના ભાવે ટાટા ટીના 5,000 શેર ખરીદ્યા હતા, જે માત્ર ત્રણ મહિનામાં જ વધીને 143 રૂપિયા થઈ ગયા હતા.

રાકેશ ઝુનઝુનવાલાની બિગ બુલ સુધીની સફર

હર્ષદ મહેતાના જમાનામાં રાકેશ ઝુનઝુનવાલાને Bear કહેવામાં આવતા હતા. એક ઈન્ટરવ્યુમાં, બિગ બુલે (Big Bull) સ્વીકાર્યું કે તે હર્ષદ મહેતા કૌભાંડ 1992 દરમિયાન બેર કાર્ટેલનો ભાગ હતો. તેણે કહ્યું કે તે સમયે તે ઘણું શોર્ટ સેલિંગ કરતો હતો અને નફો કમાતો હતો. 1990ના દાયકામાં ભારતીય શેરબજારમાં સ્થાપિત કાર્ટેલોનું વર્ચસ્વ હતું. આવી જ એક Bear કાર્ટેલનું નેતૃત્વ મનુ માણેક કરતો હતો, જે બ્લેક કોબ્રા તરીકે ઓળખાય છે. પત્રકાર સુચેતા દલાલે 1992ના હર્ષદ મહેતા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જે બાદ શેરબજારમાં કડાકો બોલી ગયો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તમને જણાવી દઈએ કે,1987માં રાકેશ રાકેશ ઝુનઝુનવાલાએ રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala)  સાથે લગ્ન કર્યા, જેઓ શેરબજારમાં રોકાણકાર પણ છે. 2003 માં રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની સ્ટોક ટ્રેડિંગ ફર્મ રેર એન્ટરપ્રાઈઝ શરૂ કરી, જેનું નામ તેમણે પોતાના અને તેમની પત્નીના નામ પર રાખ્યું.

g clip-path="url(#clip0_868_265)">