LIC IPO : જાન્યુઆરીમાં જીવન વીમા કંપનીઓની નવી પ્રીમિયમ આવકમાં વધારો પરંતુ LICની આવકમાં ઘટાડો
દેશની સૌથી મોટી વીમા કંપની LIC (Life Insurance Corporation) ની નવી પ્રીમિયમ આવક જાન્યુઆરીમાં 1.58 ટકા ઘટીને રૂ. 12,936.28 કરોડ થઈ છે.
LIC IPO :જીવન વીમા ક્ષેત્ર(Life insurance) ની તમામ કંપનીઓની નવી પ્રીમિયમ આવક જાન્યુઆરી 2022માં 2.65 ટકા વધીને રૂ. 21,957 કરોડ થઈ છે. વીમા નિયમનકાર IRDAIએ મંગળવારે આંકડા જાહેર કર્યા છે જે દર્શાવે છે કે જાન્યુઆરી 2021માં 24 જીવન વીમા કંપનીઓએ નવા પ્રીમિયમથી રૂ. 21,389.70 કરોડની કમાણી કરી હતી.
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)ને દેશની સૌથી મોટી વીમા કંપની LIC (Life Insurance Corporation) ની નવી પ્રીમિયમ આવક જાન્યુઆરીમાં 1.58 ટકા ઘટીને રૂ. 12,936.28 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન મહિનામાં તે રૂ. 13,143.64 કરોડ હતો. તે જ દેશમાં કાર્યરત બાકીની 23 જીવન વીમા કંપનીઓની નવી પ્રીમિયમ આવક જાન્યુઆરી 2022માં 9.39 ટકા વધીને રૂ. 9,020.75 કરોડ થઈ હતી. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આવક રૂ. 8,246.06 કરોડ હતી.
તમામ જીવન વીમા કંપનીઓની નવી પ્રીમિયમ આવક એપ્રિલ-જાન્યુઆરી 2021-22માં 6.94 ટકા વધીને રૂ. 2,27,188.89 કરોડ થઈ છે. દરમિયાન LICની નવી પ્રીમિયમ આવક 2.93 ટકા ઘટીને રૂ. 1,38,951.30 કરોડ થઈ હતી જ્યારે 23 અન્ય ખાનગી કંપનીઓની પ્રીમિયમ આવકમાં 27.35 ટકાનો વધારો થયો છે. એપ્રિલ-જાન્યુઆરી વચ્ચે તેમનું કુલ પ્રીમિયમ કલેક્શન રૂ. 88,237 કરોડ હતું. બજાર હિસ્સાની દ્રષ્ટિએ તે 61.16 ટકા હતો.
ડિસેમ્બરમાં પ્રીમિયમની આવક 4.2 ટકા વધી હતી
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDA) અનુસાર, ડિસેમ્બર 2021માં દેશમાં કાર્યરત 24 સામાન્ય વીમા કંપનીઓનું ગ્રોસ પ્રીમિયમ રૂ. 16,109.62 કરોડ હતું, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 15,463.51 કરોડથી 4.2 ટકા વધુ હતું. રિપોર્ટ અનુસાર પાંચ સ્ટેન્ડઅલોન હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ(Standalone health insurance companies)નું ગ્રોસ પ્રીમિયમ ડિસેમ્બર 2021માં રૂ. 1,740.15 કરોડ હતું, જે ડિસેમ્બર 2020માં રૂ. 1,325.03 કરોડ કરતાં 31.3 ટકા વધુ છે.
પ્રીમિયમ 40 ટકા સુધી મોંઘું
કોરોના મહામારીને કારણે ક્લેમ રેશિયોમાં નોંધપાત્ર વધારો થયો છે. તેથી જ વીમા કંપનીઓએ પ્રીમિયમમાં ધરખમ વધારો કર્યો છે. વીમા કંપનીઓએ પ્રિમિયમમાં 40 ટકા સુધીનો વધારો કર્યો છે. ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસીને સૌથી વધુ અસર થઈ છે. આ પોલિસીમાં કંપનીઓએ મોટી રકમ ચૂકવવી પડે છે તેથી પ્રીમિયમના દરમાં તે મુજબ વધારો કરવામાં આવ્યો છે. જીવન વીમા ક્ષેત્રની લગભગ દરેક કંપનીએ કોરોના સમયગાળા દરમિયાન કોઈને ઓછું તો કોઈને વધારે પ્રીમિયમ વધાર્યું છે. LIC એકમાત્ર એવી કંપની છે જેણે તેના ટર્મ પ્લાનમાં કોઈ વધારો કર્યો નથી.
આ પણ વાંચો : ADANI WILMAR LISTING : ઈશ્યુ પ્રાઇસ કરતાં 12 રૂપિયા ઉપર લિસ્ટેડ થયો શેર, રોકાણથી તમને કેટલો થયો લાભ?
આ પણ વાંચો : હીરાની ચમકથી લઈ સામ્રાજ્યનાં ઉદય સુધી Gautam Adani એ પાછુ વળીને જોયુ નથી, વાંચો સફળથી લઈ સફળતાની શું રહી ચાવી