Vedanta એ નફા પર 30 ટકા ડિવિડન્ડની જાહેરાત કરી, કંપની કોર્પોરેટ માળખામાં ફેરફાર નહીં કરે

વેદાંતા(Vedanta Ltd) એ રેગ્યુલેટરને જાણ કરી છે કે કંપની તેના કર પછીના નફાના 30% (HZLના નફાને બાદ કરતાં) ડિવિડન્ડ (vedanta dividend)તરીકે વહેંચશે.

Vedanta એ નફા પર 30 ટકા ડિવિડન્ડની જાહેરાત કરી, કંપની કોર્પોરેટ માળખામાં ફેરફાર નહીં કરે
vedanta announced announces 30 percent of PAT as dividend
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 9:55 AM

માઇનિંગ જાયન્ટ વેદાંતા લિમિટેડે(Vedanta Ltd) 8 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે કંપનીએ તેની કોર્પોરેટ માળખું બદલવાની યોજનાને રદ કરી છે. કંપનીએ કોર્પોરેટ માળખામાં ફેરફાર કરવાની યોજનાની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. વેદાંતે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે “સમીક્ષા પછી અમે નિષ્કર્ષ પર આવ્યા છીએ કે હાલનું માળખું શ્રેષ્ઠ છે.”

વેદાંતા(Vedanta Ltd) એ રેગ્યુલેટરને જાણ કરી છે કે કંપની તેના કર પછીના નફાના 30% (HZLના નફાને બાદ કરતાં) ડિવિડન્ડ (vedanta dividend)તરીકે વહેંચશે. વેદાંતાએ ગયા વર્ષે નવેમ્બરમાં કંપનીના કોર્પોરેટ માળખામાં ફેરફારની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો હતો અને હાલના બિઝનેસનું ડિમર્જર અથવા અલગ યુનિટ બનાવવાની યોજના બનાવી હતી. આ કિસ્સામાં નિષ્ણાતો અને સલાહકારોના ઇનપુટ અનુસાર કંપનીએ નિર્ણય લીધો છે કે તે કોર્પોરેટ ફેરફારો કરશે નહીં.

કંપનીએ ઉમેર્યું હતું કે “નિર્દેશક મંડળે હાલના માળખામાં સુધારો કર્યો છે. તેથી અમે વ્યવસાયને હાલની રીતે ચલાવીશું. ઉપરાંત કંપની ડિમર્જર અથવા કોર્પોરેટ માળખામાં ફેરફાર કરશે નહીં.” વેદાંતે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે તેની મૂડી ફાળવણી પોલિસી “શિસ્તબદ્ધ અને સંતુલિત” રહેશે. લાંબા ગાળાની બેલેન્સ શીટ મેનેજમેન્ટ અનુસાર ભંડોળની ફાળવણી કરવામાં આવશે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

કંપની કોન્સોલિડેટેડ સ્તરે શ્રેષ્ઠ લીવરેજ રેશિયો leverage ratio (Net Debt/EBITDA) જાળવી રાખશે. “વેદાંત લિમિટેડનો Dec’21 કોન્સોલિડેટેડ લીવરેજ રેશિયો 0.7x છે જે પીઅર ગ્રૂપ(peer group)ની સરખામણીમાં શ્રેષ્ઠ પૈકીનો છે. સામાન્ય બિઝનેસ સાયકલ દરમિયાન કંપની આ રેશિયોને કોન્સોલિડેટેડ સ્તરે 1.5x ની નીચે જાળવી રાખશે” કંપનીએ નોંધ્યું હતું.

એકંદરે મૂડીની ફાળવણી કુલ શેરધારકોના વળતર (TSR)ને મહત્તમ કરશે તેમ કંપનીએ વધુમાં જણાવ્યું હતું. વેદાંતાએ એ પણ નોંધ્યું હતું કે તેના મૂડી ખર્ચમાં વૃદ્ધિ અને ટકાઉ મૂડીખર્ચ બંનેનો સમાવેશ થશે. આ ખર્ચની નોંધપાત્ર રકમ વોલ્યુમ વૃદ્ધિ, ખર્ચમાં ઘટાડો, ESG અને મૂલ્ય વર્ધિત ઉત્પાદનો તરફ આગળ વધી રહ્યા છે જે ઉચ્ચ માર્જિન ધરાવે છે.

ટકાઉ કેપેક્સ પ્રતિ ટનના આધારે ટ્રેક કરવામાં આવશે અને વાર્ષિક ઓપરેટિંગ પ્લાન કવાયત દ્વારા સંચાલિત કરવામાં આવશે. કંપનીએ દાવો કર્યો હતો કે તેની મૂડી ફાળવણી નીતિ “પ્રાથમિક માર્ગદર્શક પરિબળ” હશે અને “અમે ઓર્ગેનિક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરીશું”.

આ પણ વાંચો : Share  Market :  શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઉછાળો, Sensex માં 512 અને Nifty માં 151 અંકનો વધારો

આ પણ વાંચો : Share Market : બજેટ બાદ સેન્સેક્સમાં 1700થી વધુ પોઈન્ટનો કડાકો,રોકાણકારોના 6 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા,જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

g clip-path="url(#clip0_868_265)">