Multibagger Stock : માત્ર 3 મહિનામાં આ સ્ટોકે રોકાણકારોના 50 હજારને બનાવ્યા રૂપિયા 11 લાખ, શું છે તમારા પોર્ટફોલિયોમાં?
છેલ્લા ત્રણ મહિનામાં SEL મેન્યુફેક્ચરિંગના શેરના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. કંપનીના શેરનો ભાવ 3 નવેમ્બર, 2021ના રોજ પ્રતિ શેર 5.90 રૂપિયા હતો
જો તમે પણ મલ્ટીબેગર સ્ટોક (Multibagger Stock) શોધી રહ્યા છો, તો આજે અમે તમને એવા સ્ટોક(high return stock return) વિશે જણાવી રહ્યા છીએ જેણે માત્ર 3 મહિનામાં જ તેના રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. આ સ્ટોકનું નામ SEL મેન્યુફેક્ચરિંગ(SEL Manufacturing) છે. આ શેરે માત્ર 3 મહિનામાં તેના શેરધારકોને 2,086 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.
3 મહિનામાં 2086.44 ટકા રિટર્ન
છેલ્લા ત્રણ મહિનામાં SEL મેન્યુફેક્ચરિંગના શેરના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. કંપનીના શેરનો ભાવ 3 નવેમ્બર, 2021ના રોજ પ્રતિ શેર 5.90 રૂપિયા હતો જ્યારે આજે 3 ફેબ્રુઆરી 2022ના રોજ આ શેરની કિંમત રૂ 129 ના સ્તરે પહોંચી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન શેરે 2086.44 ટકા વળતર આપ્યું છે. આજે NSE પર શેરમાં 5 ટકાનો ઉછાળો આવ્યો હતો.
જો તમે છેલ્લા 1 વર્ષની શેરની કિંમતની પેટર્ન પર નજર નાખો તો શેરોએ અદ્ભુત વળતર આપ્યું છે. એક વર્ષમાં શેરે 6,192.68 ટકા વળતર આપ્યું છે. 4 ફેબ્રુઆરી 2021ના રોજ NSE પર શેરની કિંમત માત્ર રૂ. 2.05 હતી. જાન્યુઆરી ૩ ૨૦૨૧ ના રોડ શેરની કિંમત 44.40 બરૂપીયા હતી એક વર્ષમાં 205 ટકાના રિટર્ન સાથે આજે ભાવ(જાન્યુઆરી 4 બંધ ભાવ) વધીને 135.45 પર પહોંચ્યો હતો.
3 મહિનામાં 50 હજારના 10.93 લાખ થઈ ગયા
જો કોઈ રોકાણકારે આ મલ્ટીબેગર સ્ટોકમાં ત્રણ મહિના પહેલા રૂ. 50,000નું રોકાણ કર્યું હોત તો તેમના પૈસા આજે રૂ 10.93 લાખ થયા છે. જ્યારે છેલ્લા એક મહિનામાં આ રકમના રૂ 1.45 લાખ થયા હશે. એક વર્ષ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં રોકાણ કરેલ 50 હજારની રકમ રૂ આજે 31.46 લાખ થઇ છે.
નોંધ : શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે. રોકાણથી નફા કે નુકશાનથી અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પેહલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી
આ પણ વાંચો : આરબીઆઈ એપ્રિલ સુધી પોલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં કરે: રિપોર્ટ
આ પણ વાંચો : હવે ટાયર કંપનીઓ પર કેમ શરૂ થઈ કાર્યવાહી, ગ્રાહકો પર શું થશે અસર