આરબીઆઈ એપ્રિલ સુધી પોલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં કરે: રિપોર્ટ

બેન્ક ઓફ અમેરિકાનું કહેવું છે કે રિઝર્વ બેન્ક એપ્રિલ પહેલા પોલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. એપ્રિલમાં રિવર્સ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે.

આરબીઆઈ એપ્રિલ સુધી પોલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં કરે: રિપોર્ટ
Shaktikant Das- File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 9:19 PM

રિઝર્વ બેંકની મહત્વની નાણાકીય નીતિ સમિતિની બેઠક (RBI MPC Meeting) આવતા અઠવાડિયે યોજાવા જઈ રહી છે. અમેરિકન બ્રોકરેજ કંપની બેન્ક ઓફ અમેરિકા સિક્યોરિટીઝે આગાહી કરી છે કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) આગામી સપ્તાહની નાણાકીય સમીક્ષામાં દરોમાં કોઈ ફેરફાર નહીં કરે અને વૃદ્ધિ-કેન્દ્રિત અને મૂડી-આધારિત નાણાકીય વિસ્તરણની દિશામાં આગળ વધશે. જોકે બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે આના કારણે ભાવમાં વધારો થઈ શકે છે અને ત્યારબાદ વ્યાજદરમાં જોખમ ઊભું થઈ શકે છે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (MPC) આવતા સોમવારથી વિચાર-વિમર્શ શરૂ કરશે અને બુધવાર (9 ફેબ્રુઆરી)ના રોજ નીતિગત પગલાં જાહેર કરશે. વિશ્વની લગભગ તમામ મુખ્ય સેન્ટ્રલ બેંકો મોંઘવારીને કાબૂમાં લેવા માટે દરો વધારવાની તૈયારી કરી રહી છે. મે 2020 થી ભારતમાં મુખ્ય રેપો રેટ 4 ટકા છે. જે અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે.

બેન્ક ઓફ અમેરિકા સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં વધારાની અપેક્ષા હોવા છતાં, આરબીઆઈ ધીમે ધીમે નાણાકીય નીતિને સામાન્ય સ્તરે લાવવાનો માર્ગ અપનાવશે. હાલમાં, બોન્ડ યીલ્ડ 6.9 ટકા પર છે, જે 2019 ના પ્રી-કોરોના સ્તર કરતા પણ વધારે છે. બજેટમાં સરકારે આગામી નાણાકીય વર્ષ માટે બજારમાંથી જંગી લોન લેવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં બોન્ડ પરના વ્યાજ દરમાં વધારો થયો છે.

સરકારે વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે

બેન્ક ઓફ અમેરિકાએ કહ્યું કે આ બજેટ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારે રાજકોષીય સ્થિતિમાં સુધારો કરવાને બદલે વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આવી સ્થિતિમાં, ફેબ્રુઆરીમાં મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં દરમાં ફેરફારની કોઈ શક્યતા નથી. જો કે, બજારનો અંદાજ છે કે રિઝર્વ બેંક રિવર્સ રેપો રેટમાં 0.25 ટકા સુધીનો વધારો કરી શકે છે. હાલમાં રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે અને રેપો રેટ 4 ટકા છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

રેકોર્ડ બોરોઈંગનું લક્ષ્ય

બજેટ 2022માં સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે રેકોર્ડ લોન લેવાની જાહેરાત કરી છે. સરકાર આગામી નાણાકીય વર્ષમાં કુલ 14.95 લાખ કરોડનું ઉધાર લેશે. જેમાં નેટ બોરોઇંગ 11.6 લાખ કરોડ રૂપિયા છે. બેંક ઓફ અમેરિકાએ બજેટ પહેલા અનુમાન લગાવ્યું હતું કે સરકારનું ગ્રોસ બોરોઇંગ 13 લાખ કરોડ રૂપિયા અને નેટ બોરોઇંગ 9.6 લાખ કરોડ રૂપિયા હશે.

મૂડી ખર્ચમાં 35%નો ઉછાળો

સરકારે મૂડી ખર્ચમાં 35 ટકાનો વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2022-23 માટે મૂડી ખર્ચનો લક્ષ્યાંક 7.5 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2021-22 માટે આ રકમ 5.5 લાખ કરોડ રૂપિયા હતી. આવી સ્થિતિમાં મૂડી ખર્ચમાં 35.4 ટકાનો જબરદસ્ત વધારો થયો છે.

એવું માનવામાં આવે છે કે નાણાકીય વર્ષ 2022-23માં અસરકારક મૂડી ખર્ચ 10.68 લાખ કરોડ રૂપિયા હશે. આ જીડીપીના 4.1 ટકા છે. નાણાકીય વર્ષ 2019-20ની સરખામણીમાં આ બમણા કરતાં પણ વધુ છે. નાણાકીય વર્ષ 2022-23માં 7.5 લાખ કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ જીડીપીના 2.9 ટકા હશે. નાણામંત્રીએ કહ્યું કે અર્થવ્યવસ્થાને સુધારવા માટે જાહેર રોકાણ ખૂબ જ જરૂરી છે. તેનાથી માંગમાં વધારો થશે.

રિવર્સ રેપો એપ્રિલમાં પહેલા 40bps સુધી વધારવામાં આવી શકે છે

બેન્ક ઓફ અમેરિકાનો અંદાજ છે કે રિઝર્વ બેન્ક પહેલા રિવર્સ રેપો રેટ અને રેપો રેટ વચ્ચેનો તફાવત ઘટાડશે. એપ્રિલમાં તે રિવર્સ રેપોને 40 બેસિસ પોઈન્ટ વધારીને 3.75 ટકા કરી શકે છે. તે પછી રેપો અને રિવર્સ રેપો વચ્ચેનું અંતર 0.25 ટકાના પહેલાના સ્તર પર આવી જશે. રેપો રેટ વધારવાનો નિર્ણય પહેલીવાર જૂનમાં લેવામાં આવી શકે છે. ડિસેમ્બર સુધીમાં તેને 4 ટકાથી વધારીને 4.75 ટકા કરી શકાય છે.

આ પણ વાંચો :  બેન્ક ઓફ ઈન્ડિયાનો ત્રીજા ક્વાર્ટરમાં નફો 90 % વધ્યો, કમાણીમાં ઘટાડો

g clip-path="url(#clip0_868_265)">