હવે ટાયર કંપનીઓ પર કેમ શરૂ થઈ કાર્યવાહી, ગ્રાહકો પર શું થશે અસર

CCIએ પાંચ ટાયર કંપનીઓ અને તેમના એસોસિએશન પર 1788 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ પાંચ કંપનીઓ કોણ છે, કઈ કંપનીને કેટલો દંડ અને શા માટે આ દંડ ફટકારવામાં આવ્યો છે. જાણવા માટે જુઓ આ વીડિયો.

હવે ટાયર કંપનીઓ પર કેમ શરૂ થઈ કાર્યવાહી, ગ્રાહકો પર શું થશે અસર
action against Tyre companies (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 9:16 PM

ટાયર કંપનીઓને મિલીભગત કરીને ગ્રાહકોને છેતરવાનું મોંઘુ પડી રહ્યું છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ પાંચ ટાયર કંપનીઓ પર કુલ 1788 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. Apollo Tyres, MRF, Ceat, JK ટાયર અને બિરલા ટાયર પર અયોગ્ય વેપાર વ્યવહારનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ પાંચ કંપનીઓ પર ટાયરના ભાવ વધારવા માટે મિલીભગત કરવાનો આરોપ છે. આનાથી બજારમાં સ્પર્ધાને નુકસાન પહોંચ્યું છે. અપોલો ટાયર્સ પર 425 કરોડ રૂપિયા, એમઆરએફ પર 622 કરોડ રૂપિયા, સીએટ પર 252 કરોડ રૂપિયા, જેકે ટાયર પર 310 કરોડ રૂપિયા અને બિરલા ટાયર પર 178 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ટાયર કંપનીઓએ પોતાની વચ્ચે કિંમત સંવેદનશીલ માહિતીની આપલે કરીને સ્પર્ધા વિરોધી કરારો પર પ્રતિબંધ મૂકતા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

શું છે પુરો મામલો ?

CCIને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે આ કંપનીઓએ આ માહિતી ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન એટલે કે ATMAના પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરી છે અને ટાયરની કિંમતો સાથે મળીને નક્કી કરી છે. ATMA એ રિપ્લેસમેન્ટ માર્કેટમાં વેચાતા ક્રોસ-પ્લાય/બાયસ ટાયર વેરિઅન્ટ્સના ભાવ વધારા, ઉત્પાદન અને પુરવઠાને મર્યાદિત કરવા અને નિયંત્રિત કરવા માટે આ પાંચ કંપનીઓ સાથે જોડાણ કર્યું છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સીસીઆઈની તપાસ મુજબ, ATMA એ કંપની આધારિત અને સેગમેન્ટ-આધારિત ઉત્પાદન, સ્થાનિક વેચાણ અને નિકાસ પર ડેટા એકત્રિત અને સંકલિત કર્યો. એટલા માટે એસોસિયેશન ઓફ ટાયર કંપનીઝ ATMA પર પણ 84 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આટલું જ નહીં, એટીએમએને સંસ્થાના સભ્યો પાસેથી જથ્થાબંધ અને છૂટક કિંમતો ન લેવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ કેસ ઓલ ઈન્ડિયા ટાયર ડીલર્સ ફેડરેશન એટલે કે AITDFના કોર્પોરેટ અફેર્સ મંત્રાલયને આપવામાં આવેલી રજૂઆતના આધારે શરૂ કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2018માં CCIએ દંડ લગાવવાનો નિર્ણય આપ્યો હતો. આ અંગે ટાયર કંપનીઓએ મદ્રાસ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

6 જાન્યુઆરી 2022ના રોજ, મદ્રાસ હાઈકોર્ટે ટાયર કંપનીઓની અપીલને ફગાવી દીધી હતી અને સુપ્રીમ કોર્ટે પણ 28 જાન્યુઆરી 2022ના રોજ CCIની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. મતલબ કે હવે આ પાંચ કંપનીઓએ દંડની રકમ ચૂકવવી પડશે, જે કેટલીક કંપનીઓના વાર્ષિક નફા કરતાં વધુ છે.

આ પણ વાંચો :  ભારત 2030 સુધીમાં તેલ અને ગેસનું ઉત્પાદન બમણું કરશે : હરદીપ સિંહ પુરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">