Multibagger Stock : આ શેરે 3 વર્ષમાં આપ્યું 800 ટકા રિટર્ન, રોકાણકારોના રૂપિયા 1 લાખ બનાવ્યા 9.25 લાખ
1 ફેબ્રુઆરી 2019ના રોજ એવરેસ્ટ કેન્ટોના શેરનો ભાવ રૂ 27.55 હતો જે આજે પ્રતિ શેર રૂ. 254 પર પહોંચી ગયો છે.
Multibagger Stock : સ્મોલ કેપ કંપની એવરેસ્ટ કેન્ટો(Everest Kanto) નો સ્ટોક તેના રોકાણકારોને માલામાલ કરી રહ્યો છે. આ સ્ટોક હવે મલ્ટીબેગર શેર્સ (multibagger stock) ની લિસ્ટમાં સામેલ છે. ત્રણ વર્ષમાં સ્ટોક 800 ટકા વધ્યો છે અને તેના રોકાણકારોને મોટો નફો આપ્યો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ પણ એવરેસ્ટ કાઉન્ટોમાં પણ રોકાણ કર્યું છે.
1 ફેબ્રુઆરી 2019ના રોજ એવરેસ્ટ કેન્ટોના શેરનો ભાવ રૂ 27.55 હતો જે આજે પ્રતિ શેર રૂ. 254 પર પહોંચી ગયો છે. આજે BSE ઇન્ટ્રાડે સ્ટોક તેના અગાઉના બંધ કરતાં 2.6 ટકા ઉછળ્યો હતો. જો 5 દિવસની વાત કરીએ તો આ સ્ટોક 11% વધ્યો છે.
એવરેસ્ટ કેન્ટોનો સ્ટોક સ્ટોક માર્કેટમાં મજબૂતી દર્શાવી રહ્યો છે. કંપનીનો સ્ટોક 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. એક વર્ષના ગાળામાં સ્ટોકમાં 354 ટકાનો વધારો થયો છે અને માત્ર વર્ષ 2022માં જ તેમાં 12.7 ટકાનો વધારો થયો છે.
ડિસેમ્બર 2021 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીના 11 પ્રમોટરો પાસે 67.39 ટકા હિસ્સો અથવા 7.56 કરોડ શેર હતા. દરમિયાન 42,419 પબ્લિક શેરધારકો પાસે 32.61 ટકા હિસ્સો એટલે કે 3.65 કરોડ શેર હતા. 21 વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો પણ કંપનીમાં 6.22 લાખ શેર અથવા 0.56 ટકા હિસ્સો ધરાવે છે.
એક લાખ બન્યા સવા નવ લાખ
જો કોઈ રોકાણકારે 1 ફેબ્રુઆરી 2019 ના રોજ એવરેસ્ટ કેન્ટોના શેરમાં એક લાખનું રોકાણ કર્યું હોય તો ત્રણ વર્ષમાં તે રૂ. 9.25 લાખ થયા છે. બજાર વિશ્લેષકો કંપનીના શેરમાં થયેલા વધારાનું કારણ કંપનીના બિઝનેસમાં સતત વૃદ્ધિને માને છે.
કંપની પ્રોફાઇલ
એવરેસ્ટ કેન્ટો ફેબ્રિકેટેડ મેટલ પ્રોડક્ટ્સ બનાવે છે. કંપની લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ અને અન્ય ગેસ તેમજ અન્ય સિલિન્ડરો, સાધનો અને ઉપકરણો માટે ઉચ્ચ દબાણવાળા સીમલેસ ગેસ સિલિન્ડરોનું ઉત્પાદન કરે છે. કંપનીનો બિઝનેસ ભારત, ચીન, UAE, USA, હંગેરી અને થાઈલેન્ડમાં ફેલાયેલો છે.
આ પણ વાંચો : હવે ઘરની છત પર લગાવો સોલાર પ્લાન્ટ, સબસીડીની સાથે આ સુવિધાઓ પણ આપી રહી છે સરકાર
આ પણ વાંચો : Share Market : બજેટ બાદ સતત બીજા દિવસે શેરબજારમાં તેજી, Sensex 695 અને Nifty 203 અંકના વધારા સાથે બંધ થયા