AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mankind Pharma IPO : કોન્ડોમ અને પ્રેગ્નેન્સી કીટ બનાવતી કંપનીનો IPO ખુલ્યો, 27 એપ્રિલ સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે

Mankind Pharma IPO : મેનકાઇન્ડ ફાર્મા દવાઓની વિશાળ શ્રેણી વિકસાવે છે અને તેનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત, તે ઘણા કન્ઝ્યુમર હેલ્થકેર પ્રોડક્ટ્સ પણ બનાવે છે. તેણે કોન્ડોમ, પ્રેગ્નન્સી ડિટેક્શન, ઈમરજન્સી ગર્ભનિરોધક, એન્ટાસિડ પાવડર, વિટામિન્સ, મિનરલ સપ્લિમેન્ટ્સ અને એન્ટિ-એક્ને કેટેગરીમાં વિવિધ બ્રાન્ડ્સ સ્થાપિત કરી છે.

Mankind Pharma IPO : કોન્ડોમ અને પ્રેગ્નેન્સી કીટ બનાવતી કંપનીનો IPO ખુલ્યો, 27 એપ્રિલ સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 6:20 AM
Share

Mankind Pharma IPO :અગ્રણી ફાર્મા કંપનીઓમાં સમાવિષ્ટ મેનકાઇન્ડ ફાર્માનો IPO આજે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. આ યોજનામાં રોકાણકારો 27 એપ્રિલ સુધી નાણાંનું રોકાણ કરી શકશે. DRHP ફાઇલિંગ અનુસાર મેનકાઇન્ડ ફાર્માના IPO માટે પ્રાઇસ બેન્ડ રૂપિયા 1026 થી રૂપિયા 1080 નક્કી કરવામાં આવી છે. આ IPO સંપૂર્ણપણે ઑફર ફોર સેલ (OFS) હશે, એટલે કે તેમાં કોઈ નવા શેર ઇસ્યુ કરવામાં આવશે નહીં. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, એક્સિસ કેપિટલ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ, જેફરીઝ ઈન્ડિયા અને જેપી મોર્ગન ઈન્ડિયા ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર હશે. જો તમે પણ તેને સબ્સ્ક્રાઇબ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા યોજનાની દરેક વિગતો જાણવી જરૂરી છે.

IPO સંપૂર્ણ ઓફર ફોર સેલ રહેશે

મેનકાઇન્ડ ફાર્મા દ્વારા સેબીને કરવામાં આવેલી અરજી અનુસાર મેનકાઇન્ડ ફાર્માનો IPO સંપૂર્ણ ઓફર ફોર સેલ હશે. આ ઈસ્યુમાં, કંપનીના 40,058,844 ઈક્વિટી શેર પ્રમોટરો અને અન્ય વર્તમાન શેરધારકો દ્વારા વેચાણ માટે મૂકવામાં આવશે. OFSમાં શેર વેચનારા પ્રમોટરોમાં રમેશ જુનેજા, રાજીવ જુનેજા અને શીતલ અરોરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેર્નહિલ CIPEF, Cairnhill CGPE, બેઝ લિમિટેડ અને લિંક ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ પણ OFSમાં ભાગ લેશે.

આ પણ વાંચો : Anant Ambani નવા એનર્જી બિઝનેસની કમાન સંભાળશે, Relianceએ આ પ્લાન કર્યો રદ્દ

જાણો કંપની વિશે

મેનકાઇન્ડ ફાર્મા દવાઓની વિશાળ શ્રેણી વિકસાવે છે અને તેનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત, તે ઘણા કન્ઝ્યુમર હેલ્થકેર પ્રોડક્ટ્સ પણ બનાવે છે. તેણે કોન્ડોમ, પ્રેગ્નન્સી ડિટેક્શન, ઈમરજન્સી ગર્ભનિરોધક, એન્ટાસિડ પાવડર, વિટામિન્સ, મિનરલ સપ્લિમેન્ટ્સ અને એન્ટિ-એક્ને કેટેગરીમાં વિવિધ બ્રાન્ડ્સ સ્થાપિત કરી છે. તે સમગ્ર ભારતમાં માર્કેટિંગ કરે છે.

આ પણ વાંચો: Gold Price Today : સોના અને ચાંદીના ભાવમાં નરમાશ,આ રીતે તમારા શહેરમાં સોનાની લેટેસ્ટ કિંમત જાણો

આ સપ્તાહે ત્રણ IPO ખુલશે

જો તમે પણ IPO માં રોકાણ કરવા આતુર છો, તો આ અઠવાડિયે તમારી પાસે રોકાણ કરવાની ઘણી તકો મળશે. આ અઠવાડિયે 3 IPO સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યા છે. આ ત્રણ કંપનીઓ મેનકાઇન્ડ ફાર્મા, ડી નીયર્સ ટૂલ્સ અને રેટિના પેઇન્ટ્સ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">