Anant Ambani નવા એનર્જી બિઝનેસની કમાન સંભાળશે, Relianceએ આ પ્લાન કર્યો રદ્દ
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમની ઉત્તરાધિકારી પ્લાનમાં અનંત અંબાણીને નવો ઉર્જા વ્યવસાય સોંપવાની જાહેરાત કરી છે. પરંતુ હવે તેનાથી સંબંધિત એક મોટું અપડેટ આવ્યું છે. વાંચો આ સમાચાર...
વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરીની માલિક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ધીમે ધીમે નવા એનર્જી બિઝનેસમાં પ્રવેશ કરી રહી છે. કંપની ગુજરાતમાં ગીગા ફેક્ટરી પણ બનાવી રહી છે. આ માટે મુકેશ અંબાણીના જૂથે રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ (RNEL) નામની એક અલગ સબસિડિયરી કંપની બનાવી છે. હવે કંપનીએ શેરબજારને આ અંગે એક મોટું અપડેટ આપ્યું છે.
ગયા વર્ષે, રિલાયન્સ ગ્રુપની એજીએમ દરમિયાન, મુકેશ અંબાણીએ તેમના ઉત્તરાધિકાર પ્લાનની જાહેરાત કરી હતી. જેમાં ઈશા અંબાણીને રિલાયન્સ રિટેલ, આકાશ અંબાણીને રિલાયન્સ જિયો અને અનંત અંબાણીને રિલાયન્સનો ન્યૂ એનર્જી બિઝનેસ આપવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે 6 મે, 2022ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડે RNELને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે મર્જ કરવાની મંજૂરી આપી હતી.
મર્જર પ્લાન રદ કર્યો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે RNELના વિલીનીકરણની પ્રક્રિયા હજુ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં મંજૂરી માટે પેન્ડિંગ છે. દરમિયાન, 21 એપ્રિલ 2023ના રોજ મળેલી કંપનીના બોર્ડની બેઠકમાં તેને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે મર્જ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નિવેદન અનુસાર કંપનીએ RNEL અને RILના મર્જરની યોજના પાછી ખેંચી લીધી છે. આ રીતે, RNEL હજુ પણ પહેલાની જેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રહેશે.
જામનગરમાં ગીગા ફેક્ટરી બની રહી છે
રિલાયન્સ ગ્રુપની રિફાઈનરી ગુજરાતના જામનગરમાં છે. કંપની આ શહેરમાં તેની ‘ન્યૂ એનર્જી ગીગા’ ફેક્ટરીઓ સ્થાપી રહી છે. કંપનીએ આ બિઝનેસમાં ભારે રોકાણ કર્યું છે. રિલાયન્સ જે રીતે આ સેક્ટરમાં રોકાણ કરી રહી છે તે આવનારા દિવસોમાં દેશની રિન્યુએબલ એનર્જી પ્લાનમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
રિલાયન્સનો નફો ઘણો વધ્યો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તાજેતરમાં નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ જાન્યુઆરી-માર્ચમાં રૂ. 19,299 કરોડનો એકીકૃત નફો કર્યો છે. કંપનીના Jio અને રિટેલ બિઝનેસે આવકમાં જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી છે. જણાવી દઈએ કે અનંત અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નવા એનર્જી બિઝનેસની જવાબદારી મળવાની છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…