AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today : સોના અને ચાંદીના ભાવમાં નરમાશ,આ રીતે તમારા શહેરમાં સોનાની લેટેસ્ટ કિંમત જાણો

કોમેક્સ પર સોનાની કિંમત ઔંસ દીઠ $1990 પર ટ્રેડ થઈ રહી છે. સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદી ઉપરના સ્તરેથી સરકી ગઈ છે. કોમેક્સ પર ચાંદીની કિંમત 25 ડૉલરની નીચે છે. તાજેતરના ડેટા અનુસાર, ચાંદી 24.95 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

Gold Price Today : સોના અને ચાંદીના ભાવમાં નરમાશ,આ રીતે  તમારા શહેરમાં સોનાની લેટેસ્ટ કિંમત જાણો
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 10:19 AM
Share

વૈશ્વિક બજારમાંથી મળી રહેલા ખરાબ સંકેતોને કારણે ભારતીય વાયદા બજારમાં સોનાના ભાવમાં મંદી જોવા મળી રહી છે. MCX પર સોનું શરૂઆતના વેપારમાં સપાટ છે. 10 ગ્રામ સોનાનો ભાવમાં  મામૂલી વધારા -ઘટાડા સાથે કિંમત રૂ.59850 આસપાસ છે. જ્યારે ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજાર અને સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં મંદી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ યુએસ સેન્ટ્રલ બેંક એટલે કે યુએસ ફેડનો વ્યાજદર અંગેનો નિર્ણય છે. અનુમાન છે કે ફરી એકવાર દરમાં વધારો જોવા મળી શકે છે. તેના કારણે ડૉલર મજબૂત થયો અને સોનામાં નીચલા સ્તરેથી થોડી રિકવરી જોવા મળી. તમને જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ગત સપ્તાહે સોનાના ભાવમાં લગભગ 1.5%નો ઘટાડો નોંધાયો હતો.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર(Apr 24, 10:07 am)
MCX GOLD :     59864.00 +19.00 (0.03%)
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 61880
Rajkot 61900
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 61250
Mumbai 60710
Delhi 60860
Kolkata 60710

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત

કોમેક્સ પર સોનાની કિંમત ઔંસ દીઠ $1990 પર ટ્રેડ થઈ રહી છે. સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદી ઉપરના સ્તરેથી સરકી ગઈ છે. કોમેક્સ પર ચાંદીની કિંમત 25 ડૉલરની નીચે છે. તાજેતરના ડેટા અનુસાર, ચાંદી 24.95 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

સોના માટે અંદાજ શું છે?

કોમોડિટી માર્કેટના એક્સપર્ટ અને IIFL સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં MCX પર સોનાની કિંમતમાં વધારો થશે. જૂન કોન્ટ્રાક્ટ રૂ. 60,100 સુધી જશે. જ્યારે ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળશે. MCX ચાંદી 74000 રૂપિયા સુધી લપસી શકે છે.

આ રીતે સોનાની શુદ્ધતા તપાસો

તમને જણાવી દઈએ કે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ વડે ગ્રાહક સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, માત્ર સોનાની શુદ્ધતા જ નહીં પરંતુ તમે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">