Mankind Pharma IPO : આગામી સપ્તાહે કોન્ડોમ અને પ્રેગ્નેન્સી કીટ બનાવતી કંપનીનો IPO ખુલશે, 27 એપ્રિલ સુધી સબસ્ક્રાઇબ કરી શકાશે
Mankind Pharma IPO : મેનકાઇન્ડ ફાર્મા ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન અને કન્ઝ્યુમર હેલ્થકેર સેક્ટરમાં કામ કરે છે. કંપની તેના સંશોધન અને વિકાસ કેન્દ્રોનું વિસ્તરણ તેમજ નવા ક્ષેત્રોમાં સાહસ કરી રહી છે. કંપનીએ 2019-20માં રૂ. 141.49 કરોડ, 2020-21માં રૂ. 170.78 કરોડ અને 2021-22માં રૂ. 213.44 કરોડ સંશોધન અને વિકાસ પાછળ ખર્ચ્યા હતા.

IPOમાં રોકાણ કરનારાઓ માટે મહત્વના સમાચાર છે. આવતા અઠવાડિયે ફાર્મા કંપનીનો IPO આવી રહ્યો છે જેમાં સારી કમાણી કરવાની તક મળી શકે છે. કોન્ડોમ અને પ્રેગ્નેન્સી ટેસ્ટિંગ કીટ બનાવતી કંપની મેનકાઇન્ડ ફાર્મા તેનો આઇપીઓ(Mankind Pharma IPO) લાવવા જઈ રહી છે. મેનકાઇન્ડ ફાર્માનો IPO આવતા અઠવાડિયે 25 એપ્રિલે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આ IPO 27 એપ્રિલ સુધી સબસ્ક્રાઇબ કરી શકાય છે. આ કંપની 9મી મેના રોજ શેરબજારમાં લિસ્ટ કરી શકે છે. એન્કર બુક 24 એપ્રિલે ખુલશે. મેનકાઇન્ડ ફાર્મા સ્થાનિક વપરાશની દ્રષ્ટિએ ભારતની ચોથી સૌથી મોટી ફાર્મા કંપની છે. તે જ સમયે તે FY2022 માટે વેચાણ વોલ્યુમની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી કંપની હતી. આ દિલ્હી સ્થિત કંપની છે.
આ પણ વાંચો : Gold Price Today : આજે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 62,828 રૂપિયા નોંધાયો, જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય
40,058,844 શેર વેચાણ માટે મુકવામાં આવશે
મેનકાઇન્ડ ફાર્મા દ્વારા સેબીને કરવામાં આવેલી અરજી અનુસાર મેનકાઇન્ડ ફાર્માનો IPO સંપૂર્ણ ઓફર ફોર સેલ હશે. આ ઈસ્યુમાં, કંપનીના 40,058,844 ઈક્વિટી શેર પ્રમોટરો અને અન્ય વર્તમાન શેરધારકો દ્વારા વેચાણ માટે મૂકવામાં આવશે. OFSમાં શેર વેચનારા પ્રમોટરોમાં રમેશ જુનેજા, રાજીવ જુનેજા અને શીતલ અરોરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેર્નહિલ CIPEF, Cairnhill CGPE, બેઝ લિમિટેડ અને લિંક ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ પણ OFSમાં ભાગ લેશે.
જાણો કંપની વિશે
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, એક્સિસ કેપિટલ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ, જેફરીઝ ઈન્ડિયા અને જેપી મોર્ગન ઈન્ડિયા ઈશ્યૂના બુક-રનિંગ લીડ મેનેજર છે. મેનકાઇન્ડ ફાર્મા દવાઓની વિશાળ શ્રેણી વિકસાવે છે અને તેનું ઉત્પાદન કરે છે. આ ઉપરાંત, તે ઘણા કન્ઝ્યુમર હેલ્થકેર પ્રોડક્ટ્સ પણ બનાવે છે. તેણે કોન્ડોમ, પ્રેગ્નન્સી ડિટેક્શન, ઈમરજન્સી ગર્ભનિરોધક, એન્ટાસિડ પાવડર, વિટામિન્સ, મિનરલ સપ્લિમેન્ટ્સ અને એન્ટિ-એક્ને કેટેગરીમાં વિવિધ બ્રાન્ડ્સ સ્થાપિત કરી છે. તે સમગ્ર ભારતમાં માર્કેટિંગ કરે છે. આ કંપની સમગ્ર દેશમાં 25 ઉત્પાદન સુવિધાઓનું સંચાલન કરે છે. ગયા વર્ષે ડિસેમ્બર સુધીમાં, કંપની પાસે 600 થી વધુ વૈજ્ઞાનિકોની ટીમ હતી. માનેસર, ગુરુગ્રામ, થાણે ખાતે સ્થિત 4 એકમો સાથેનું ઈન હાઉસ આર એન્ડ ડી સેન્ટર પણ હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…