LIC IPO પહેલા પોલીસીનું ધૂમ વેચાણ, દેશની સૌથી મોટી વીમા કંપનીએ દર મિનિટે 41 પોલિસીનું વેચાણ કરી રહી છે
સરકાર 12 મે, 2022 પહેલા LIC IPO લોન્ચ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યા પછી 3 મહિનાની અંતિમ તારીખ 12 મેના રોજ સમાપ્ત થાય છે.
દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(Life Insurance Corporation) ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (LIC IPO ) માટે તૈયારી કરી રહી છે. નાણાકીય વર્ષ 2022 માં અત્યાર સુધીમાં તેણે ભારતમાં લગભગ 2 કરોડ 17 લાખ પોલિસીઓ વેચી છે એટલે કે, છેલ્લા નાણાકીય વર્ષમાં LIC એ દર મિનિટે 41 પોલિસી વેચી છે. LIC ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં IPO લાવવાની તૈયારી કરી રહી છે અને 30 સપ્ટેમ્બર સુધીમાં LICનું એમ્બેડેડ મૂલ્ય રૂ. 5.4 લાખ કરોડ હતું. પ્રથમ વર્ષનું પ્રીમિયમ (FYP) પણ 8% વધીને રૂ. 198,759.85 થયું છે. જે ગયા વર્ષે માર્ચમાં 184,174.57 કરોડ રૂપિયા હતી.
23 ખાનગી વીમા કંપનીઓ હોવા છતાં નવા બિઝનેસ પ્રીમિયમમાં LICનો બજારહિસ્સો 64 ટકા રહ્યો છે. જોકે છેલ્લા બે વર્ષમાં ન્યૂ બિઝનેસ પ્રીમિયમ માર્કેટ શેરમાં ઘટાડો થયો છે. કેન્દ્ર આ વર્ષે મે ના બીજા સપ્તાહ સુધીમાં લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો IPO લોન્ચ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે.
12 મેં સુધીમાં IPO લાવવો જરૂરી
સરકાર 12 મે, 2022 પહેલા LIC IPO લોન્ચ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યા પછી 3 મહિનાની અંતિમ તારીખ 12 મેના રોજ સમાપ્ત થાય છે.માર્ચ 2022માં વ્યક્તિગત સિંગલ પ્રીમિયમ પણ 61 ટકા વધીને રૂ. 4,018 કરોડ થયું હતું જે અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. 2,495 કરોડ હતું. માર્ચ 2022માં ગ્રુપ સિંગલ પ્રીમિયમ 48 ટકા વધીને રૂ. 30,052 કરોડ થયું હતું. જ્યારે માર્ચ 202માં તે રૂ. 20,294 કરોડ હતો.
LIC પોલીસીના વેચાણમાં વધારો
નાણાકીય વર્ષ 2021-22માં એલઆઈસીની પોલિસીનું વેચાણ 3.54 ટકા વધીને 21.17 મિલિયન થયું છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં 20.10 મિલિયન હતું. એલઆઈસીએ માર્ચ 2022માં 48 લાખ 96 હજાર પોલિસી વેચી હતી, જ્યારે માર્ચ 2021માં 46 લાખ 67 હજાર પોલિસીઓ વેચાઈ હતી.
પ્રાઇસ બેન્ડ 1550-1700 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે
LIC IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 1,550-1,700 ની વચ્ચે હોઇ શકે છે. સરકાર IPO દ્વારા રૂ. 63,000 થી રૂ. 65,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. સરકાર LIC IPOનું કદ 31.62 કરોડથી વધારીને 38 કરોડ શેર કરી શકે છે.
આઈપીઓ લાવતા પહેલા સરકારે 60 એન્કર રોકાણકારોને ટૂંકાવ્યા છે. પરંતુ તેમાંથી 25 ટકાને યાદીમાંથી બહાર કરી શકાય છે. એન્કર રોકાણકારોએ રોકાણ કરવા માટે જીવન વીમાનું મૂલ્યાંકન રૂ. 7 લાખ કરોડ રાખ્યું છે.