LIC IPO :પ્રાઇસ બેન્ડ 1550-1700 રૂપિયાની વચ્ચે હોઇ શકે છે, સરકારનો IPOનું કદ વધારવાનો વિચાર

એક મીડિયા રિપોર્ટ  મુજબ સરકાર વેલ્યુએશન અને કદ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. સરકાર આ અઠવાડિયે સેબીને સંશોધિત પ્રોસ્પેક્ટસ સબમિટ કરી શકે છે. નવી મંજૂરી વિના LICનો IPO લાવવા માટે 12 મે સુધીનો સમય છે.

LIC IPO :પ્રાઇસ બેન્ડ 1550-1700 રૂપિયાની વચ્ચે હોઇ શકે છે, સરકારનો IPOનું કદ વધારવાનો વિચાર
LIC IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 6:28 AM

દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(life insurance corporation of india)ના આઈપીઓ(LIC IPO) પર સરકાર અને ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ અંતિમ ઓપ આપવાની તૈયારી કરી રહયા છે.  IPOના સુધારેલા પ્રોસ્પેક્ટસને અંતિમ સ્વરૂપ આપવા સાથે  IPOની પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 1,550 થી રૂ. 1,700 વચ્ચે હોઇ શકે છે. સરકાર LIC IPO દ્વારા રૂ. 63,000 કરોડથી રૂ. 65,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. સરકાર LIC IPOનું કદ 31.62 કરોડથી વધારીને 38 કરોડ શેર કરી શકે છે. સરકાર LIC IPOમાં 6 ટકાથી વધુ હિસ્સો વેચવાની યોજના ધરાવતી નથી. સરકાર LIC IPOનું કદ 31.62 કરોડથી વધારીને 38 કરોડ શેર કરી શકે છે.

એક મીડિયા રિપોર્ટ  મુજબ સરકાર વેલ્યુએશન અને કદ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. સરકાર આ અઠવાડિયે સેબીને સંશોધિત પ્રોસ્પેક્ટસ સબમિટ કરી શકે છે. નવી મંજૂરી વિના LICનો IPO લાવવા માટે 12 મે સુધીનો સમય છે.

60 એન્કર ઇન્વેસ્ટર શોર્ટલિસ્ટ

તમને જણાવી દઈએ કે આઈપીઓ લાવતા પહેલા સરકારે 60 એન્કર ઈન્વેસ્ટર્સને શોર્ટ કર્યા છે. પરંતુ તેમાંથી 25 ટકાને યાદીમાંથી બહાર કરી શકાય છે. એન્કર રોકાણકારોએ રોકાણ કરવા માટે જીવન વીમાનું મૂલ્યાંકન રૂ. 7 લાખ કરોડ રાખ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

LICમાં 20% FDI માટેનો રસ્તો સાફ

LIC IPOને સફળ બનાવવા માટે સરકારે FEMA નિયમોમાં સુધારો કર્યો છે. આનાથી લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં 20 ટકા સુધી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)નો માર્ગ ખુલ્યો છે. LIC એ ફેબ્રુઆરીમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસે IPO માટે DRHP સબમિટ કર્યા હતા. ગયા મહિને, સેબીએ ડ્રાફ્ટ દસ્તાવેજોને મંજૂરી આપી અને હવે વીમા કંપની ફેરફારો સાથે RFP ફાઇલ કરવાની પ્રક્રિયામાં છે.

આ મહિનાના અંત સુધીમાં IPO લોન્ચ થઈ શકે છે

LICનો IPO આ મહિનાના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ સેબીને સબમિટ કરશે. ભારતીય શેરબજારના ઈતિહાસમાં આ સૌથી મોટો IPO હશે. લિસ્ટિંગ પછી, તેનું માર્કેટ વેલ્યુએશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) કરતા વધારે હશે.

અપડેટેડ ફાઇનાન્શિયલ મુજબ, ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં LICનો ચોખ્ખો નફો વધીને રૂ. 234.9 કરોડ થયો છે. તે જ સમયે, એપ્રિલ-ડિસેમ્બર 2021 દરમિયાન ચોખ્ખો નફો રૂ. 1,671.57 કરોડ હતો, જે એક વર્ષ અગાઉ રૂ. 7.08 કરોડ હતો.

સેબીમાં દાખલ કરાયેલા દસ્તાવેજોના આધારે આઈપીઓ લાવવા માટે સરકાર પાસે 12 મે સુધીનો સમય છે. જો સરકાર 12 મે સુધીમાં IPO લાવવામાં સક્ષમ ન હોય તો તેણે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જણાવતા સેબી પાસે નવા દસ્તાવેજ ફાઇલ કરવા પડશે.

આ પણ વાંચો : તમે RBI માં ખાતું ખોલાવીને પણ કમાણી કરી શકો છો, RDG તમને કમાણીની તક આપી રહ્યું છે

આ પણ વાંચો :Gold Price Today : આજે અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 55305 રૂપિયા સુધી ઉછળ્યો, જાણો શું છે તમારા શહેરની સ્થિતિ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">