સંરક્ષણ ક્ષેત્ર(Defense Sector )માં રક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા આયાત પરની નિર્ભરતાને દૂર કરવા આત્મનિર્ભર ભારત(Atamnirbhar Bharat) અને મેક ઇન ઇન્ડિયા(Make In India)ને પ્રોત્સાહન આપવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે(Rajnath Sinh) 101 લશ્કરી પ્રણાલીઓ અને શસ્ત્રોની યાદી બહાર પાડી જે આયાત કરવામાં આવશે જેની આયાત પર આગામી પાંચ વર્ષ માટે પ્રતિબંધ રહેશે અને આ શસ્ત્ર પ્રણાલી અને શસ્ત્રો દેશમાં જ તૈયાર કરવામાં આવશે. રાજનાથ સિંહે કહ્યું કહ્યું 101 સંરક્ષણ ઉપકરણો અને પ્લેટફોર્મની ત્રીજી સકારાત્મક સ્વદેશીકરણ સૂચિ જારી કરવામાં આવી રહી છે. આ યાદી જાહેર થવાથી સંરક્ષણ ક્ષેત્રમાં આપણી આત્મનિર્ભરતાની ઝડપી ગતિનો અંદાજ લગાવી શકાય છે.
આ યાદી જાહેર કરતાં રાજનાથ સિંહે કહ્યું કે 101 સૈન્ય પ્રણાલીઓ અને શસ્ત્રોની યાદીમાં સેન્સર, શસ્ત્રો અને દારૂગોળો, નૌકાદળ માટે હેલિકોપ્ટર, પેટ્રોલિંગ જહાજો, એન્ટિ-શિપ મિસાઇલ અને એન્ટિ-રેડિયેશન મિસાઇલોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું 101 સંરક્ષણ ઉપકરણો અને પ્લેટફોર્મની ત્રીજી સકારાત્મક સ્વદેશીકરણ સૂચિ જારી કરવામાં આવી રહી છે. આ યાદી જાહેર થવાથી સંરક્ષણ ક્ષેત્રમાં આપણી આત્મનિર્ભરતાની ઝડપી ગતિનો અંદાજ લગાવી શકાય છે.
ઓગસ્ટ 2020 માં, દેશમાં ઉત્પાદિત થનારી 101 વસ્તુઓની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી જેમાં ટોડ આર્ટિલરી ગન, ટૂંકી અંતરની સપાટીથી હવામાં મિસાઈલ, ક્રુઝ મિસાઈલ અને દરિયાઈ પેટ્રોલિંગ જહાજોનો સમાવેશ થાય છે. તે જ સમયે મે 2021 માં સરકારે 108 વધુ સંરક્ષણ ઉપકરણો, શસ્ત્રો અને સિસ્ટમ્સ બનાવવાની જાહેરાત કરી હતી. રક્ષા મંત્રીએ કહ્યું કે યાદી બહાર પાડવાના બે ઉદ્દેશ્ય છે પહેલું સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવું અને બીજું સંરક્ષણ સાધનોની નિકાસને પ્રોત્સાહન આપવું.
છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં લીધાં છે. એક અનુમાન મુજબ, ભારતની સશસ્ત્ર દળો આગામી 5 વર્ષમાં સંરક્ષણ જરૂરિયાતો પર 130 અબજ ડોલર ખર્ચ કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપીને આયાતી સૈન્ય જરૂરિયાતો પર નિર્ભરતા ઘટાડવા માંગે છે. સંરક્ષણ મંત્રાલયે આગામી પાંચ વર્ષમાં સંરક્ષણ ઉત્પાદનમાં 25 અબજ ડોલર (રૂ. 1.75 લાખ કરોડ) બિઝનેસનું લક્ષ્ય નક્કી કર્યું છે જેમાં સંરક્ષણ સાધનોની નિકાસના લક્ષ્યાંક 5 અબજ ડોલર (રૂ. 35,000 કરોડ) છે.
સરકારની આ જાહેરાત બાદ ડિફેન્સ સેક્ટરના શેરમાં જબરદસ્ત ખરીદી જોવા મળી હતી. HALનો શેર 2.26 ટકા, ભારત ડાયનેમિક્સ 9.45 ટકા, ભારત ઇલેક્ટ્રોનિક્સ 6.80 ટકા, રિલાયન્સ નેવલ 4.18 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.
Published On - 7:26 am, Fri, 8 April 22