Closing Bell: શેરબજારમાં વેચવાલી જોવા મળી, સેન્સેક્સમાં 796 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં 231 પોઈન્ટનો ઘટાડો
NSE નિફ્ટી 231.90 પોઈન્ટ અથવા 1.15 ટકાના ઘટાડા સાથે 19,901.40 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. સૌથી વધુ ઘટાડો HDFC બેન્ક, JSW સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, BPCL અને SBI લાઇફમાં જોવા મળ્યો હતો. પાવર ગ્રીડ, કોલ ઈન્ડિયા, ONGC ના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો.

મંગળવારેની રજા બાદ બુધવારે શેરબજાર (Stock Market) ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) 1 ટકાથી વધુ ઘટીને બંધ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. મેટલ, રિયલ્ટી અને બેન્કિંગ શેર્સમાં પણ વેચવાલી જોવા મળી હતી. ઓટો, FMCG અને IT શેરોમાં વેચવાલી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 796 પોઈન્ટ અથવા 1.18 ટકા ઘટીને 66,800.84 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો.
નિફ્ટી 19,901.40 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો
NSE નિફ્ટી 231.90 પોઈન્ટ અથવા 1.15 ટકાના ઘટાડા સાથે 19,901.40 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. સૌથી વધુ ઘટાડો HDFC બેન્ક, JSW સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, BPCL અને SBI લાઇફમાં જોવા મળ્યો હતો. પાવર ગ્રીડ, કોલ ઈન્ડિયા, ONGC ના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપમાં 2 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.
આ શેરના ભાવમાં થયો ઘટાડો
BSE સેન્સેક્સ પર અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, મારુતિ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેંક, ભારતી એરટેલ, ટાઇટન, લાર્સન એન્ડ ટુબ્રો, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, નેસ્લે ઇન્ડિયા, એચસીએલ ટેક, એસબીઆઇ અને ટાટા મોટર્સના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફિનસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બજાજ ફાઇનાન્સના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
આ શેરોમાં જોવા મળ્યો હતો ઉછાળો
પાવર ગ્રીડના શેર સેન્સેક્સ પર સૌથી વધુ 2.32 ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા. એશિયન પેઈન્ટ્સ, સન ફાર્મા, એક્સિસ બેન્ક, ITC, NTPC અને TCS ના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા.
આ પણ વાંચો : Share Market Today : શેરબજારની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 67080 પર ખુલ્યો
નિફ્ટી બેન્ક આજે 595 પોઈન્ટ ઘટીને 45,385ની સપાટીએ બંધ
આજે નિફ્ટી 5 ટ્રેડિંગ સેશન બાદ 20,000ના સ્તરની નીચે સરકી ગયો, જ્યારે સેન્સેક્સ 796 પોઈન્ટ ઘટીને 66,801ના સ્તરે અને નિફ્ટી 232 પોઈન્ટ ઘટીને 19,901ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્ક આજે 595 પોઈન્ટ ઘટીને 45,385ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 114 પોઈન્ટ ઘટીને 40,544ના સ્તરે બંધ રહ્યો હતો.