AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Wilmar IPO: ગૌતમ અદાણીની કંપની 27 જાન્યુઆરીએ લાવી રહી છે કમાણીની તક, જાણો કંપનીની યોજના વિશે વિગતવાર

કંપનીનો IPO 27 જાન્યુઆરીએ ખુલશે અને 31 જાન્યુઆરીએ બંધ થશે. કંપનીએ તાજેતરમાં તેના IPO ની સાઈઝ ઘટાડી હતી.

Adani Wilmar IPO: ગૌતમ અદાણીની કંપની 27 જાન્યુઆરીએ લાવી રહી છે કમાણીની તક, જાણો કંપનીની યોજના વિશે વિગતવાર
Gautam Adani
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 6:05 AM
Share

ભારત અને એશિયાના બીજા સૌથી મોટા કારોબારી ગૌતમ અદાણી(Gautam Adani)ની કંપની અદાણી વિલ્મર(Adani Wilmar)નો IPO 27 જાન્યુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખુલી શકે છે. અદાણી ગ્રુપની લિસ્ટેડ થનારી આ સાતમી કંપની હશે. અદાણી વિલ્મર ફોર્ચ્યુન (Fortune)બ્રાન્ડમાંથી ખાદ્ય તેલ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. તે અદાણી ગ્રુપ અને સિંગાપોરના વિલ્મર ગ્રુપ વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીનો IPO 27 જાન્યુઆરીએ ખુલશે અને 31 જાન્યુઆરીએ બંધ થશે. કંપનીએ તાજેતરમાં તેના IPO ની સાઈઝ ઘટાડી હતી. પહેલા તેનું કદ 4500 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું હતું જે હવે ઘટાડીને 3600 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. તે સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ હશે અને તેના દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ કંપની તેના દેવાની ચૂકવણી કરવા અને તેના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે કરશે.

કંપની ક્યાં ખર્ચ કરશે

IPOમાંથી મળેલી આવકમાંથી રૂ. 1,900 કરોડનો ઉપયોગ મૂડી ખર્ચ માટે કરવામાં આવશે. દરમિયાન રૂ. 1100 કરોડનો ઉપયોગ દેવાની ચુકવણી માટે અને રૂ. 500 કરોડનો ઉપયોગ વ્યૂહાત્મક એક્વિઝિશન અને રોકાણ ધિરાણ માટે કરવામાં આવશે. અદાણી વિલ્મર એ અમદાવાદ સ્થિત અદાણી ગ્રૂપ અને સિંગાપોરના વિલ્મર ગ્રૂપ વચ્ચે 50:50ની સંયુક્ત સાહસ કંપની છે.

અદાણી ગ્રુપની સાતમી લિસ્ટેડ કંપની

અદાણી વિલ્મર માર્કેટમાં લિસ્ટ થનારી અદાણી ગ્રુપ(Adani Group)ની સાતમી કંપની હશે. અદાણી વિલ્મર ખાદ્ય તેલની બ્રાન્ડ ફોર્ચ્યુન બનાવે છે. કંપનીની રચના 1999માં અદાણી ગ્રુપ અને સિંગાપોર સ્થિત કંપની વિલ્મર સાથે સંયુક્ત સાહસ તરીકે કરવામાં આવી હતી. વિલ્મર ગ્રુપનો વ્યવસાય મુખ્યત્વે કૃષિ વ્યવસાય છે. ફોર્ચ્યુન ઓઈલ એ ઘર-ઘરની પસંદગી છે. આ ઉપરાંત કંપની ચોખા, સોયાબીન, ચણાનો લોટ, કઠોળ, જડીબુટ્ટીઓ, પોરીજ, સાબુ, લોટ, ખાંડ સહિત ડઝનેક ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. મોટા ભાગની પ્રોડક્ટ્સ ફોર્ચ્યુન બ્રાન્ચ નામથી આવે છે.

ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક સૌથી મોટું છે

અદાણી વિલ્મરની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ખાદ્ય તેલ બજાર દેશમાં સૌથી મોટું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે. તેના દેશભરમાં 85 સ્ટોક પોઈન્ટ અને 5000 વિતરકો છે. રિટેલ માર્કેટમાં તેનો હિસ્સો લગભગ 10 ટકા છે. તેની પ્રોડક્ટ દેશભરમાં લગભગ 15 લાખ રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કંપનીએ રાઇસ બ્રાન અને વિવો પણ લોન્ચ કર્યા. કંપનીની અન્ય ખાદ્ય તેલ બ્રાન્ડ રૂપચંદા બાંગ્લાદેશમાં માર્કેટ લીડર છે. કંપનીની ત્યાં બે મોટી રિફાઇનરી પણ છે.

અદાણી વિલ્મર IPO ની અગત્યની તારીખ

  • IPO Open : 27-Jan-2022
  • IPO Close : 31-Jan-2022
  • Basis of Allotment : 3-Feb-2022
  • Initiation of Refunds: 4-Feb-2022
  • Credit of Shares : 7-Feb-2022
  • IPO Listing Date : 8-Feb-2022

આ પણ વાંચો :  દેશમાં રોજગારના મોરચે સારા સમાચાર, EPFOએ નવેમ્બર 2021માં ઉમેર્યા 38% વધુ સબ્સ્ક્રાઇબર

આ પણ વાંચો : નાણાકીય વર્ષ 2022-23માં ભારતીય અર્થતંત્ર 7.6 ટકાના દરે વૃદ્ધિ પામશે, GDP માં પણ થશે સારો સુધાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">