દેશમાં રોજગારના મોરચે સારા સમાચાર, EPFOએ નવેમ્બર 2021માં ઉમેર્યા 38% વધુ સબ્સ્ક્રાઇબર
કોરોનાની ત્રીજી લહેરના વધતા જતા કેસો વચ્ચે દેશમાં રોજગાર મોરચે એક સારા સમાચાર આવ્યા છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ નવેમ્બર 2021 માં ચોખ્ખા 13.95 લાખ નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં લગભગ 38 ટકા વધુ છે.
કોરોનાની ત્રીજી લહેરના વધતા જતા કેસો વચ્ચે દેશમાં રોજગાર (Employment) મોરચે એક સારા સમાચાર આવ્યા છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ નવેમ્બર 2021 માં ચોખ્ખા 13.95 લાખ નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં લગભગ 38 ટકા વધુ છે. ફિક્સ વેતન (પેરોલ) પર રાખવામાં આવેલા કર્મચારીઓના નવીનતમ આંકડાઓ પરથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. EPFOના પ્રોવિઝનલ પેરોલ ડેટા અનુસાર, ગયા વર્ષે નવેમ્બરમાં 13.95 લાખ સબસ્ક્રાઇબર્સ ઉમેરાયા હતા. જે ઓક્ટોબર 2021 કરતા 2.85 લાખ અથવા 25.65 ટકા વધુ છે. શ્રમ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વાર્ષિક ધોરણે તુલના કરવામાં આવે તો ગ્રાહકોની સંખ્યામાં 3.84 લાખનો વધારો થયો છે. નવેમ્બર 2020માં EPFOએ 10.11 લાખ સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા હતા. આ આંકડા દેશમાં સંગઠિત રોજગારની સ્થિતિ વિશે માહિતી આપે છે.
8.28 લાખ સભ્યો પ્રથમ વખત જોડાયા
નવેમ્બર 2021માં ઉમેરાયેલા કુલ 13.95 સબ્સ્ક્રાઇબર્સમાંથી 8.28 લાખ સભ્યો પ્રથમ વખત EPFOના સામાજિક સુરક્ષા કવચ હેઠળ આવ્યા છે. આ ઉપરાંત, લગભગ 5.67 લાખ સબ્સ્ક્રાઇબર્સ EPFOમાંથી બહાર નીકળી ગયા છે અને કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ, 1952 હેઠળ આવરી લેવામાં આવતી સંસ્થાઓમાં નોકરી બદલીને તેમાં ફરી જોડાયા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નોકરી બદલ્યા પછી પણ તેમનું સભ્યપદ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. પેરોલ ડેટા અનુસાર, જો વય સાથે સરખામણી કરવામાં આવે તો, નવેમ્બર 2021 માં, 22-25 વર્ષની વય જૂથના મહત્તમ 3.64 લાખ સબ્સ્ક્રાઇબર્સ EPFO માં જોડાયા હતા. જ્યારે 18-21 વર્ષની વય જૂથની સંખ્યામાં 2.81 લાખનો વધારો થયો છે. નવેમ્બર 2021માં કુલ વધારામાં 18 થી 25 વર્ષની વય જૂથનો હિસ્સો 46.20 ટકા રહ્યો છે.
આ રાજ્યોમાંથી સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ જોડાયા
અખિલ ભારતીય સ્તરે ડેટાની તુલના દર્શાવે છે કે મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટક નવા સબ્સ્ક્રાઇબર્સમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે. આ રાજ્યોમાં કુલ 8.46 લાખ નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેરાયા છે, જે કુલ વધારાના લગભગ 60.60 ટકા છે. નવેમ્બરમાં ઉમેરવામાં આવેલી મહિલાઓની સંખ્યા 2.95 લાખ હતી, જે ઓક્ટોબર 2021 કરતાં 59,005 વધુ છે.
તમને જણાવી દઈએ કે સંસદના શિયાળુ સત્રમાં સાંસદ ધરમવીર સિંહે શ્રમ અને રોજગાર મંત્રીને બેરોજગારી અંગેના રાજ્યવાર આંકડા, રોજગાર સર્જન માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓ સહિત ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ સાંસદ દ્વારા બેરોજગારી સંબંધિત પ્રશ્નોના લેખિત જવાબ આપ્યા અને રાજ્યવાર બેરોજગારીના આંકડા જાહેર કર્યા.
સરકારી ડેટા અનુસાર, વર્ષ 2019-20 દરમિયાન, નાગાલેન્ડમાં સૌથી વધુ 25.7 ટકાનો બેરોજગારી દર હતો, જ્યારે લદ્દાખમાં સમાન સમયગાળા દરમિયાન સૌથી ઓછો 0.1 ટકાનો બેરોજગારી દર હતો.
આ પણ વાંચો : 12,500ના પેમેન્ટ પર RBI આપી રહી છે 4,62,00,000 રૂપિયા, જો તમને પણ ઈ-મેઈલ મળ્યો હોય તો થઈ જાઓ સાવધાન