Stock Watch : આજે આ 5 શેર પર રાખજો નજર, સપ્તાહના પહેલા દિવસે બતાવી શકે છે મોટી હલચલ

Stock Watch :આજે  5 ફેબ્રુઆરીથી નવા સપ્તાહનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ અઠવાડિયું બજાર માટે પણ મહત્ત્વનું સાબિત થવાનું છે કારણ કે આ અઠવાડિયે બધાની નજર RBIની નાણાકીય નીતિ પર રહેશે. જોકે શુક્રવારે બજાર બંધ થયા બાદ ઘણી લિસ્ટેડ કંપનીઓ વિશે સમાચાર આવ્યા હતા. આજે બજાર ખુલશે ત્યારે તમામની નજર આ કંપનીઓના શેર પર રહેશે.

Stock Watch : આજે આ 5 શેર પર રાખજો નજર, સપ્તાહના પહેલા દિવસે બતાવી શકે છે મોટી હલચલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2024 | 7:55 AM

Stock Watch :આજે  5 ફેબ્રુઆરીથી નવા સપ્તાહનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ અઠવાડિયું બજાર માટે પણ મહત્ત્વનું સાબિત થવાનું છે કારણ કે આ અઠવાડિયે બધાની નજર RBIની નાણાકીય નીતિ પર રહેશે. જોકે શુક્રવારે બજાર બંધ થયા બાદ ઘણી લિસ્ટેડ કંપનીઓ વિશે સમાચાર આવ્યા હતા. આજે બજાર ખુલશે ત્યારે તમામની નજર આ કંપનીઓના શેર પર રહેશે.

Paytm

સતત બે 20 ટકાની લોઅર સર્કિટ પછી બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જએ ડિજિટલ પેમેન્ટ્સ જાયન્ટ Paytmના શેર માટે દૈનિક ટ્રેડિંગ મર્યાદા અડધી કરી દીધી છે. BSE અને NSEએ માહિતી આપી છે કે નવી 10 ટકા દૈનિક ટ્રેડિંગ મર્યાદા લાગુ થશે.  નવી મર્યાદા 10 ટકા નક્કી કરવામાં આવી છે જે અગાઉ 20 ટકાથી ઓછી હતી.  Morgan Stanley Asia Singapore Pte એ શુક્રવારે કંપનીના 50 લાખ શેર ખરીદ્યા હતા. શેર પ્રતિ શેર ₹487.20ના સરેરાશ ભાવે હસ્તગત કરવામાં આવ્યા હતા જે સોદાનું કદ ₹243.60 કરોડ પર લઈ ગયા હતા.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

State Bank of India – SBI

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ શનિવારે તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામો અનુસાર બેંકનો નફો ગત નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 35.5 ટકા ઘટીને 9164 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં બેંકનો નફો 14205 કરોડ રૂપિયા હતો.2 ફેબ્રુઆરીએ બેંકનો શેર 0.054 ટકાના વધારા સાથે રૂપિયા 648 પર બંધ થયો હતો.

ratan tata motors share price market cap become big bull auto sector (1)

Tata Motors

JLR એ FY 2024 માટે સળંગ બીજા ક્વાર્ટર માટે EBIT માર્જિન ગાઈડન્સ વધાર્યું છે જેના કારણે કમાણીમાં મોટો ઘટાડો થયો. EBIT માર્જિન હવે 8 ટકાથી વધુ રહેવાની ધારણા છે જે અગાઉ 8 ટકા હતી. નાણાકીય વર્ષ 2022-23 ના ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023-24ના ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ટાટા મોટર્સનો નફો રૂ. 2,958 કરોડથી વધીને રૂ. 7025 કરોડ થયો છે. કંપનીની આવક 24.9 ટકા વધીને રૂ. 110,577 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ આ ક્વાર્ટરમાં રૂ. 88,489 કરોડ હતી. 2 ફેબ્રુઆરીએ કંપનીનો શેર 0.49 ટકાના વધારા સાથે રૂ.882.80 પર બંધ થયો હતો.

UPL

કંપનીએ કહ્યું છે કે ડિસેમ્બર 2023 ના રોજ પૂરા થતા ક્વાર્ટરમાં કંપની નફામાંથી નુકસાનમાં ફેરવાઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, કંપનીને રૂ. 1,217 કરોડનું નુકસાન થયું છે જ્યારે ગયા વર્ષે આ ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 1,087 કરોડનો નફો કર્યો હતો. કંપનીની આવક 27.7 ટકા ઘટીને રૂ. 9,887 કરોડ થઈ છે. 2 ફેબ્રુઆરીએ કંપનીનો શેર 0.56 ટકાના વધારા સાથે રૂ.533 પર બંધ થયો હતો.

goods transportation

Delhivery

દિલ્હીવેરી ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 11.7 કરોડના નફા સાથે ત્રીજા ક્વાર્ટરમાં પ્રથમ વખત નફાકારક બની છે. એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં કંપનીને રૂ. 196 કરોડનું નુકસાન થયું હતું. ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક 20 ટકા વધીને રૂ. 2,194 કરોડ થઈ છે. 2 ફેબ્રુઆરીએ કંપનીનો શેર 0.82 ટકાના ઘટાડા સાથે રૂ. 465 પર બંધ થયો હતો.

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

આ પણ વાંચો : Paytm પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર, SBI ના ચેરમેને મદદને લઈ કહી આ મોટી વાત

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">