Stock Update : શેરબજારમાં વિક્રમોની હારમાળા વચ્ચે ક્યાં શેર દોડ્યા અને કયા શેર ગબડ્યા? કરો એક નજર
આજે બેન્કિંગ, ઑયલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, આઈટી, એફએમસીજી અને ફાર્મા શેરોમાં વધારો જોવા મળ્યો છે જ્યારે ઑટો અને રિયલ્ટી શેરોમાં ઘટાડો થયો છે.
ભારતીય શેરબજારે આજે એકજ દિવસમાં ત્રણ રેકોર્ડ દર્જ કર્યા છે. આજે સેન્સેક્સ 57500 ને પર પહોંચ્યો છે તો પેહલીવાર નિફટીએ 17000 નો પડાવ પસાર કર્યો છે. આ બે ઉપરાંત આજે શેરબજારના બૅન ઇન્ડેક્સ 1 ટકા કરતા વધુ વૃદ્ધિ હાંસલ કરી ચુક્યા છે. બજારની મજબૂત સ્થિતિના પગલે BSE ની માર્કેટ કેપ 250 લાખ કરોડને પાર પહોંચી છે.
આજે બેન્કિંગ, ઑયલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, આઈટી, એફએમસીજી અને ફાર્મા શેરોમાં વધારો જોવા મળ્યો છે જ્યારે ઑટો અને રિયલ્ટી શેરોમાં ઘટાડો થયો છે. બેન્ક નિફ્ટી 0.05 ટકાના વધારાની સાથે 36,365.70 ના સ્તર પરબંધ થયો છે.
બજારમાં તેજીના જુવાળ વચ્ચે ક્યાં શેર દોડ્યા અને ક્યાં શેર ગબડ્યા તે ઉપર કરીએ એક નજર
લાર્જકેપ વધારો : ટાટા મોટર્સ, હિંડાલ્કો, એચડીએફસી લાઈફ, નેસ્લે ઈન્ડિયા અને બ્રિટાનિયા ઘટાડો : બજાજ ફિનસર્વ, ટાઈટન, ડૉ.રેડ્ડીઝ, સિપ્લા, ભારતી એરટેલ, ડિવિઝ લેબ અને અલ્ટ્રાટેક સિમેન્ટ
મિડકેપ વધારો : 3એમ ઈન્ડિયા, ઑયલ ઈન્ડિયા, વર્હલ્પુલ, અદાણી ટ્રાન્સફર અને જેએસડબ્લ્યુ એનર્જી ઘટાડો : એયુ સ્મૉલ ફાઈનાન્સ, ન્યુ ઈન્ડિયા એસ્યોર, બીએચઈએલ, બેન્ક ઑફ ઈન્ડિયા અને આરબીએલ બેન્ક
સ્મૉલકેપ વધારો : ઈન્ફિબીમ એવેન્યુ, પરાગ મિલ્ક ફૂડ, નાથ બાયો-જેનસ, એકશન કંસ્ટ્રક્શન અને કેમ્સ ઘટાડો : સંદુર મેનેજર્સ, ડેટામેટિક્સ ગ્લોબલ, પેન્નાર ઈન્ડસ્ટ્રીઝ, ન્યુલેન્ડ લેબ અને ટિટાગ્રહ વેગન્સ
BSE નું માર્કેટ કેપ રૂ 250 લાખ કરોડને પાર કરે છે BSEમાં 3,341 શેરોનો વેપાર થયો હતો. જેમાં 1,571 શેર વધ્યા અને 1,625 શેર લાલ નિશાનમાં બંધ થયા. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 250 લાખ કરોડને પાર કરી ગઈ છે. અગાઉ સોમવારે સેન્સેક્સ 765 પોઈન્ટ વધીને 56,890 અને નિફ્ટી 226 પોઈન્ટ ઉપર 16,931 ના સ્તરે બંધ થયા હતા.
હવે આક્ષેત્રમાં પણ જોવા મળશે રિલાયન્સ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ સંબંધિત મોટા સમાચાર આવ્યા છે. જે પણ ક્ષેત્રમાં ડગ માંડે તે ક્ષેત્રમાં ક્રાંતિ સર્જવા માટે જાણતી મુકેશ અંબાણીની રિલાયન્સ કંપની વધુ એક ક્ષેત્રમાં પ્રવેશવા જય રહી છે. હકીકતમાં તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની પેટાકંપની રિલાયન્સ રિટેલે આઇકોનિક ભારતીય બ્રાન્ડ BPL અને Kelvinator હેઠળ કેન્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સના ઉત્પાદન અને માર્કેટિંગ માટે લાઇસન્સ મેળવ્યું છે. ટૂંકમાં કહી શકાય કે આગામી દિવસોમાં રિલાયન્સના એપ્લાયન્સિસ જોવા મળે તો નવાઈ નહિ