Share Market : શેરબજારે ત્રણ રેકોર્ડ દર્જ કર્યા, SENSEX 57500 અને NIFTY 17100 ને પાર પહોંચ્યા , BSE ની માર્કેટ કેપ 250 લાખ કરોડ થઇ
BSEમાં 3,341 શેરોનો વેપાર થયો હતો. જેમાં 1,571 શેર વધ્યા અને 1,625 શેર લાલ નિશાનમાં બંધ થયા. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 250 લાખ કરોડને પાર કરી ગઈ છે.
આજે કારોબારી સપ્તાહના બીજા દિવસે બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સે 57,625 અને નિફ્ટીએ 17,153 પોઈન્ટના રેકોડ સ્તરને હાંસલ કર્યું હતું. કારોબારના અંતે સેન્સેક્સ 662 પોઈન્ટ ઉપર 57,552 અને નિફ્ટી 201 પોઈન્ટ ઉછાળા સાથે 17,132 પર બંધ થયો હતો.આજે સવારે સેન્સેક્સ 56,995.15 અને નિફ્ટી 16,947 પર ખુલ્યો હતો.
આજે શેરબજારમાં સારી ખરીદી થઇ હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેરમાં તેજી અને 4 શેરોમાં ઘટાડો થયો હતો. જેમાં ભારતી એરટેલના શેર 7.71%ના વધારા સાથે 662 પર બંધ થયા છે. બજાજ ફાઇનાન્સનો શેર 5.8%ના વધારા સાથે બંધ થયો. બીજી બાજુ નેસ્લે ઇન્ડિયાનો શેર 1.29%ઘટ્યો.
BSE નું માર્કેટ કેપ રૂ 250 લાખ કરોડને પાર કરે છે BSEમાં 3,341 શેરોનો વેપાર થયો હતો. જેમાં 1,571 શેર વધ્યા અને 1,625 શેર લાલ નિશાનમાં બંધ થયા. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 250 લાખ કરોડને પાર કરી ગઈ છે. અગાઉ સોમવારે સેન્સેક્સ 765 પોઈન્ટ વધીને 56,890 અને નિફ્ટી 226 પોઈન્ટ ઉપર 16,931 ના સ્તરે બંધ થયા હતા.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.77 ટકા મજબૂતીની સાથે 23,837.96 ના સ્તર પર બંધ થયા છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.93 ટકાની વધારની સાથે 26,937.43 પર બંધ થયા છે.
આજના કારોબારના અંતે BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 662.63 અંક એટલે કે 1.16 ટકાની મજબૂતીની સાથે 57552.39 ના સ્તર પર બંધ થયા છે. બીજી તરફ એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 201.20 અંક એટલે કે 1.19 ટકાની તેજીની સાથે 17132.20 ના સ્તર પર બંધ થયા છે.
સેન્સેક્સ અને નિફટીએ રેકોર્ડ સર્જ્યા આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારો સતત બીજા દિવસે રેકોર્ડ ઉંચાઈએ ખુલ્યા હતા. આજે સેન્સેક્સ સેન્સેક્સ 56,995.15 પાર કારોબાર શરૂ કર્યો અને ગણતરીના સમયમાં 57000 ના પડાવને પર કરી લીધી હતો. ઇન્ડેક્સ હાલમાં 57625 ની સર્વોચ્ચ સપાટીએ નોંધાયો હતો. નિફ્ટી પણ 16,947 પર ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના આ ઇન્ડેકસે 17000 સુધી ઉપલું સ્તર બતાવ્યું હતું.
અદાણી ગ્રુપના શેરમાં તેજી દેશના બીજા ક્રમના સૌથી મોટા કારોબારી ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગ્રુપની બે કંપનીઓના શેર આજે સતત બીજા દિવસે અપર સર્કિટ નોંધાવવા તરફ આગળ વધી રહ્યા છે. બંને શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે . ગઈકાલે બજારમાં અપર સર્કિટ બતાવ્યા બાદ આજે પણ શેરમાં ઉછાળો જોવા મળ્યો છે.
આ પણ વાંચો : Reliance નો વધુ એક ક્ષેત્રમાં પ્રવેશ, બે ભારતીય બ્રાન્ડને પુનર્જીવિત કરી ટીવી અને ફ્રીઝનું કરશે ઉત્પાદન