News9 Global Summit : ભારત પાસે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વિશ્વ લીડર બનવાની ક્ષમતા: બીસી ત્રિપાઠી

આજે વિશ્વની સામે સૌથી મોટો પડકાર જો કોઈ હોય તો તે 'ક્લાઈમેટ ચેન્જ'નો સામનો કરવાનો છે. આ કાર્યમાં રિન્યુએબલ એનર્જી મુખ્ય જરૂરિયાત તરીકે ઉભરી આવી છે. આ બાબતે, ભારતની 'વન નેશન વન ગ્રીડ' નીતિએ તેની તાકાત કેવી રીતે વધારી છે, એએમ ગ્રીનના વાઇસ ચેરમેન બી. સી. ત્રિપાઠીએ આ સમગ્ર બાબતે જણાવ્યું હતું.

News9 Global Summit : ભારત પાસે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વિશ્વ લીડર બનવાની ક્ષમતા: બીસી ત્રિપાઠી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2024 | 3:34 PM

News9 Global Summit Germany: દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9ની ન્યૂઝ9 ગ્લોબલ સમિટ જર્મનીમાં યોજાઈ રહી છે. ભારત અને જર્મની ઉપરાંત વિશ્વના વિવિધ દેશમાંથી 50 થી વધુ વક્તાઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. સમિટના બીજા દિવસે ગ્રીન એનર્જી સેક્ટરમાં કામ કરતી કંપની એએમ ગ્રીનના વાઇસ ચેરમેન બી. સી. ત્રિપાઠીએ કહ્યું કે, વિશ્વને હાલના સમયમાં તેની ઉર્જાની જરૂરિયાતોને ઝડપથી બદલવાની જરૂર છે, કારણ કે તેનો સૌથી મોટો પડકાર જળવાયુ પરિવર્તનનો સામનો કરવાનો છે.

બી. સી. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, વિશ્વ ક્લાઈમેટ ચેન્જની વરવી અસરોને જોઈ રહ્યું છે. આવી સ્થિતિમાં અશ્મિભૂત ઉર્જામાંથી નવીનીકરણીય ઉર્જા તરફ જવાની તાતી જરૂર છે. તેના આધારે આવનારી પેઢીઓ માટે ઉર્જા અને આર્થિક વૃદ્ધિનું ટકાઉ ભવિષ્ય તૈયાર કરી શકાય છે.

‘વન નેશન વન ગ્રીડ’એ ભારતની તાકાત વધારી

તેમના સંબોધનમાં બી. સી. ત્રિપાઠીએ ભારતની ‘વન નેશન વન ગ્રીડ’ નીતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે થોડા વર્ષો પહેલા ભારતની સામે સૌથી મોટી સમસ્યા રિન્યુએબલ એનર્જીમાંથી પેદા થતી ઊર્જાના વપરાશ અને સંગ્રહની સમસ્યા હતી. આ પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વન નેશન વન ગ્રીડ’નું વિઝન રજૂ કર્યું. તેનાથી ઉર્જા ક્ષેત્રે ભારતની તાકાત વધુ મજબૂત બની છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

તેમણે કહ્યું કે, આજે ભારતમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વિશ્વ લીડર બનવાની ક્ષમતા છે. આ આવનારા સમયમાં રોજગાર અને આર્થિક વૃદ્ધિ માટે એક બળ બનશે એટલું જ નહીં, દેશનું રિન્યુએબલ એનર્જીમાં પણ લોકશાહીકરણ થશે. ભારત સરકારે પણ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ઉદ્યોગને ઘણી મદદ કરી છે. ભારતમાં નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગો વચ્ચે સહયોગ વધ્યો છે.

એએમ ગ્રીન વિશે તેમણે જણાવ્યું કે, કંપનીએ લગભગ 15 વર્ષ પહેલા ડી-કાર્બોનાઇઝેશન શરૂ કર્યું હતું. ત્યારે તેણે 20 મેગાવોટનો એક જ બાયોગેસ પ્લાન્ટ લગાવ્યો હતો. આજે કંપની વિવિધ નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોમાંથી 10,000 મેગાવોટથી વધુ ઉર્જા ઉત્પન્ન કરી રહી છે.

પીએમ નરેન્દ્ર મોદી સમિટને સંબોધશે

આ વખતે જર્મનીમાં News9ની ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટને સંબોધિત કરવાના છે. આ શિખર સંમેલન ભારત અને જર્મની વચ્ચે વધતા સહકારનો સંકેત પણ છે. વૈશ્વિક સ્તરે આવી સમિટનું આયોજન કરનાર TV9 નેટવર્ક ભારતમાં પ્રથમ મીડિયા હાઉસ છે. ભારતના કેન્દ્રીય મંત્રીઓ જ્યોતિરાદિત્ય સિંધિયા અને અશ્વિની વૈષ્ણવ પણ આ સમિટમાં ભાગ લેવા આવ્યા છે.

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">