AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટાટા પાવરના શેર બન્યા રોકેટ, આજે શેરના ભાવમાં થયો 10 ટકાનો વધારો, જાણો નિષ્ણાંતોએ નવો ટાર્ગેટ કેટલો આપ્યો

બ્રોકરેજ ફર્મ જેએમ ફાઈનાન્શિયલ દ્વારા ટાટા પાવરના શેરને પહેલા 'બાય' રેટિંગમાં અપગ્રેડ કર્યા બાદ શેરમાં ગુરુવારે 10.76 ટકાનો વધારો થયો હતો. ટાટા પાવરનો શેર આજે નવા રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો. બ્રોકરેજ ફર્મે ટાટા પાવરનો ટાર્ગેટ વધાર્યો છે. ગુરુવારે ટાટા પાવરનો શેર 325.80 રૂપિયા પર બંધ થયો હતો.

ટાટા પાવરના શેર બન્યા રોકેટ, આજે શેરના ભાવમાં થયો 10 ટકાનો વધારો, જાણો નિષ્ણાંતોએ નવો ટાર્ગેટ કેટલો આપ્યો
Tata Power
| Updated on: Dec 31, 2023 | 1:45 PM
Share

આજે એટલે કે, ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન શેરબજારમાં થોડો ઘટાડો થયો હતો. ઘણી કંપનીના શેર લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. પરંતુ ટાટા પાવરના શેરના ભાવમાં સારો વધારો થયો હતો. શેરના ભાવમાં 10 ટકાનો વધારો થયો હતો. ચાલુ વર્ષે જાન્યુઆરીથી લઈને આજ સુધીમાં અંદાજે ટાટા પાવરના શેરમાં 40% નો વધારો થયો છે. ટાટા પાવરના શેર 30 એપ્રિલ, 2020 ના રોજ 31 રૂપિયા સ્તર પર હતો. આજના દિવસના ભાવ મૂજબ રોકાણકારોની મૂડીમાં 800 ટકાનો વધારો થયો છે.

બ્રોકરેજ ફર્મે ટાટા પાવરનો ટાર્ગેટ વધારીને 350 રૂપિયા કર્યો

બ્રોકરેજ ફર્મ જેએમ ફાઈનાન્શિયલ દ્વારા ટાટા પાવરના શેરને પહેલા ‘બાય’ રેટિંગમાં અપગ્રેડ કર્યા બાદ શેરમાં ગુરુવારે 10.76 ટકાનો વધારો થયો હતો. ટાટા પાવરનો શેર આજે નવા રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો. બ્રોકરેજ ફર્મે ટાટા પાવરનો ટાર્ગેટ વધારીને 350 રૂપિયા કર્યો છે. ગુરુવારે ટાટા પાવરનો શેર 325.80 રૂપિયા પર બંધ થયો હતો.

ટાટા પાવરના શેરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો

આજના ટ્રેડિંગ સેશનમાં ટાટા પાવરનો શેર 295.00 રૂપિયા પર ખૂલ્યો હતો. આગળના દિવસની સરખામણીમાં તેનું ફ્લેટ ઓપનિંગ રહ્યુ હતું. ત્યારબાદ ટાટા પાવરના શેરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો અને થોડી જ વારમાં શેરના ભાવમાં 10% નો વધારો જોવા મળ્યો હતો.

ટાટા પાવરના અહેવાલમાં વિશેષતાઓનો ઉલ્લેખ

જેએમ ફાઇનાન્શિયલએ તેના રિપોર્ટમાં ટાટા પાવરના અહેવાલમાં કેટલિક વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં ટાટા ગ્રૂપના આકર્ષક ગ્રૂપ કેપ્ટિવ્સ, અંડરવેલ્યુડ બિઝનેસમાં રોકાણ, બ્રાઉનફિલ્ડ હાઇડ્રો સ્ટોરેજ સેક્ટરમાં ગ્રૂપની એન્ટ્રી અને ટ્રાન્સમિશન બિઝનેસના વિસ્તરણનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : તમે હોમ લોનનો EMI નથી ચૂકવી શકતા તો ચિંતા ના કરો, RBI નો આ નિયમ તમને મદદ કરશે

સતત નવા ઓર્ડર મેળવીને ટાટા પાવરે તાજેતરમાં બિકાનેર-નીમરાના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મેળવ્યો. જેનો ઉદ્દેશ્ય ભારતમાં નવીનીકરણીય ઉર્જાનો વપરાશ વધારવાનો છે. મજબૂત ઓર્ડર બુક અને આગામી બજેટમાં પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર સરકારના અપેક્ષિત ફોકસને કારણે કંપનીનો સ્ટોક આગળ વધી રહ્યો છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">