AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે હોમ લોનનો EMI નથી ચૂકવી શકતા તો ચિંતા ના કરો, RBI નો આ નિયમ તમને મદદ કરશે

લોકોની આ મુશ્કેલીના નિવારણ માટે RBIએ એક નિયમ બનાવ્યો છે. CIBIL સ્કોર લોકોની લોન અથવા ક્રેડિટ કાર્ડની એકટિવિટી પર નજર રાખે છે. તાજેતરમાં જ એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જે અનુસાર ક્રેડિટ કાર્ડના ખર્ચમાં વધારો થયો છે અને પર્સનલ લોન પણ કોરોના સમયગાળા પહેલાના સ્તર પર છે.

તમે હોમ લોનનો EMI નથી ચૂકવી શકતા તો ચિંતા ના કરો, RBI નો આ નિયમ તમને મદદ કરશે
Home Loan EMI
| Updated on: Dec 07, 2023 | 1:03 PM
Share

લોકોને નવું ઘર ખરીદવું હોય કે નવી કાર ખરીદવી હોય તો તેઓ સરળતાથી તે લઈ શકે છે. કારણ કે બેંક તેના માટે લોન આપે છે. જે બાદ લોકો EMI દ્વારા લોનની ચૂકવણી કરે છે. ઘણી વખત એવું પણ બને છે કે લોકો તેમની સામન્ય જરૂરિયાતો માટે પણ પર્સલન લોન લે છે. અત્યારે લોન લેવી સરળ છે, પરંતુ ત્યારબાદ તેના EMI ની ચૂકવણી ઘણા લાંબા સમય સુધી કરવી પડે છે. તેના કારણે ઘણી વખત એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે તે લોનનો EMI સમયસર ચૂકવી શકાતો નથી.

ક્રેડિટ કાર્ડના ખર્ચમાં વધારો થયો

લોકોની આ મુશ્કેલીના નિવારણ માટે RBIએ એક નિયમ બનાવ્યો છે. CIBIL સ્કોર લોકોની લોન અથવા ક્રેડિટ કાર્ડની એકટિવિટી પર નજર રાખે છે. તાજેતરમાં જ એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જે અનુસાર ક્રેડિટ કાર્ડના ખર્ચમાં વધારો થયો છે અને પર્સનલ લોન પણ કોરોના સમયગાળા પહેલાના સ્તર પર છે.

EMI 50,000 રૂપિયાથી ઘટીને 25,000 થઈ જશે

RBI ના નિયમ મૂજબ જે લોકો તેમની લોનના EMI સમયસર ચૂકવી શકતા નથી અથવા તો કોઈ કારણસર આ રકમ ચૂકવવામાં સક્ષમ નથી, તો તેઓ રીસ્ટ્રક્ચરનો ઓપ્શન લઈ શકે છે. એટલે કે જો કોઈ વ્યક્તિની લોનનો EMI 50,000 રૂપિયા આવે છે અને જો તે ઈચ્છે તો આ રકમનું રીસ્ટ્રક્ચર કરાવી શકે છે અને લોનનો સમયગાળો બદલી શકે છે.

તેનાથી લોનનો EMI 50,000 રૂપિયાથી ઘટીને 25,000 થઈ જશે. EMI ની રકમ લોકોની પરિસ્થિતિ અને ચૂકવણીની ક્ષમતા અનુસાર નક્કી કરવામાં આવે છે. જો કોઈ આ રીતે રીસ્ટ્રક્ચર કરાવે છે તો તેને EMI ના ટેન્શનથી રાહત મળે છે અને તે લોન ડિફોલ્ટર થવાથી બચી શકે છે.

CIBIL સ્કોર પર નથી થતી કોઈ અસર

બેંક જ્યારે કોઈ વ્યક્તિને લોન આપે છે ત્યારે તેની ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે. બેંકને લોન આપતા પહેલા તેની ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરવાનો અધિકાર છે. એકવાર કોઈ વ્યક્તિ લોન ડિફોલ્ટર બની જાય છે, તો ભવિષ્યમાં કોઈ બેંક તેને લોન આપતી નથી. બેંકો આવા લોકોને લોન આપવાનો સ્પષ્ટ ઈનકાર કરે છે.

આ પણ વાંચો : SBI ની વધારે ફાયદો આપતી આ સ્કીમ બંધ થઈ જશે, રોકાણ કરવા માટે માત્ર થોડા દિવસ જ બાકી

દરેક વ્યક્તિનો ક્રેડિટ સ્કોર જુદા-જુદા હોય છે. જે બેંક લોનના સમયસર ચૂકવેલ EMI અનુસાર નક્કી કરવામાં આવે છે. ક્રેડિટ સ્કોર માટે તે સિવાયના બીજા પરિબળો પણ અસર કરે છે, પરંતુ સમયસર ચુકવણી કરવી એ સૌથી મહત્વપૂર્ણ છે. વ્યક્તિનો ક્રેડિટ સ્કોર 300 થી 900 સુધીનો હોઈ શકે છે. બેંક 700 થી વધારેના ક્રેડિટ સ્કોર હોય તે લોકોને સરળતાથી લોન આપે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">