AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market Live: સેન્સેક્સ 80000 ની નીચે, નિફ્ટી 24400 ની આસપાસ બંધ થયા

| Updated on: Aug 29, 2025 | 4:35 PM
Share

Nvidia ના ત્રિમાસિક પરિણામો રોકાણકારોની અપેક્ષાઓ કરતા નબળા રહ્યા છે પરંતુ તેણે પુષ્ટિ આપી છે કે કૃત્રિમ માળખાગત સુવિધાઓ પર ખર્ચ મજબૂત રહ્યો છે. આને કારણે, S&P 500 અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ગુરુવારે રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા.

Stock Market Live: સેન્સેક્સ 80000 ની નીચે, નિફ્ટી 24400 ની આસપાસ બંધ થયા
Stock Market Live

Stock Market Live Update: ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 29 ઓગસ્ટે મજબૂત શરૂઆત કરી શકે છે. ગિફ્ટ નિફ્ટી બજાર માટે સારા સંકેતો આપી રહ્યો છે, જે આજે સવારે વધારા સાથે 24,673.50 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. પાછલા ટ્રેડિંગ દિવસની વાત કરીએ તો, ભારત પર 50 ટકા યુએસ ટેરિફ લાદ્યા પછી 28 ઓગસ્ટે સતત બીજા સત્રમાં બેન્ચમાર્ક સૂચકાંકો લગભગ 1 ટકા ઘટ્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Aug 2025 07:03 PM (IST)

    ધારીના પૂર્વ MLA નલિન કોટડિયાને કોર્ટે ફટકારી આજીવન કેદ

    વર્ષ 2018ના બિટકોઇન કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો આવ્યો છે. તમામ 14 દોષિતોને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. પૂર્વ MLA નલિન કોટડિયા સહિત તમામ દોષિતને આજીવન કેદ થઈ છે. વિશેષ અદાલતે કુલ 14 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. પૂર્વ MLA નલિન કોટડિયા પણ દોષિત જાહેર થયા છે. તત્કાલીન SP જગદીશ પટેલ અને તત્કાલીન PI અનંત પટેલ દોષિત જાહેર થયા છે.

    આ મામલે સરકાર તરફેણના 172 સાક્ષીઓની તપાસ કરાઇ હતી તો બચાવ પક્ષના એક સાક્ષીની તપાસ કરાઇ હતી. ઉલ્લેખનીય છે, વર્ષ 2018માં આ મામલે આરોપ ઘડાયા હતા અને આખરી દલીલ 3 મહિના ચાલી હતી. જે બાદ 92 સાક્ષી ફરી ગયા હતા. જોકે અરજી આપનાર શૈલેષ ભટ્ટના એડવોકેટ રાજેશ રૂપારેલિયાએ સરકારના કેસને સમર્થન આપ્યું નહોતું. જેમની વધારાના સાહેદ તરીકે તપાસ કરાઇ હતી.. જેમાં સમર્થન નહોતું આપ્યું.

  • 29 Aug 2025 06:47 PM (IST)

    ભરૂચ : અંકલેશ્વરમાં વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ, સસ્પેન્ડેડ પોલીસકર્મીની સંડોવણી

    ભરૂચ : અંકલેશ્વરમાં વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ છે. કારમાંથી 7 લાખની કિંમતનો વિદેશી દારૂ મળ્યો છે. સસ્પેન્ડેડ પોલીસકર્મી સંજય ચાવડાની સંડોવણી આવી બહાર આવી છે. GIDC પોલીસે સસ્પેન્ડેડ પોલીસકર્મી સંજય ચાવડાની ધરપકડ કરી લીધી છે. સંજય ચાવડા સુરતથી સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂ સપ્લાય કરતો હોવાનું ખુલ્યું છે. વર્ષ 2024માં વાંસદ ટોલપ્લાઝા નજીકથી પણ દારૂની હેરાફેરીમાં ઝડપાયો હતો.

  • 29 Aug 2025 06:26 PM (IST)

    જામનગર : પાડોશીના ઝઘડામાં છોડાવનાર યુવક પર હુમલો

    જામનગર : પાડોશીના ઝઘડામાં છોડાવનાર યુવક પર હુમલો કરાયો છે. મયુરનગર વિસ્તારમાં પાડોશીના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન પર હુમલો થયો. જેમા 7 થી 8 શખ્સોએ ઘરમાં ઘૂસી ધમાલ મચાવી હતી. ઘરમાં તોડફોડ કરી યુવાનને ધોકા-પાઈપથી માર માર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા યુવાનને હોસ્પિટલ ખસેડાયો હતો. મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

  • 29 Aug 2025 06:15 PM (IST)

    અમદાવાદઃ ખોખરાની સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની વધુ એક આડોડાઇ

    અમદાવાદઃ ખોખરાની સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની વધુ એક આડોડાઇ સામે આવી છે. સ્કૂલના સંચાલકો લાજવાને બદલે ગાજી રહ્યા છે. DEOની નોટિસનો જવાબ લઇને ને DEO કચેરીએ સેવન્થ ડે સ્કૂલનો પટાવાળો પહોંચ્યો હતો. નોટિસ જેવા મહત્વના મુદ્દાને પણ સ્કૂલ સંચાલકો ગંભીરતાથી નથી લઈ રહ્યા. શિક્ષણાધિકારીના આદેશનો પણ સ્કૂલ સંચાલકો ઘોળીને પી ગયા હોવાનુ સામે આવ્યુ છે. જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલ પાસે પુરાવા સાથે ખુલાસો માંગ્યો હતો. જે સેવન્થ ડે સ્કૂલના સંચાલકોએ 18 પૈકી માત્ર 10 સવાલોનો ખુલાસો કર્યો છે. અનેક મહત્વની વિગતોની સેવન્થ ડે સ્કૂલે હજુ માહિતી આપી નથી.

  • 29 Aug 2025 06:00 PM (IST)

    અમદાવાદઃ સેવન્થ ડે સ્કૂલનું પ્રતિનિધિ મંડળ DEO કચેરીએ પહોંચ્યું

    અમદાવાદના મણિનગરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલનું પ્રતિનિધિ મંડળ DEO કચેરીએ પહોંચ્યું છે. સ્કૂલના પુણેથી આવેલા પ્રતિનિધિઓ DEO સમક્ષ  પોતાનો પક્ષ રજૂ કરશે. શાળા પાસે DEOએ 18 મુદ્દાઓ પર ખુલાસો માંગ્યો હતો. ઘટના બાદ શાળાએ શું પગલા લીધા એ અંગે  જવાબ આપશે. સ્કૂલમાં ચાકુ મારીને ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા બાદ સ્કૂલ સતત એક બાદ એક વિવાદમાં આવી રહી છે.

  • 29 Aug 2025 05:45 PM (IST)

    પંચમહાલ : ગોધરા બાયપાસ રોડ પર 820 કિલો પોષડોડાનો મોટો જથ્થો ઝડપાયો

    પંચમહાલ : ગોધરા બાયપાસ રોડ પર પોષડોડાનો મોટો જથ્થો ઝડપાયો છે. જેને કેપ્સીકમ મરચાંની આડમાં લઈ જવાતો હતો.  820 કિલો પોષડોડાનો જથ્થા સહિત કુલ રૂ 29.75 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. ગોધરા એસઓજીએ બોલેરો પિકઅપમાંથી રૂ 24.62 લાખના પોષડોડા ઝડપી પાડ્યા. ઇન્દોરથી અમદાવાદ થઈને રાજસ્થાનના સાચોર લઈ જવાઈ રહ્યો હતો.  NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

  • 29 Aug 2025 05:32 PM (IST)

    સુરતમાં શિક્ષિકાના આપઘાત કેસમાં આરોપીની ચેટે દ્વારા થયા ચોંકાવનારા ખૂલાસા

    સુરતના કતારગામમાં શિક્ષિકાના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. FSLના 3 હજાર પાનાના રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, આરોપી કિશોરે શિક્ષિકા સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. બંને વચ્ચેની ચેટ પણ સામે આવી છે જેમાં શિક્ષિકાએ બે વખત ગર્ભપાત કરાવ્યો હોવાનો ઉલ્લેખ છે. ચેટમાં આ પણ ઉલ્લેખિત છે કે આરોપી કિશોર શિક્ષિકાને બળજબરીથી નશો કરાવતો હતો. કેસ દરમિયાન ફરિયાદ પક્ષના એડવોકેટ પિયુષ માંગુકિયાએ દલીલ કરી હતી કે હાલ આરોપીને જામીન આપવામાં ન આવે કારણ કે તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે.

  • 29 Aug 2025 05:17 PM (IST)

    ત્રણ ઈંચ વરસાદે નડિયાદની દશા બગાડી, ઠેર-ઠેર જળભરાવ

    ખેડા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે નડિયાદ શહેરમાં ભારે વરસાદ પડતાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. નડિયાદ શહેરમાં પડેલા 3 ઇંચ વરસાદથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડભાણ રોડ, કલેક્ટર કચેરી, સંતરામ મંદિર રોડ, રબારી કોલોની સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર પર અસર થઈ છે. ત્રણ અંડરપાસોમાં પાણી ભરાઈ જતા શહેરમાં અવરજવર મુશ્કેલ બની છે.

  • 29 Aug 2025 05:01 PM (IST)

    વલસાડ : રિવર્સ લેતા કેન્ટેનરે સર્જ્યો અકસ્માત, બે દુકાનોના તોડફોડ

    વલસાડ : રિવર્સ લેતા કેન્ટેનરે અકસ્માત સર્જ્યો છે. છીપવાડ દાણા બજાર વિસ્તારમાં કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કન્ટેનરે કેશ વાનને અડફેટે લીધી અને બે દુકાનોમાં ઘૂસ્યુ હતુ. આ દરમિયાન દુકાનની અંદર રહેલા વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત વૃદ્ધાને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

  • 29 Aug 2025 04:45 PM (IST)

    ભાવનગર: મહુવામાં ધોધમાર વરસાદ

    ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદી માહોલ સર્જાતા સ્ટેશન રોડ, ગાંધીબાગ, ખારજાપા સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર તેમજ નાગરિકોના રોજિંદા જીવનમાં હાલાકી ઉભી થઈ છે.

  • 29 Aug 2025 04:30 PM (IST)

    તાપીના સોનગઢમાં 4કાલકમાં ખાબક્યો 6 ઈંચ વરસાદ

    બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુગર ફેક્ટરી નજીકના રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થવાની પરિસ્થિતિ સર્જાઈ છે. સ્ટેશન રોડ, ગાંધીરોડ, શાસ્ત્રી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસતાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. બીજી તરફ, સતત વરસતા વરસાદને કારણે શાકભાજી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ વ્યાપી રહી છે.

  • 29 Aug 2025 04:15 PM (IST)

    દેવભૂમિ દ્વારકા: સલાયામાં કૌટુંબિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ

    દેવભૂમિદ્વારકાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે કૌટુંબિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં બબાલનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. અલ્તાફ ગજણ નામના વ્યક્તિએ તેમના બે કુટુંબી ભાઈઓને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. એટલું જ નહીં, તેમણે બાઈકમાં પણ ધોકાથી તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતુ. મિલકત સંબંધિત વિવાદને કારણે જૂના મનદુઃખમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ બંને ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપીયા બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો. પોલીસે આ મારામારી અંગે આરોપી અલ્તાફ ગજણ અને સાલેમામદ ગજણ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 29 Aug 2025 04:09 PM (IST)

    માર્કેટ ડાઉનમાં બંધ થશેનું અનુમાન સાચું પડ્યું

    આજે સવારે 9.29 પર અમે કહ્યું હતુ કે આજે માર્કેટ ડાઉનમાં બંધ થઈ શકે છે ત્યારે તે માર્કેટ બંધ થતા સાંચુ સાબિત થયું છે.

  • 29 Aug 2025 04:00 PM (IST)

    ભૂજની કોલેજમાં યુવતી પર ચાકુથી હુમલો, યુવતીનું મોત

    કચ્છ : ભુજની સંસ્કાર કોલેજ બહાર યુવતી પર કરાયેલા હુમલા બાદ યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે.  ગઇકાલે સાંજે ગાંધીધામના યુવકે યુવતી પર છરી વડે કર્યો હુમલો કર્યો હતો. હુમલામાં યુવતીને ગળા પર  ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવતીએ સંબંધો રાખવાની ના પાડતા યુવકે હુમલો કર્યાનું સામે આવ્યું છે. યુવતીએ યુવકનો મોબાઈલ બ્લોક કર્યો હતો. પશ્ચિમ કચ્છ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. પોલીસે 22 વર્ષીય આરોપી મોહિત સિદ્ધપુરાની ગાંધીધામથી અટકાયત કરી છે.

  • 29 Aug 2025 03:47 PM (IST)

    મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક

    મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે.  ડેમની જળસપાટી 188.24 મીટરે પહોંચી છે. ધરોઈ ડેમનુ જળસ્તર 83.32 ટકાએ પહોંચ્યુ છે.  ડેમમાં 16 હજાર 986 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 4 દરવાજા 1.51 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

  • 29 Aug 2025 03:43 PM (IST)

    મોરબી: હળવદમાં બ્રાહ્મણી નદી પરનો ચેકડેમ તૂટ્યો

    મોરબી: હળવદમાં બ્રાહ્મણી નદી પરનો 20 વરષ જૂનો ચેકડેમ તૂટી પડ્યો છે.  ડેમ તૂટવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. મયુરનગર અને ચાડધ્રા વચ્ચે આવેલો ચેકડેમ ધરાશાઈ થયો છે. નદી બે કાંઠે વહેતી થતા ડેમ તૂટ્યો હોવાનું અનુમાન છે. બે વર્ષ પહેલા ચેકડેમનું સમારકામ કરવામાં આવ્યુ હોવા છતા ડેમ તૂટી પડ્યો છે

  • 29 Aug 2025 03:43 PM (IST)

    નિફ્ટી 24,400 ની નજીક બંધ થયો, સેન્સેક્સ 80,000 ની નીચે સરકી ગયો

     29 ઓગસ્ટના રોજ અસ્થિર સત્રમાં, ભારતીય શેર સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા અને નિફ્ટી 24,500 ની નીચે ગયો. શ્રીરામ ફાઇનાન્સ, ITC, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટ્રેન્ટ, એશિયન પેઇન્ટ્સ નિફ્ટીમાં સૌથી વધુ વધ્યા હતા, જ્યારે મહિન્દ્રા અને મહિન્દ્રા, ઇન્ફોસિસ, એપોલો હોસ્પિટલ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ ઘટ્યા હતા. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો ફ્લેટ બંધ થયા.

  • 29 Aug 2025 03:29 PM (IST)

    મુકેશ અંબાણીએ કહ્યું, AI, સ્વચ્છ ઉર્જા અને જીનોમિક્સ ભારત માટે ‘સુવર્ણ યુગ’ ના દ્વાર ખોલશે.

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ભવિષ્ય માટે વ્યાપક દ્રષ્ટિકોણ સાથે કંપનીના 48મા વાર્ષિક AGM ની શરૂઆત કરી. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી અને જીનોમિક્સ એ ત્રણ મોટી શક્તિઓ તરીકે ઓળખાવ્યા જે 21મી સદીને વ્યાખ્યાયિત કરશે અને રિલાયન્સના વિકાસના આગામી તબક્કાને આગળ ધપાવશે. અંબાણીએ લગભગ 44 લાખ શેરધારકોને જણાવ્યું કે તેની ચમત્કારિક શક્તિને કારણે, AI ને હવે નવી કામધેનુ કહી શકાય. તે આપણા યુગની ઇચ્છા પૂર્ણ કરતી દૈવી ગાય છે. તેમણે વધુમાં કહ્યું કે તેની સિદ્ધિઓ બધા માટે ‘સુપર વિપુલતા અને સુપર પાવર’ ની દુનિયામાં પ્રવેશ કરશે.

  • 29 Aug 2025 03:07 PM (IST)

    મુકેશ અંબાણીએ JIOનો IPO ક્યારે આવશેની કરી જાહેરાત

    મુકેશ અંબાણીએ કહ્યું કે Jioનો IPO આવતા વર્ષના પહેલા ભાગમાં એટલે કે 2026માં આવશે. અમે પેપર્સ ફાઇલ કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યા છીએ.

  • 29 Aug 2025 02:37 PM (IST)

    જેફરીઝે બજાજ ફિનસર્વ પર ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું

     લક્ષ્ય ભાવ રૂ. 2,420 જેફરીઝે બજાજ ફિનસર્વ પર ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું છે. આ સાથે, તેણે રૂ. 2,420 નો લક્ષ્યાંક આપ્યો છે. મેનેજમેન્ટનું લક્ષ્ય આગામી 5 વર્ષમાં ગ્રાહક ફ્રેન્ચાઇઝ, આવક અને નફામાં વાર્ષિક 15-22 ટકા વૃદ્ધિ હાંસલ કરવાનું છે. BALICનું લક્ષ્ય સ્પર્ધકોની સમકક્ષ માર્જિન સુધારવાનું રહેશે. શેરની કિંમત પણ સારી છે.

  • 29 Aug 2025 01:53 PM (IST)

    FMCG અને બેંકિંગ શેરોમાં ખરીદી, ઓટો અને રિયલ્ટીમાં વધુ નબળાઈ

    FMCG અને બેંકિંગ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. કોલગેટ અને RBL બેંક ફ્યુચર્સના ટોચના લાભકર્તાઓમાં સામેલ છે. ઉપરાંત, પસંદગીના NBFC માં થોડી સુસ્તી છે. ઓટો અને રિયલ્ટીમાં નબળાઈ છે. બંને સૂચકાંકો એક ચતુર્થાંશ ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

  • 29 Aug 2025 01:26 PM (IST)

    કર્નેક્સ માઇક્રોસિસ્ટમ્સને રૂ. 209.82 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો

    DFCCIL, નવી દિલ્હીએ DFCCIL ના ઇસ્ટર્ન ફ્રેઇટ કોરિડોર કોરિડોરના ન્યૂ બોરાકી-ન્યૂ ખુર્જા IN-ન્યૂ ભાઉપુર-ન્યૂ ઊંચડીહ-ન્યૂ સોનનગર (લગભગ 931 કિમી) ડબલ લાઇન ઓટોમેટિક સિગ્નલિંગ વિભાગમાં KA VAC (ટ્રેન કોલિઝન એવોઇડન્સ સિસ્ટમ), ટાવર અને અન્ય સંબંધિત કાર્યોના સર્વે, ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, પરીક્ષણ અને કમિશનિંગ માટે કર્નેક્સ માઇક્રોસિસ્ટમ્સ (ઇન્ડિયા) (કન્સોર્ટિયમ) ને સ્વીકૃતિ પત્ર (LOA) જારી કર્યો છે.

  • 29 Aug 2025 01:07 PM (IST)

    મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સે પારિજાત ડેને ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે નિયુક્ત કર્યા

    મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સે પારિજાત ડેને ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. બોર્ડે 1 સપ્ટેમ્બરથી કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે પારિજાત ડેની નિમણૂકને મંજૂરી આપી છે. મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સના શેર 4.80 રૂપિયા અથવા 1.39 ટકા વધીને 349.15 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે.

  • 29 Aug 2025 12:37 PM (IST)

    CG સેમીએ ગુજરાતના સાણંદમાં OSAT સુવિધાઓનું અનાવરણ કર્યું

    CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સની પેટાકંપની CG સેમીએ ગુજરાતના સાણંદમાં તેની પ્રથમ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે.

  • 29 Aug 2025 12:30 PM (IST)

    CG સેમીએ ગુજરાતના સાણંદમાં OSAT સુવિધાઓનું અનાવરણ કર્યું

    CG પાવર અને ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સની પેટાકંપની CG સેમીએ ગુજરાતના સાણંદમાં તેની પ્રથમ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે.

  • 29 Aug 2025 12:29 PM (IST)

    ભારત-અમેરિકા વેપાર મોરચે અનિશ્ચિતતા અર્થતંત્ર માટે જોખમ ઊભું કરે છે

    ભારતીય રિઝર્વ બેંક (RBI) ના બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે ભારત-અમેરિકા વેપાર નીતિઓ પર અનિશ્ચિતતા જોખમો પેદા કરી રહી છે. જોકે, નજીકના ભવિષ્યમાં ફુગાવો વધુ નરમ પડી શકે છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સારું ચોમાસુ અને સારી તાપમાનની સ્થિતિ ખરીફ ઋતુ માટે શુભ સંકેતો છે. વાસ્તવિક ગ્રામીણ વેતનમાં વધારો નાણાકીય વર્ષના બીજા ભાગમાં માંગમાં વધારો તરફ દોરી શકે છે.

  • 29 Aug 2025 12:17 PM (IST)

    ઘટાડા પર GST સંબંધિત શેર ખરીદો, બજારમાં રોકાણકારો માટે સારી તક

    બજારને ફક્ત શોર્ટ કવરિંગ માટે ટ્રિગરની જરૂર છે. છેલ્લા 4 દિવસમાં આખી રેલી નાશ પામી છે. અંતે એક સારી શ્રેણી ખરાબ થઈ ગઈ. FII નું મજબૂત વેચાણ ચાલુ છે. FII એ સપ્ટેમ્બર શ્રેણીમાં મજબૂત શોર્ટ રોલઓવર કર્યું છે. નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં રોલઓવર ખૂબ ઊંચું છે. નવી શ્રેણીની શરૂઆતમાં FII 92 ટકા શોર્ટ પોઝિશનમાં છે. હંમેશા એવી અપેક્ષા રહેશે કે મોટું શોર્ટ કવરિંગ થશે. તેમણે વધુમાં કહ્યું કે આ તેજીનું બજાર કરેક્શન છે, રીંછનું બજાર નહીં. બજારમાં રોકાણકારો માટે હવે સારી તક છે. પરંતુ ટ્રેડિંગમાં તમારે સ્ક્રીનનો આદર કરવો પડશે. નિફ્ટી દિવસના શિખર પર બંધ થાય ત્યાં સુધી 2-3 દિવસ સુધી લાંબા સમય સુધી ન જાઓ. હાલ બજારનું ટેક્સચર “વધતા વેચાણ” જેવું છે. ટૂંકા ગાળાના વેપારમાં પાછલા દિવસના ઉચ્ચ સ્તરના સ્ટોપ લોસને જાળવી રાખો. ફક્ત FMCG, ઓટો, વ્હાઇટ ગુડ્સ, રિટેલમાં જ ખરીદી કરો. ઘટાડા પર GST સંબંધિત શેર ખરીદો. બેંક નિફ્ટીની નબળાઈ સૌથી વધુ પરેશાન કરી રહી છે. પરંતુ બેંક નિફ્ટીમાં હવે ETF ખરીદવાનું શરૂ કરો.

  • 29 Aug 2025 11:44 AM (IST)

    NSE શનિવારે મોક ટ્રેડિંગ સત્રનું આયોજન કરશે: આ સમય છે

    NSE શનિવારે મોક ટ્રેડિંગ સત્રનું આયોજન કરશે. આ સત્ર દરમિયાન કોઈ નવું સોફ્ટવેર અપડેટ બહાર પાડવામાં આવશે નહીં. સભ્યોએ 6 સપ્ટેમ્બર, 2025 પહેલા NEAT+ વર્ઝન 7.8.3 પર સ્થાનાંતરિત કરવું પડશે. મોક સત્ર દરમિયાન કરવામાં આવેલા ટ્રેડ્સમાંથી કોઈ ભંડોળ ચુકવણી અથવા ઉપાડ થશે નહીં. સત્ર સવારે 9 વાગ્યે પ્રી-ઓપન થશે. સામાન્ય ખુલવાનો સમય સવારે 9:15 વાગ્યે રહેશે. બજાર સવારે 10:10 વાગ્યે બંધ થશે અને બપોરે 1:30 થી બપોરે 2 વાગ્યાની વચ્ચે ફરીથી લોગિન કરી શકાય છે. મોક સત્રો બ્રોકર્સને સિસ્ટમ્સ, ઉત્પાદનો અને આકસ્મિકતાઓનું પરીક્ષણ કરવામાં મદદ કરે છે.

  • 29 Aug 2025 11:38 AM (IST)

    GoM એ GST કાઉન્સિલને દર ઘટાડા અંગે પોતાની ભલામણો સુપરત કરી છે

    બજારની નજર 3-4 સપ્ટેમ્બરના રોજ યોજાનારી GST કાઉન્સિલની બેઠક પર છે. GoM એ દર ઘટાડા અંગે પોતાની ભલામણો GST કાઉન્સિલને સુપરત કરી છે. GST કાઉન્સિલ આ ભલામણો પર નિર્ણય લઈ શકે છે. GST કાઉન્સિલની બેઠક 3-4 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, કાપડ અને કાર્પેટ પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે. સિન્થેટિક ફિલામેન્ટ યાર્ન અને સીવણ દોરા પર 5 ટકા GST લાદવાનું સૂચન કરવામાં આવ્યું છે. 2500 સુધીના રેડીમેડ ગાર્મેન્ટ પર 5 ટકા GST લાદવામાં આવી શકે છે. ફૂટવેર પર 5 ટકા GST પ્રસ્તાવિત છે. તે જ સમયે, ખાતરો અને બાયો પેસ્ટિસાઇડ્સ પર 5 ટકા GST લાદવાની ભલામણ કરવામાં આવી છે. સૌર કુકર, સૌર હીટર, ઉર્જા ઉત્પાદનો પર 5% GST પ્રસ્તાવિત છે. બધી દવાઓ અને દવાઓ પર 5% GST ની ભલામણ કરવામાં આવી છે. રાસાયણિક લાકડાના પલ્પ, અનકોટેડ કાગળ અને પરબોર્ડ પર 18% GST ની ભલામણ કરવામાં આવી છે.

  • 29 Aug 2025 10:57 AM (IST)

    બિહારમાં 2,400 મેગાવોટના ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટ માટે અદાણી પાવરને LoA મળ્યો

    અદાણી પાવરને બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની (BSPGCL) તરફથી બિહારના ભાગલપુર જિલ્લામાં પીરપૈંટી ખાતે સ્થાપિત થનારા તેના 2,400 મેગાવોટ (800 મેગાવોટ X 3) ગ્રીનફિલ્ડ અલ્ટ્રા સુપર ક્રિટિકલ પ્લાન્ટમાંથી 25 વર્ષ માટે લાંબા ગાળાની વીજળી ખરીદી માટે લેટર ઓફ એવોર્ડ (LoA) મળ્યો છે.

  • 29 Aug 2025 10:44 AM (IST)

    બજારે શાનદાર વાપસી કરી

    બજારે શાનદાર વાપસી કરી છે… OI પરિવર્તન ઝડપથી નકારાત્મકથી હકારાત્મક તરફ વળી રહ્યું છે

  • 29 Aug 2025 10:41 AM (IST)

    બજાર હવે તેની દિશા બદલી રહ્યું છે. તે શાનદાર વાપસી કરી રહ્યું છે.

    બજાર હવે તેની દિશા બદલી રહ્યું છે. તે શાનદાર વાપસી કરી રહ્યું છે.

    ગમે ત્યારે, નિફ્ટીનો Difference in OI negative હકારાત્મક તરફ જઈ શકે છે એટલે કે ઇન્દ્ર દિવસને પકડવાના માર્ગ પર

  • 29 Aug 2025 10:14 AM (IST)

    ICICI બેંકે અનીશ માધવનને ગ્રુપ ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા

    ICICI બેંકે અનીશ માધવનને ગ્રુપ ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. બેંકના બોર્ડે 28 ઓગસ્ટથી અમલમાં આવતા ગ્રુપ ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર (GCCO) સુબીર સાહા તરફથી મળેલી વહેલા નિવૃત્તિની વિનંતી સ્વીકારી છે અને 29 ઓગસ્ટથી સાહાના સ્થાને હાલના SMP અનીશ માધવનને GCCO તરીકે નિયુક્ત કર્યા છે.

  • 29 Aug 2025 10:14 AM (IST)

    પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હેલ્થના શેરનો ભાવ બે વર્ષના ઉચ્ચ સ્તરે

    પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હેલ્થના શેર બે વર્ષના ઉચ્ચ સ્તરે જોવા મળી રહ્યા છે. આ શેર રૂ. 59.60 અથવા 0.95 ટકાના વધારા સાથે રૂ. 6,346.50 પર જોવા મળી રહ્યો છે. તે રૂ. 6,700 ની 52-અઠવાડિયાની ઊંચી સપાટીને સ્પર્શી ગયો છે. તે રૂ. 6,700 ની ઇન્ટ્રાડે ઊંચી સપાટી અને રૂ. 6,340 ની ઇન્ટ્રાડે નીચી સપાટીને સ્પર્શી ગયો છે. પાછલા ટ્રેડિંગ સત્રમાં, શેર 0.30 ટકા અથવા 19.05 રૂપિયા ઘટીને ₹6,286.90 પર બંધ થયો હતો. હાલમાં આ શેર 52 અઠવાડિયાના નીચલા સ્તરથી 29.2 ટકા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. તેનું માર્કેટ કેપ ₹10,534.80 કરોડ છે.

  • 29 Aug 2025 09:57 AM (IST)

    AGM પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં વધારો

    AGM પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 6.55 રૂપિયા અથવા 0.47 ટકાના વધારા સાથે 1,394.20 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. તે 1,394.55 રૂપિયાના ઇન્ટ્રાડે હાઇ અને 1,382.80 રૂપિયાના ઇન્ટ્રાડે લોને સ્પર્શી ગયો છે. પાછલા ટ્રેડિંગ સત્રમાં, શેર 0.17 ટકા અથવા 2.35 રૂપિયાના વધારા સાથે 1,387.65 રૂપિયા પર બંધ થયો હતો. હાલમાં, શેર તેના 52-અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરથી 10.11 ટકા ઘટીને અને 52-અઠવાડિયાના નીચલા સ્તરથી 24.98 ટકા વધીને ટ્રેડ કરી રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 1,886,697.33 કરોડ છે.

  • 29 Aug 2025 09:48 AM (IST)

    પ્રભુદાસ લીલાધરે એમ્બર એન્ટરપ્રાઇઝ પર ‘બાય’ રેટિંગ આપ્યું છે, ટાર્ગેટ રૂ. 9782

    પ્રભુદાસ લીલાધરે એમ્બર એન્ટરપ્રાઇઝ પર ‘બાય’ રેટિંગ આપ્યું છે, ટાર્ગેટ રૂ. 9782. એમ્બર એન્ટરપ્રાઇઝ ઇન્ડિયાનો ભાવ રૂ. 88.10 અથવા 1.21 ટકા વધીને રૂ. 7,340.00 પર ટ્રેડ થઈ રહ્યો છે. તે રૂ. 7,349.50 ની ઇન્ટ્રાડે હાઇ અને રૂ. 7,255.00 ની ઇન્ટ્રાડે લોને સ્પર્શી ગયો છે. પાછલા ટ્રેડિંગ સત્રમાં, શેર રૂ. 7,251.90 પર બંધ થયો હતો, જે 0.41 ટકા અથવા 29.35 વધીને રૂ. 7.251.90 પર બંધ થયો હતો. હાલમાં, શેર તેના 52-સપ્તાહના ઉચ્ચતમ સ્તરથી 10.21 ટકા નીચે અને તેના 52-સપ્તાહના નીચલા સ્તરથી 71.9 ટકા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 24,876.05 કરોડ છે.

  • 29 Aug 2025 09:30 AM (IST)

    સેન્સેક્સ-નિફ્ટીમાં થોડો વધારો

    મિશ્ર વૈશ્વિક સંકેતો છતાં, 29 ઓગસ્ટના રોજ ભારતીય સૂચકાંકો થોડા ઘટાડા સાથે ખુલ્યા. હાલમાં, સવારે 9.22 વાગ્યાની આસપાસ, સેન્સેક્સ 148.67 પોઈન્ટ એટલે કે 0.19 ટકાના વધારા સાથે 80,233.53 ના સ્તરે જોવા મળી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી 33.95 પોઈન્ટ એટલે કે 0.14 ટકાના વધારા સાથે 24,540.70 ના સ્તરે જોવા મળી રહ્યો છે.

  • 29 Aug 2025 09:29 AM (IST)

    આજે માર્કેટ ડાઉનમાં બંધ થઈ શકે છે

    માર્કેટ ખુલતા આજે કઈ ખાવ વધારો જોવા મળી રહ્યો નથી પણ અનુમાન છે કે આજે નિફ્ટા 50થી 75 પોઈન્ટ અપ જઈ શકે છે પણ ડાઉન સાઈડમાં માર્કેટ બજાર બંધ થવાની અપેક્ષા છે.

  • 29 Aug 2025 09:26 AM (IST)

    વસની પહેલી કેન્ડલ પર 5MTF અને 1MTF બંને પર ખરીદીનો સંકેત આવ્યો

    દિવસની પહેલી કેન્ડલ પર 5MTF અને 1MTF બંને પર ખરીદીનો સંકેત આવ્યો છે, જેનો અર્થ એ છે કે અહીંથી નિફ્ટી 50-70 પોઈન્ટ અને વિકલ્પોમાં 10 થી 20 ટકા વધવાની શક્યતા છે.

  • 29 Aug 2025 09:21 AM (IST)

    રૂપિયો ઘટાડા સાથે ખુલ્યો

    શુક્રવારે, ભારતીય રૂપિયો 87.69 પ્રતિ ડોલર પર થોડો ઘટાડો સાથે ખુલ્યો. જ્યારે ગુરુવારે તે 87.63 પર બંધ થયો.

  • 29 Aug 2025 09:21 AM (IST)

    બેંકનિફ્ટીનું પ્રો ઓપનિંગ નબળું

    બેંકનિફ્ટીનું પ્રો ઓપનિંગ નબળું છે, તેથી ઓપનિંગ પણ નબળું રહેવાની ધારણા છે.

    બેંકનિફ્ટીના 12 માંથી 10 શેર લાલ નિશાનમાં છે.

  • 29 Aug 2025 09:13 AM (IST)

    પ્રી-ઓપનમાં, બજાર કોઈ એક દિશામાં જતું હોય તેવું લાગતું નથી

    પ્રી-ઓપનમાં, બજાર કોઈ એક દિશામાં જતું હોય તેવું લાગતું નથી. અડધા શેર લીલા અને અડધા લાલ રંગમાં છે

  • 29 Aug 2025 09:09 AM (IST)

    પ્રી-ઓપનમાં માર્કેટ ઘટ્યું

    બેન્ચમાર્ક સૂચકાંકો શરૂઆતના સત્રમાં ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ 199.23 પોઈન્ટ અથવા 0.25 ટકાના ઘટાડા સાથે 79,881.34 પર અને નિફ્ટી 58.20 પોઈન્ટ અથવા 0.24 ટકાના ઘટાડા સાથે 24,442.70 પર જોવા મળી રહ્યો છે.

  • 29 Aug 2025 08:59 AM (IST)

    નિફ્ટી પુટ ઓપ્શન ડેટા

    24,000 ની સ્ટ્રાઈક પર 59.03 લાખ કોન્ટ્રેક્ટનો મહત્તમ પુટ ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળ્યો હતો, જે આગામી ટ્રેડિંગ સત્રોમાં એક મહત્વપૂર્ણ સપોર્ટ સ્તર તરીકે કાર્ય કરશે.

  • 29 Aug 2025 08:59 AM (IST)

    નિફ્ટી કોલ ઓપ્શન ડેટા

    માસિક ધોરણે, 25,000 સ્ટ્રાઇક પર 96.04 લાખ કોન્ટ્રેક્ટનો મહત્તમ કોલ ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળ્યો હતો જે આગામી ટ્રેડિંગ સત્રોમાં એક મહત્વપૂર્ણ પ્રતિકાર સ્તર તરીકે કાર્ય કરશે.

  • 29 Aug 2025 08:53 AM (IST)

    યુએસ શેરબજારમાં વધારો

    Nvidia ના ત્રિમાસિક અહેવાલ રોકાણકારોની અપેક્ષાઓ કરતાં ઓછો રહ્યા પછી, S&P 500 અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ગુરુવારે રેકોર્ડ ઊંચાઈએ બંધ થયા, પરંતુ કૃત્રિમ બુદ્ધિમત્તા માળખા પર ખર્ચમાં વધારો થયો તેની પુષ્ટિ થઈ. S&P 500 0.32% વધીને 6,501.86 પોઈન્ટ પર બંધ થયો, જે સતત બીજા દિવસે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો. Nasdaq 0.53% વધીને 21,705.16 પર પહોંચ્યો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.16% વધીને 45,636.90 પર પહોંચ્યો, જે 22 ઓગસ્ટના રોજ સેટ કરેલા તેના અગાઉના રેકોર્ડ ઊંચાઈને પણ વટાવી ગયો.

  • 29 Aug 2025 08:53 AM (IST)

    GIFT નિફ્ટી સકારાત્મક શરૂઆતનો સંકેત આપી રહ્યું

    GIFT નિફ્ટી વધુ ટ્રેડ થઈ રહ્યો છે, જે ભારતના વ્યાપક સૂચકાંકો માટે સકારાત્મક શરૂઆતનો સંકેત આપે છે. GIFT નિફ્ટી 42 પોઈન્ટ અથવા 0.17 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી ફ્યુચર્સ 24,668 સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે

Published On - Aug 29,2025 8:51 AM

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">