AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : આજે શેરબજારમાં નહીં કરી શકાય કમાણી, કરન્સી માર્કેટ સહિત બધુ જ બંધ રહેશે

જો તમે પણ શેરબજારમાંથી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે  ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે એટલે કે બિઝનેસ વીકના છેલ્લા દિવસ શુક્રવારે  શેરબજારમાંથી કમાણી કરી શકાશો નહીં. ગુરુ નાનક જયંતિ નિમિત્તે આજે શેરબજાર અને કરન્સી બજાર બંધ રહેશે.

Share Market : આજે શેરબજારમાં નહીં કરી શકાય કમાણી, કરન્સી માર્કેટ સહિત બધુ જ બંધ રહેશે
| Updated on: Nov 15, 2024 | 8:40 AM
Share

જો તમે પણ શેરબજારમાંથી કમાણી કરો છો તો આ સમાચાર તમારા માટે  ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે એટલે કે બિઝનેસ વીકના છેલ્લા દિવસ શુક્રવારે  શેરબજારમાંથી કમાણી કરી શકાશો નહીં. ગુરુ નાનક જયંતિ નિમિત્તે આજે શેરબજાર અને કરન્સી બજાર બંધ રહેશે.

BSE-NSE પર ટ્રેડિંગ નહીં થાય

આજે  BSE-NSE પર કોઈ ટ્રેડિંગ થશે નહીં. ગુરુ નાનક જયંતિના આ દિવસે ડેરિવેટિવ્ઝ, ઈક્વિટી, SLB, કરન્સી ડેરિવેટિવ્ઝ અને ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ પણ દિવસ માટે બંધ રહેશે. જેથી રોકાણકારો કોઇપણ જાતની ટ્રેડિંગ કરી શકશે નહીં

કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ પણ રહેશે બંધ

બીજી તરફ કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ પણ સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે, જ્યારે તે સાંજે 5 વાગ્યા પછી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ સિવાય ટ્રેડિંગ સપ્તાહનો છેલ્લો દિવસ હોવાને કારણે હવે બજારો સીધા સોમવારે એટલે કે 3 દિવસ પછી ખુલશે. ચાલો જાણીએ કે શેરબજારમાં કઇ રજાઓ રહેશે.

BSE માં રજાઓ ક્યારે છે?

BSE હોલિડે કેલેન્ડર મુજબ, 2024માં ટ્રેડિંગ 16 દિવસ માટે બંધ રહેશે. શેરબજારો આ વર્ષે અત્યાર સુધી 13 દિવસ માટે બંધ રહ્યા છે, છેલ્લી વખત તેઓ શુક્રવાર, 1 નવેમ્બરના રોજ લક્ષ્મી પૂજા માટે બંધ રહ્યા હતા. આ પછી, 25 ડિસેમ્બર, બુધવારે નાતાલના અવસર પર બજારો બંધ રહેશે. આ સિવાય મહારાષ્ટ્રમાં ચૂંટણીને કારણે 20 નવેમ્બરે શેરબજાર બંધ રહેશે.

સપ્તાહની રજાઓ

  • 16 નવેમ્બર: શનિવાર
  • 17 નવેમ્બર: રવિવાર
  • 23 નવેમ્બર : શનિવાર
  • 24 નવેમ્બર: રવિવાર
  • 30 નવેમ્બર: શનિવાર

2024 માં શેરબજારની રજાઓ

દિવાળીના અવસરે 1 નવેમ્બરે શેરબજાર પણ બંધ હતું, જોકે સાંજે 6:00 થી 7:10 વાગ્યા સુધી ખાસ મુહૂર્ત ટ્રેડિંગ સેશન રાખવામાં આવ્યું હતું. હવે 15 અને 20 નવેમ્બરે બજાર બંધ રહેશે. આ પછી, ડિસેમ્બરમાં ક્રિસમસ (25મી ડિસેમ્બર) પર એક દિવસની રજા રહેશે.

g clip-path="url(#clip0_868_265)">