Stock Market : આજે શેરબજારની ફ્લેટ શરૂઆત, SENSEX અને NIFTY માં 0.3% નો પ્રારંભિક ઘટાડો દેખાયો

આજે સેન્સેક્સ(SENSEX ) 60 પોઇન્ટની મજબૂતી સાથે ખુલ્યો હતો તો નિફ્ટીમાં(NIFTY) 7 અંકના સાધારણ ઘટાડા સાથે કારોબાર શરૂ થયો છે.

Stock Market : આજે શેરબજારની ફ્લેટ શરૂઆત, SENSEX અને NIFTY માં 0.3% નો પ્રારંભિક ઘટાડો દેખાયો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 10:17 AM

સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર(Stock Market )માં સપાટ શરૂઆત થઈ હતી. આજના કારોબારની શરૂઆત સાથે BSEનો 30 શેરો વાળો સેન્સેક્સ(SENSEX ) 60 પોઇન્ટની મજબૂતી સાથે ખુલ્યો હતો તો NSEનો 50 શેરો વાળો નિફ્ટી(NIFTY) 7 અંકના સાધારણ ઘટાડા સાથે શરૂ થયો છે. આજે એશિયાના મહત્વપૂર્ણ શેર બજારોમાં એક ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

આ અગાઉ સોમવારે ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકઆંક રેકોર્ડ ઉચ્ચ સ્તરે ખુલ્યા હતા. જોકે દિવસભરના ઉતાર – ચઢાવના અંતે ઇન્ડેક્સ લાલ નિશાન નીચે બંધ થયા હતા.BSEનો 30 શેરો વાળા સેન્સેક્સ 189 પોઇન્ટ તૂટ્યો હતો. બેંચમાર્ક ઇન્ડેક્સ 0.36% ઘટાડા સાથે 52,735 પર બંધ થયો છે. બીજી તરફ NSE ના નિફ્ટીએ 0.29% મુજબ 45 અંક તૂટીને 15,814 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ 28 જૂનના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 1,658 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. એટલે કે તેમણે જે રૂપિયાની ખરીદી કરી હતી તેના કરતા વધુ રકમના શેર વેચ્યા છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 1,277 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

આજે એશિયાના મુખ્ય શેર બજારોમાં નબળાઈ દેખાઈ રહી છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 1% , હોંગકોંગનું હેંગ સેંગ 0.75% , ચીનના શાંઘાઈ કમ્પોઝિટ લગભગ 1% અને કોરિયાનો કોસ્પી લગભગ 0.40% ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. યુએસના બજારોમાં મિશ્ર વલણ રહ્યું હતું. ડાઉ જોન્સ 0.44% નીચે બંધ થયો છે. જો કે, નાસ્ડેકમાં 0.98% નો વધારો થયો છે. એસ એન્ડ પી 500 માં પણ 0.23% ની મજબૂતી આવી છે.

સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં પણ વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં સારો કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં ઘટાડાની સ્થિતિ જોવા મળી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">