શેરબજાર નેગેટિવ ઝોનમાં થયુ બંધ, સેન્સેક્સ ૩૨૩ તો નિફટી ૮૮ પોઈન્ટ ઘટ્યુ

  ભારતીય શેરબજારો આજે ઘટાડા સાથે બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 323 અંક ઘટીને 38979 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 88 અંક ઘટીને 11516 પર બંધ રહ્યો હતો. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે અને નિફ્ટી નકારાત્મક પરિણામમાં જોવા મળ્યા હતા. સેન્સેક્સ પર HCL ટેક, ઈન્ફોસિસ, મારૂતિ સુઝુકી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HCL ટેક 2.36 ટકા […]

શેરબજાર નેગેટિવ ઝોનમાં થયુ બંધ, સેન્સેક્સ ૩૨૩ તો નિફટી ૮૮ પોઈન્ટ ઘટ્યુ
Ankit Modi

| Edited By: Bipin Prajapati

Sep 17, 2020 | 6:06 PM

ભારતીય શેરબજારો આજે ઘટાડા સાથે બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 323 અંક ઘટીને 38979 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 88 અંક ઘટીને 11516 પર બંધ રહ્યો હતો. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે અને નિફ્ટી નકારાત્મક પરિણામમાં જોવા મળ્યા હતા.

સેન્સેક્સ પર HCL ટેક, ઈન્ફોસિસ, મારૂતિ સુઝુકી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HCL ટેક 2.36 ટકા વધીને 808.00 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 0.96 ટકા વધીને 1010.65 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ, પાવર ગ્રીડ કોર્પ, ટીસીએસ, લાર્સન, આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 2.23 ટકા ઘટીને 6006.60 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 2.07 ટકા ઘટીને 168.35 પર બંધ રહ્યો હતો.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.24 ટકા સુધી નીચી સપાટીએ બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.25 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.51 ટકાની ઘટીને બંધ થયા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati