શેરબજારના જાણકારોના મતે 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ બજારની સ્થિરતા પર અસર થવાની શક્યતા છે. ત્યારબાદ બજારમાં સ્પષ્ટ વલણ બહાર આવી શકે છે. નિષ્ણાતોના મતે આ સપ્તાહે સ્થાનિક સ્તરે કોઈ મોટી ઘટનાઓ નથી તેથી શેરબજાર મોટાભાગે વૈશ્વિક બજારોની સ્થિતિ પર નિર્ભર રહેશે. જાણકારોના જણાવ્યા મૂજબ ફોરેન ઈન્વેસ્ટર્સની ગતિવિધિ, ક્રૂડ ઓઈલના ભાવ અને અમેરિકી ડોલર સામે રૂપિયાની સ્થિતિ સ્થાનિક શેરબજારોની મુવમેન્ટને અસર કરશે.
મજબૂત વૈશ્વિક સેન્ટિમેન્ટની ગેરહાજરીમાં બજારનું સેન્ટિમેન્ટ અમેરિકી બોન્ડ યીલ્ડ, ડોલર ઈન્ડેક્સ અને ક્રૂડ ઓઈલના ભાવ તેમજ મજબૂતીની અપેક્ષાએ સંસ્થાકીય રોકાણો પર આધારિત રહેશે. ઓગસ્ટ મહિનાથી FPIs મોટા સ્તર પર ભારતીય બજારોમાંથી મૂડી પરત ખેંચી રહ્યા છે. જિયોજીત ફાઈનાન્શિયલ સર્વિસિસના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજય કુમારના જણાવ્યા અનુસાર, 1 ઓગસ્ટથી 15 નવેમ્બર સુધીમાં FPIsએ 83,422 કરોડ રૂપિયાના શેરનું કુલ ચોખ્ખું વેચાણ કર્યું છે.
આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે, DII એ 77,995 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી. DII સાથે વ્યક્તિગત રોકાણકારો દ્વારા ખરીદી કરવાથી FPIs ના વેચાણની કોઈ અસર જોવા મળી નથી. DII અને વ્યક્તિગત રોકાણકારોની ખરીદીના લીધે નિફ્ટી ફરી એકવાર 19,700 ના લેવલની આસપાસ છે, જે ઓગસ્ટની શરૂઆતમાં હતો.
આ પણ વાંચો : જે રોકાણકારો પાસે ટાટા મોટર્સના શેર છે, તેઓને ટાટા ટેકનોલોજીસના IPOમાં મળશે ફાયદો
માસ્ટર કેપિટલ સર્વિસિસ લિમિટેડના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અરવિંદર સિંહ નંદાએ જણાવ્યું હતું કે, બજાર વૈશ્વિક અને સ્થાનિક મેક્રો-ઈકોનોમિક ડેટા, યુએસ બોન્ડ યીલ્ડ, ક્રૂડ ઓઈલ સ્ટોરેજ, FIIs અને DIIsના રોકાણ અને ડોલર સામે રૂપિયાની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગયા વીકમાં સેન્સેક્સ 890.05 પોઈન્ટ એટલે કે 1.37 ટકા વધ્યો હતો. નિફ્ટી 306.45 પોઈન્ટ એટલે કે 1.57 ટકા વધ્યો હતો.
Published On - 3:26 pm, Sun, 19 November 23