Share Market: જબરદસ્ત તેજીના પગલે SENSEX 1128 પોઇન્ટ ઉછળ્યો

આજે ભારતીય શેરબજાર(Share Market)માં સતત બીજા દિવસે વૃદ્ધિ નોંધાઈ હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 1128 પોઇન્ટના વધારા સાથે 50,136.58 પર બંધ થયો છે.

Share Market: જબરદસ્ત તેજીના પગલે SENSEX 1128 પોઇન્ટ ઉછળ્યો
Stock Market
Follow Us:
| Updated on: Mar 30, 2021 | 4:38 PM

આજે ભારતીય શેરબજાર(Share Market)માં સતત બીજા દિવસે વૃદ્ધિ નોંધાઈ હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 1128 પોઇન્ટના વધારા સાથે 50,136.58 પર બંધ થયો છે. આ પહેલા 16 માર્ચે ઇન્ડેક્સ 50100 ની ઉપર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 337 પોઇન્ટ વધીને 14,845.10 પર બંધ રહ્યો હતો. સવારથી જ બજારમાં તેજીનું વલણ સ્પષ્ટ નજરે પડતું હતું આજે સવારે શેરબજારના મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 323 અંક સાથે 49,331.68 અને નિફ્ટી 121 અંક સાથે 14,628.50 પર ખુલ્યો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ

Market SENSEX NIFTY
Index 50,136.58 14,845.10
Gain  +1,128.08 (2.30%) +337.80 (2.33%)

આજના કારોબારી સત્રના અંતે ભારતીય બજાર મજબૂત સ્થિતિ સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 14840 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 50136.58 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 14,878.60 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 50,264.65 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું હતું.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.98 ટકા વધીને 20,166.59 ના સ્તર પર બંધ થયા જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.30 ટકાની મજબૂતીની સાથે 20,543.39 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 1.67 ટકાના વધારાની સાથે 33,875.10 ના સ્તર પર બંધ થયા છે.

આજે એક્સચેંજ પરના શેરમાં 49% નો વધારો થયો હતો. બજારની માર્કેટ કેપમાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 માંથી 27 શેરોમાં તેજી આવી છે. એચડીએફસી બેંકના શેરમાં સૌથી વધુ 4% નો વધારો નોંધવામાં આવ્યો છે. આજે એક્સચેન્જમાં 3,162 શેરોમાં ટ્રેડિંગ થયું હતું જેમાંથી 1,555 શેરોમાં ઉછાળો નોંધાયો હતો. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 204.78 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે 26 માર્ચે તે 201.27 લાખ કરોડ રૂપિયા હતી.

આજના કારોબાર દરમ્યાન આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો. SENSEX Open 49,331.68 High 50,268.45 Low 49,331.68

NIFTY Open 14,628.50 High 14,876.30 Low 14,617.60

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">