AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Opening Bell : વચગાળાના બજેટ બાદ શેરબજારની દમદાર શરૂઆત, આજે આ સ્ટોક્સ પર રાખજો નજર

Share Market Opening Bell : વચગાળાના બજેટની રજૂઆતના દિવસે બજારમાં અસ્થિરતા જોવા મળી હતી અને મુખ્ય સૂચકાંકો ટ્રેડિંગના અંતે મામૂલી નુકસાન સાથે બંધ થયા હતા.જોકે આજે શુક્રવારના ટ્રેડિંગમાં બજાર તેજી સાથે ખુલ્યું છે.

Share Market Opening Bell : વચગાળાના બજેટ બાદ શેરબજારની દમદાર શરૂઆત, આજે આ સ્ટોક્સ પર રાખજો નજર
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2024 | 9:20 AM
Share

Share Market Opening Bell : વચગાળાના બજેટની રજૂઆતના દિવસે બજારમાં અસ્થિરતા જોવા મળી હતી અને મુખ્ય સૂચકાંકો ટ્રેડિંગના અંતે મામૂલી નુકસાન સાથે બંધ થયા હતા.જોકે આજે શુક્રવારના ટ્રેડિંગમાં બજાર તેજી સાથે ખુલ્યું છે. શુક્રવારે સવારે ગિફ્ટ નિફ્ટીમાં વધારો જોવા મળી રહ્યો છે.અમેરિકામાં પણ સારા કારોબાર બાદ બજાર બંધ થયા હતા

Stock Market Opening(2 February 2024)

  • SENSEX  : 71,977.56  +332.27 
  • NIFTY      : 21,812.75  +115.30 

વિદેશી બજારોના સંકેતો કેવા હતા?

ગુરુવારના કારોબારમાં અમેરિકન બજારોમાં ઉછાળો જોવા મળ્યો છે. ટ્રેડિંગના અંતે, S&P 500 માં 1.25 ટકાનો વધારો જોવા મળ્યો જયારે  નાસ્ડેક 1.3 ટકા વધીને બંધ રહ્યો હતો. ડાઉ જોન્સમાં લગભગ એક ટકાનો ઉછાળો હતો. તે જ સમયે, શુક્રવારે સવારે એશિયન માર્કેટમાંથી સંકેતો પણ સકારાત્મક છે. અને શરૂઆતના કારોબાર દરમિયાન એશિયન બજારોમાં ઉછાળો જોવા મળ્યો છે.

આજે આ સ્ટોક્સ પર રાખજો નજર

Paytm સ્ટોક શુક્રવારે પણ ફોકસમાં રહેશે. ગુરુવારે શેરમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર બંધ થયા બાદ મેનેજમેન્ટે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. આ ઉપરાંત બજાર હીરો મોટોકોર્પએ જાન્યુઆરી વેચાણના આંકડા જાહેર થઇ રહ્યા છે. એબોટ ઈન્ડિયાએ ત્રિમાસિક પરિણામો આવી રહ્યા છે. આઈશર મોટર્સના જાન્યુઆરી વેચાણના આંકડાની અસર દેખાશે, સોનાટા સોફ્ટવેર અને બાટા ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામો પર પણ નજર રહેશે.

આજે આ કંપનીઓના પરિણામ આવશે

આજે Tata Motors, UPL, Delhivery, Bank of India, Bikaji Foods, Century Plywood, Dalmia Bharat, Devyani International, Engineers India, Indigo, LIC હાઉસિંગ ફાઈનાન્સ, Rategain Travel, Ujjivan Financial Services ના પરિણામો જાહેર કરવામાં આવશે.

F&O બજારના સંકેતો શું છે?

ઇન્ડિયા સિમેન્ટ્સ અને ઇન્ડસ ટાવરને 2 ફેબ્રુઆરીની F&O પ્રતિબંધ યાદીમાંસામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટીલ ઓથોરિટી અને ઝી એન્ટરટેઈનમેન્ટ આ યાદીમાં રહેશે. હાલમાં, ટાટા કન્ઝ્યુમર, ઈન્ટરગ્લોબ એવિએશન, આરબીએલ બેંકમાં લોંગ બિલ્ડઅપ, વોલ્ટાસ, ડીઆરએલ, ચંબલ ફર્ટિલાઈઝરમાં લોંગ અનવાઈન્ડિંગ, ઈન્ડસ ટાવર, ઈન્ડિયા સિમેન્ટ્સ, એબીબી ઈન્ડિયા અને એલએન્ડટીમાં શોર્ટ બિલ્ડઅપ અને ગોદરેજ કન્ઝ્યુમર, સિપ્લા, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સમાં શોર્ટ કવરિંગ જોવા મળી છે.

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">