Share Market : ચાલુ સપ્તાહે આ શેર્સ ઉપર રાખજો નજર, કારોબારમાં ઉચિત સમયે લીધેલો નિર્ણય માલામાલ બનાવી શકે છે
રિઝર્વ બેંક(RBI)ની પોલિસી સમીક્ષા થવાની છે અને તેના પરિણામો બુધવારે આવશે જ્યારે કોરોનાના નવા વેરિએન્ટને લઈને અપડેટ્સ પણ બહાર આવી શકે છે. આ સાથે આ અઠવાડિયે ઘણી કંપનીઓ રોકાણકારો અને વિશ્લેષકોને મળશે અને તેમનો પક્ષ રજૂ કરશે.
ચાલુ સપ્તાહે શેરબજાર(Share Market)માં જોરદાર એક્શન જોવા મળી શકે છે. આ સમય દરમિયાન રિઝર્વ બેંક(RBI)ની પોલિસી સમીક્ષા થવાની છે અને તેના પરિણામો બુધવારે આવશે જ્યારે કોરોનાના નવા વેરિએન્ટને લઈને અપડેટ્સ પણ બહાર આવી શકે છે. આ સાથે આ અઠવાડિયે ઘણી કંપનીઓ રોકાણકારો અને વિશ્લેષકોને મળશે અને તેમનો પક્ષ રજૂ કરશે. ઘણી કંપનીઓ અંગે અહેવાલો આવી રહ્યાં છે અને આ અઠવાડિયે તેમનામાં એક્શન જોવા મળી શકે છે. એટલે કે, જો તમે આ શેરોમાં રોકાણ કરો છો અને અથવા નવું રોકાણ કરવા માંગો છો, તો તમે આ કંપનીઓને તમારી Wish List માં રાખી શકો છો.
ઇન્વેસ્ટર અને એનાલિસ્ટ સાથે મુલાકાત એક મીડિયા રિપોર્ટ અનુસાર આ અઠવાડિયે શોપર્સ સ્ટોપ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, કેન ફિન હોમ્સ, ક્રોમ્પટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સ, યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ, એક્સિસ બેંક, રેડિંગ્ટન અને આરએસીએલ રોકાણકારો ,વિશ્લેષકો અથવા શેરધારકો સાથે બેઠક કરશે.
બેઠકોની શું અસર થશે આ બેઠકોમાં કંપનીના મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલા સંકેતો પર બજારની નજર રહેશે. વાસ્તવમાં આ બેઠકો દ્વારા મેનેજમેન્ટ કંપનીની સ્થિતિ, ભાવિ યોજનાઓ વગેરેની માહિતી આપે છે. બીજી તરફ વિશ્લેષકો આ બેઠકોમાંથી મેળવેલી માહિતીનો ઉપયોગ કંપની માટે અહેવાલો તૈયાર કરવા માટે કરે છે જે કંપનીમાં રોકાણ માટેનું ચિત્ર સ્પષ્ટ કરે છે.
આ કંપનીઓના શેર ઉપર નજર રાખજો આ અઠવાડિયે ઘણી એવી કંપનીઓ છે જે સમાચારમાં છવાઈ છે અને આ સમાચારોના આધારે તેમાં એક્શન જોવા મળી શકે છે. આ કંપનીઓમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સનો સમાવેશ થાય છે જેમાં HDFC એસેટ મેનેજમેન્ટ સિસ્ટમે તેનો હિસ્સો ઘટાડ્યો છે. ટીમલીઝ સર્વિસે તેની પેટાકંપની IIJT એજ્યુકેશનમાં 100% શેરહોલ્ડિંગ વેચ્યું છે, ટેક મહિન્દ્રાએ આ અઠવાડિયે માહિતી આપી છે કે તે યુએસ સ્થિત કંપનીમાં 100% હિસ્સો ખરીદશે. લ્યુપિને બ્રાઝિલના બજાર માટે માર્કેટિંગ અને વિતરણ માટે કરાર કર્યો છે. બીજી તરફ તત્વ ચિંતન ફાર્માએ તેના ટોચના મેનેજમેન્ટમાં નવી નિમણૂક કરી છે.
ગત સપ્તાહના કારોબારની સ્થિતિ અગાઉના સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં કોરોનાના નવા વેરિઅન્ટના માર્કેટમાં ગભરાટ જોવા મળ્યો હતો જેના કારણે બજાર તૂટ્યું હતું. આ કારણોસર ગત સપ્તાહની શરૂઆત ખૂબ જ સાવધાની સાથે થઈ હતી અને સપ્તાહના પ્રથમ બે દિવસ બજાર લગભગ સ્થિર રહ્યું હતું. જે બાદ આગામી બે દિવસ એટલે કે ડિસેમ્બરના પહેલા બે દિવસ સુધી માર્કેટમાં વધારો જોવા મળ્યો અને સેન્સેક્સ 57064ના સ્તરથી વધીને 58461ના સ્તરે પહોંચી ગયો. જો કે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 765 પોઈન્ટના ભારે ઘટાડા સાથે 57696 ના સ્તર પર બંધ થયો હતો.
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલ ની કિંમત શું છે ? જાણો અહેવાલ દ્વારા
આ પણ વાંચો : ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે? આ સરળ સ્ટેપ ફોલો કરી પૈસા પરત મેળવી શકાશે, જાણો વિગતવાર