માતા-પિતાની સેવા કરીને ટેક્ષ બચાવો અને ફાયદો મેળવો, જાણો કેવી રીતે
ટેક્ષ નિષ્ણાતોના (tax experts) મતે જો તમે તમારા માતા-પિતાની મદદ લો તો પણ ટેક્સની બચત કરી શકાય છે. આ લેખમાં અમે તમને આવા જ કેટલાક ઉપાય (tax savings tips) જણાવીશું.
તમે મર્યાદાથી વધુ કમાણી કરો છો, તો આવકવેરો (Income Tax) વસૂલવાનું શરૂ થાય છે. હાલમાં કરમુક્ત મર્યાદા વાર્ષિક 2.5 લાખ રૂપિયા છે. ત્યારબાદ 5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક પર 5 ટકા ટેક્સ લાગે છે. 2.5 લાખની મર્યાદા વટાવ્યા પછી, તમે ટેક્સ બચાવવાનો પ્રયાસ કરો છો અને આ માટે વિવિધ ટેક્સ કપાતની જોગવાઈઓ છે. ટેક્સ નિષ્ણાતોના મતે જો તમે તમારા માતા-પિતાની મદદ લો તો પણ ટેક્સની બચત કરી શકાય છે. આ લેખમાં અમે તમને આવા જ કેટલાક ઉપાય જણાવીશું. જો તમારા માતા-પિતાની કરપાત્ર આવક નથી, તો તેમના માટે રોકાણનો પોર્ટફોલિયો તૈયાર કરો. પોર્ટફોલિયો તૈયાર કર્યા પછી, પેરેન્ટ્સ માટે ગિફ્ટિંગ કરો, જેનાથી ટેક્સમાં રાહત મળશે. પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ, વરિષ્ઠ નાગરિકોની બચત યોજનાઓ અને અન્ય પ્રકારની કર બચત યોજનાઓમાં માતાપિતાના નામે રોકાણ કરી શકાય છે.
સીનિયર સિટીઝનને ટેક્સમાં વધારે છૂટ
સીનિયર સિટીઝન માટે કર મુક્તિ મર્યાદા રૂ. 3 લાખ અને સુપર વરિષ્ઠ નાગરિકો માટે રૂ. 5 લાખ છે. વરિષ્ઠ નાગરિકોને વ્યાજની આવક પર 50,000 રૂપિયા સુધીની છૂટ મળે છે, જ્યારે સામાન્ય લોકો માટે આ મર્યાદા 10,000 રૂપિયા છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા માતા-પિતાને રોકડ ભેટ આપો અને તેઓ તેને ટેક્સ સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરો, તો તમને ટેક્સમાં ડબલ લાભ મળશે.
માતા-પિતાને ભાડું આપી શકો છો
જો તમે કામ કરો છો અને તમારા માતા-પિતા સાથે રહો છો, તો તમે તેમને ભાડું આપી શકો છો જે તેમના નામે છે. તમે આ ભાડા પર HRA નો દાવો કરી શકો છો. જો માતા-પિતાની પોતાની આવક કરપાત્ર નથી, તો તેઓ ભાડાની આવક પર કોઈપણ કર માટે જવાબદાર રહેશે નહીં અને તે તમારા માટે કર બચત યોજના જેવી છે. જો માતા-પિતા ઇચ્છે તો તેઓ ભરણપોષણ તરીકે ભાડાની આવકમાંથી 30 ટકા કપાત મેળવી શકે છે. આ લાભ કલમ 24 હેઠળ ઉપલબ્ધ છે. જો ભાડાની આવક 1 લાખથી વધુ હોય તો તેમનો PAN જરૂરી છે.
માતા-પિતાના નામે ખરીદો આરોગ્ય વીમો
જો તમે તમારા સીનિયર સિટીઝન માતા-પિતાના નામ પર સ્વાસ્થ્ય વીમો ખરીદો તો પણ તમને ટેક્સમાં રાહત મળશે. જો માતા-પિતા સીનિયર સિટીઝન છે, તો ટેક્સ કપાત 50 હજાર રૂપિયા હશે. જો ઉંમર 60 વર્ષથી ઓછી છે તો 25 હજારની કપાતનો લાભ મળશે. આ લાભ કલમ 80D હેઠળ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : Akshaya Tritiya 2022 : અક્ષય તૃતીયા પહેલા સસ્તું થયું સોનું, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ