Akshaya Tritiya 2022 : અક્ષય તૃતીયા પહેલા સસ્તું થયું સોનું, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો અને ડોલરની મજબૂતીના કારણે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે. આજના શરૂઆતના વેપારમાં, સોનાની હાજર કિંમત $1,886.25 પ્રતિ ઔંસ પર પહોંચી હતી.
વૈશ્વિક બજારના દબાણ હેઠળ અક્ષય તૃતીયા(Akshaya Tritiya 2022) અને લગ્નની સિઝન હોવા છતાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું(Gold Price Today) આજના કારોબારમાં 51 હજારની આસપાસ વેચાઈ રહ્યું છે. આજે સવારે મલ્ટિકોમોડિટી એક્સચેન્જ (MCX) પર 24 કેરેટ સોનાની વાયદાની કિંમત 1.21 ટકા ઘટીને 51,128 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. આ દરમિયાન સોનું ગઈકાલના ભાવથી 626 રૂપિયા સસ્તું થયું હતું. અગાઉ કારોબારની શરૂઆતમાં સોનાના વાયદાની કિંમત 51,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલી હતી. છેલ્લા કેટલાક સત્રોથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પાછળનું કારણ યુએસ ફેડ રિઝર્વ તરફથી વ્યાજદરમાં વધારો કરવાનો સંકેત છે.
ચાંદીની ચમક ફિક્કી પડી
સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સવારે MCX પર ચાંદીનો વાયદો રૂ. 911 ઘટીને રૂ. 62,645 પ્રતિ કિલોગ્રામ થયો હતો. ચાંદી ગઈકાલના ભાવથી લગભગ 1.43 ટકા સસ્તી થઈ છે. આજના કારોબારમાં ચાંદી 62,685 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખુલી હતી. વૈશ્વિક બજારમાં પણ ચાંદીના ભાવ પર ખાસ અસર જોવા મળી રહી છે.
વૈશ્વિક બજારમાં ભાવની સ્થિતિ
યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો અને ડોલરની મજબૂતીના કારણે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ સતત ઘટી રહ્યા છે. આજના શરૂઆતના વેપારમાં, સોનાની હાજર કિંમત $1,886.25 પ્રતિ ઔંસ પર પહોંચી અને તેના ભાવ 0.61 ટકા ઘટ્યા હતા. એ જ રીતે, ચાંદીના ભાવમાં પણ નરમાઈ જોવા મળી હતી અને તે 0.60 ટકા ઘટીને 22.65 ટકા પ્રતિ ઔંસ થઈ હતી.
IMF ની આગાહી થી ઘટાડો
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસ દરમાં મંદીની આગાહી કરી છે. IMFએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા 3.8 ટકાના બદલે 3.6 ટકાના દરે વૃદ્ધિ કરશે. આ પછી, બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડો થયો અને પીળી ધાતુની માંગ પણ વધી હતી. IMFએ પણ મોંઘવારીમાં વધારાની આગાહી કરી હતી જેથી કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થયો હતો કારણ કે તેની માંગ સુસ્ત બની હતી.
એક નજર આજના સોનાના ભાવ ઉપર |
|
MCX GOLD : 51146.00 -608.00 (-1.17%) – 11:22 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 53026 |
Rajkot | 53042 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 52970 |
Mumbai | 51510 |
Delhi | 51510 |
Kolkata | 51510 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર | |
Dubai | 47420 |
USA | 46594 |
Australia | 46543 |
China | 46485 |
(Source : goldpriceindia) |
આ પણ વાંચો : Bank Holidays in May 2022 : બેંક જવાનું વિચારી રહ્યા છો? આ અહેવાલ વાંચ્યા પછી કરો પ્લાનિંગ નહીંતર ધક્કો ખાવો પડશે
આ પણ વાંચો : Multibagger stock : આ શેરે તેના રોકાણકારોને એક વર્ષમાં 1000 ટકા રિટર્ન આપ્યું,1 લાખને બનાવ્યા 10 કરોડ રૂપિયા