શું તમે જાણો છો ભારતની સૌથી મોટી કંપનીઓના માલિકને કેટલો મળે છે પગાર?
ભારતમાં ઘણી મોટી જુદી-જુદી કંપનીઓ કાર્યરત છે અને આ કંપનીઓમાં અનેક કર્મચારીઓ કામ કરતા હોય છે. આ બધા જ કર્મચારીઓને તેમની પોસ્ટ મુજબ તેમને અલગ-અલગ પગાર મળતો હોય છે પરંતુ આ કંપનીના જે માલિક છે તેમનો પગાર કેટલો હોય છે તે તમે જાણો છો જો ના તો આજે અમે તમને જણાવીશું ભારતની સૌથી મોટી કંપનીઓના […]
ભારતમાં ઘણી મોટી જુદી-જુદી કંપનીઓ કાર્યરત છે અને આ કંપનીઓમાં અનેક કર્મચારીઓ કામ કરતા હોય છે. આ બધા જ કર્મચારીઓને તેમની પોસ્ટ મુજબ તેમને અલગ-અલગ પગાર મળતો હોય છે પરંતુ આ કંપનીના જે માલિક છે તેમનો પગાર કેટલો હોય છે તે તમે જાણો છો જો ના તો આજે અમે તમને જણાવીશું ભારતની સૌથી મોટી કંપનીઓના માલિકને કેટલો મળે છે પગાર.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સૌપ્રથમ વાત કરીએ ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની કે જેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમ.ડી. છે તેમને વાર્ષિક 15 કરોડ રૂપિયાનો પગાર મળે છે. તેવી જ રીતે વિપ્રોના અજીમ પ્રેમજીને વાર્ષિક 1.80 કરોડ રૂપિયાનો પગાર મળે છે. ભારતી એરટેલના ગોપાલ વિટ્ટલને વાર્ષિક 17 કરોડ રૂપિયાનો પગાર મળે છે. ટેક મહિન્દ્રાના સી.પી. ગુરનાનીને વાર્ષિક 165 કરોડ રૂપિયાનો પગાર મળે છે. L&Tના એસ.એન. સુબ્રમનિયમને વાર્ષિક 31 કરોડ રૂપિયાનો પગાર મળે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સન ગ્રુપના કલાનિધિ મારનને વાર્ષિક 77.90 કરોડ રૂપિયાનો પગાર મળે છે. હીરો મોટોકોર્પના પવન મુંજાલને વાર્ષિક 60 કરોડ રૂપિયાનો પગાર મળે છે. ઇન્ફોસીસના સલિલ પારેખને વાર્ષિક 35 કરોડ રૂપિયાનો પગાર મળે છે. ITCના યોગેશ ચંદેરને વાર્ષિક 12 કરોડ રૂપિયાનો પગાર મળે છે અને છેલ્લે વાત કરીએ આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલાને વાર્ષિક 22.5 કરોડ રૂપિયાનો પગાર મળે છે.