Mutual Fund : રોકાણ (Investment) માટે SIP મ્યુચ્યુઅલ ફંડ ખૂબ સારો વિકલ્પ માનવામાં આવે છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP (મ્યુચ્યુઅલ ફંડ SIP) માં રોકાણ કરીને તમે લાંબા ગાળે વધુ સારું વળતર પણ મેળવી શકો છો. SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોને ચક્રવૃદ્ધિનો લાભ મળે છે અને લાંબા ગાળામાં વધુ વળતરની શક્યતા છે. કમ્પાઉન્ડિંગ એ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા કમાવવાનો સાર છે.
આ પણ વાંચો- Sabka Sapna Money Money : મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં શું છે 8:4:3નો નિયમ ? તે રોકાણકારોને આ માહિતી આપે છે
SIP દ્વારા તમે મ્યુચ્યુઅલ ફંડમાં એક નિશ્ચિત રકમ જમા કરાવતા રહો છો. આ નાણાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા શેરોમાં રોકાણ કરવામાં આવે છે. જો કે કેટલાક ફંડ્સ સરકારી અને ખાનગી બોન્ડમાં પણ નાણાં રોકે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા વિવિધ પ્રકારના શેર્સમાં નાણાંનું રોકાણ કરવામાં આવે છે અને ત્યાંથી મળેલું વળતર પાછું આપવામાં આવે છે.
અહીં કમ્પાઉન્ડિંગ તમારા પૈસા વધારવામાં મોટી ભૂમિકા ભજવે છે. મ્યુચ્યુઅલ ફંડમાંથી જે વળતર મળે છે તેનું ફરીથી રોકાણ કરવામાં આવે છે અને પછી તે રકમ પર વળતર મળે છે. જ્યાં સુધી તમે પૈસા ઉપાડો નહીં ત્યાં સુધી આ ચક્ર સતત ચાલતુ રહે છે.
SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ઓછું જોખમી છે. તમારા પૈસા કોઈ એક શેરમાં રોકવામાં આવતા નથી. તમારા નાણાંનું વિવિધ કેટેગરીના વિવિધ શેરોમાં રોકાણ કરવામાં આવે છે. આ સિવાય તમારા પૈસાની કાળજી ફંડ મેનેજર દ્વારા લેવામાં આવે છે જે આ ક્ષેત્રમાં નિષ્ણાત છે. તેઓ ખૂબ જ સમજી વિચારીને ફંડનું રોકાણ કરે છે, કારણ કે તમારું ફંડ ડાયવર્સિફાઇડ હોય છે. જેથી જો એક સેક્ટર ડૂબવાનું શરૂ કરે તો પણ બીજું સેક્ટર તેની ભરપાઈ કરી આપે છે.
કેટલા નાણાંનું રોકાણ કરવુ તે માટે કોઈ એક નિશ્ચિત સૂત્ર નથી. જો કે કેટલીક બાબતો છે જેને તમે ધ્યાનમાં રાખી શકો, જેથી કરીને તમે SIPમાં યોગ્ય રકમનું રોકાણ કરી શકો. પહેલા તો તમારે તમારા નાણાકીય લક્ષ્યો નક્કી કરો. એટલે કે તમારે શેના માટે અને કેટલા પૈસા ભેગા કરવાના છે. બીજું, તમારી વર્તમાન નાણાકીય પરિસ્થિતિ તમને કેટલું રોકાણ કરવાની મંજૂરી આપે છે? આમાં તમે આવક, ખર્ચ, વર્તમાન રોકાણ અને જવાબદારીઓ જોઈ શકો છો.
ત્રીજુ એ કે તમે મોંઘવારી જુઓ, ગણતરીમાં જે દરે ફુગાવો વધી રહ્યો છે તે ઉમેરો. હવે છેલ્લે જુઓ કે તમે નક્કી કરેલા લક્ષ્યની ભવિષ્યમાં વેલ્યૂ કેટલી હશે. આ બધી બાબતોની ગણતરી કરીને તમે યોગ્ય SIP રકમ નક્કી કરી શકો છો.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)