AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabka Sapna Money Money : એવી રીતે Mutual Fundની પસંદગી કરો કે સારુ વળતર પણ મળે અને નાણાં સુરક્ષિત રહે, જાણો શું છે રીત

જો તમે પણ Mutual Fundમાં રોકાણ કરવા માગો છો તો તમારે તમારા Mutual Fundની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવી જોઇએ. દરેક વ્યક્તિ પાસે રોકાણ અને બચત કરવાની પોતાની રીત હોય છે. મોટેભાગે લોકો શેમાં રોકાણ કરવામાં ઓછુ જોખમ છે તે જોઇને રોકાણ કરતા હોય છે. ઘણા લોકો તો જોખમથી (Risk) ડરતા હોય છે અને તેઓ નાની બચત યોજનાઓ અથવા બેંક એફડીની પદ્ધતિ અપનાવે છે.

Sabka Sapna Money Money : એવી રીતે Mutual Fundની પસંદગી કરો કે સારુ વળતર પણ મળે અને નાણાં સુરક્ષિત રહે, જાણો શું છે રીત
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2023 | 3:54 PM
Share

Mutual Fund : ભારતમાં ધીરે ધીરે Mutual Fund ખૂબ જ પસંદ થઇ રહ્યા છે. ખાસ કરીને કોરોના મહામારી બાદ લોકો તેમાં રોકાણ (Investment) તરફ વળી રહ્યા છે.જો તમે પણ Mutual Fundમાં રોકાણ કરવા માગો છો તો તમારે તમારા Mutual Fundની પસંદગી ખૂબ જ સમજી વિચારીને કરવી જોઇએ.

દરેક વ્યક્તિ પાસે રોકાણ અને બચત કરવાની પોતાની રીત હોય છે. મોટેભાગે લોકો શેમાં રોકાણ કરવામાં ઓછુ જોખમ છે તે જોઇને રોકાણ કરતા હોય છે. ઘણા લોકો તો જોખમથી (Risk) ડરતા હોય છે અને તેઓ નાની બચત યોજનાઓ અથવા બેંક એફડીની પદ્ધતિ અપનાવે છે, જ્યારે જે લોકો જોખમ લેવાથી ડરતા નથી તેઓ સારા વળતરની (Return) શોધમાં શેરબજાર તરફ વળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં શેરબજારમાં નાણાંનું રોકાણ કરનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આ સાથે મ્યુચ્યુઅલ ફંડની માગ પણ વધી છે.

આ પણ વાંચો-Sabka Sapna Money Money : Mutual Fundને ક્યારે વેચવા જોઇએ ? એન્ટ્રી સાથે એક્ઝિટનું પણ ધ્યાન રાખવુ જોઇએ

આ ભંડોળ ખૂબ ઉપયોગી થઈ શકે

મ્યુચ્યુઅલ ફંડ્સ માત્ર ફુગાવાને હરાવીને વળતર જ આપતા નથી, પરંતુ લાંબા ગાળે તમારા નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. જો કે તેની સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું પણ પોતાનું જોખમ છે. ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે પસંદ કરવું, જેથી માત્ર સારું વળતર જ નહીં પરંતુ રોકાણ પણ સુરક્ષિત રહે. અમે તમને તેના વિશે જણાવીશુ.

જૂનું પ્રદર્શન ગેરંટી આપતું નથી

મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરતી વખતે લોકો જે મુખ્ય વસ્તુ પર ધ્યાન લે છે તે છે વળતર.જો કે આ બાબત ખોટી પણ નથી, પરંતુ માત્ર વળતર જોઈને નાણાંનું રોકાણ કરવું ભારે પડી શકે છે. જો મ્યુચ્યુઅલ ફંડે ભૂતકાળમાં સારું વળતર આપ્યું હોય તો તે ભવિષ્યમાં પણ સારું વળતર આપશે તેની ગેરંટી નથી. બજારના નિષ્ણાંતો રોકાણકારોને આ ભૂલ ન કરવાની સલાહ આપે છે.

કોઈનાથી પ્રભાવિત થવાનું ટાળો

રોકાણકારો જે બીજી સૌથી મોટી ભૂલ કરે છે તે એ છે કે તે નામથી પ્રભાવિત થઇ જાય છે. આજે ફેસબુકથી લઈને ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સુધી ઘણા ફાઇનાન્સિયલ ઇન્ફ્લુએન્ઝર છે, જેમને ફાઈનાન્સર પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આવા લોકો પોતાના કોઇ સ્વાર્થ માટે ચોક્કસ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને પ્રોત્સાહન આપતા હોય છે. આ માટે તે પ્રભાવિત કરનારા આંકડાનો પણ ઉપયોગ કરે છે. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસાનું રોકાણ કરવા જઈ રહ્યા છો તો આ ભૂલથી પણ બચવું જરૂરી છે. કોઈપણ પ્રભાવક અથવા તેના દ્વારા ઉલ્લેખિત નામોથી પ્રભાવિત થશો નહીં.

આ વાતની ચકાસણી સારી રીતે કરવી

કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની સફળતાનું કારણ ફંડ હાઉસ કે ફંડ મેનેજર નથી, પરંતુ તેના ઉત્તમ વળતરનું રહસ્ય તેની પદ્ધતિમાં છુપાયેલું છે. કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં પૈસાનું રોકાણ કરતા પહેલા તમારે જોવું જોઈએ કે તેની પ્રક્રિયા શું છે. સંબંધિત યોજનાના નાણાંનો ઉપયોગ કેવી રીતે થવાનો છે. આ બાબતને સારી રીતે તપાસ્યા પછી જ તમારી સામે સ્પષ્ટ થશે કે સંબંધિત મ્યુચ્યુઅલ ફંડ યોજના તમારા માટે ઉપયોગી છે કે નહીં.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">