જૂનમાં 5% ની નીચે રહેલા મોંઘવારી દરે (Inflation Rate) પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું છે. જુલાઈ મહિનામાં તે ફરી એકવાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની (RBI) 6 ટકાની મહત્તમ મર્યાદાને પાછળ છોડી અને દર 7 ટકાથી ઉપર રહ્યો છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ડેટાના આધારે મંત્રાલયે છૂટક મોંઘવારીના ડેટા જાહેર કર્યા છે.
જુલાઈમાં રિટેલ મોંઘવારી દર વાર્ષિક ધોરણે 7.44 ટકા રહ્યો છે. છેલ્લા 15 મહિનામાં મોંઘવારીનું આ સર્વોચ્ચ સ્તર છે, જ્યારે તે RBIની 6 ટકાની મર્યાદા કરતાં 1.44 ટકા વધુ છે. નવા અપડેટ ડેટા મૂજબ જૂનમાં અંતિમ છૂટક ફુગાવાનો દર 4.87 ટકા હતો, જ્યારે જુલાઈ 2022માં તે 6.71 ટકા હતો.
છૂટક મોંઘવારીની ગણતરીમાં ‘કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ’ સૌથી મહત્વપૂર્ણ છે, તે ખાદ્ય ચીજવસ્તુઓમાં વધતી મોંઘવારી દર્શાવે છે. તે મુજબ જુલાઈમાં ખાદ્ય મોંઘવારી દર 11.51 ટકા રહ્યો છે. એટલે કે ખાદ્યપદાર્થો 11.51 ટકા મોંઘા થયા છે. શહેરોમાં ખાદ્ય મોંઘવારી દર 12.32 ટકા રહ્યો છે ત્યારે ગામડાઓમાં પણ તે 11.04 ટકા પર પહોંચી ગયો છે.
for the month of July 2023 is 7.44
Press Release link of for the month of July 2023 :-https://t.co/r3i1wk6dEx#KnowYourStats #DataForDevelopment #CPI #Retailinflation
— Ministry of Statistics & Programme Implementation (@GoIStats) August 14, 2023
જૂન 2023માં એકંદરે ખાદ્ય ફુગાવો 4.55 ટકા હતો. જુલાઈ 2022માં તેનો દર 6.69 ટકા હતો. આ રીતે ખાદ્યપદાર્થો માસિક ધોરણે લગભગ 3 ગણા મોંઘા થયા છે અને વાર્ષિક ધોરણે પણ આ મોંઘવારી લગભગ બમણી થઈ છે.
જુલાઈના આંકડા દર્શાવે છે કે શાકભાજી અને મસાલામાં સૌથી વધુ મોંઘવારી વધી છે. જુલાઈ મહિનામાં શાકભાજી 37.34 ટકા મોંઘા થયા છે, જ્યારે મસાલાનો મોંઘવારી દર 21.63 ટકા રહ્યો છે. આ સિવાય કઠોળ અને અનાજનો મોંઘવારી દર 13 ટકાથી ઉપર રહ્યો છે. જુલાઈ દરમિયાન તેલની કિંમતમાં ઘટાડો થયો છે. ખાદ્યતેલોના ભાવમાં 16.80 ટકાનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો : Inflation Rate: સામાન્ય લોકોને મોટી રાહત, જથ્થાબંધ મોંઘવારીનો દર સતત ચોથા મહિને શૂન્યથી નીચે રહ્યો
રાજ્ય મુજબ મોંઘવારી સૌથી વધુ રાજસ્થાન અને ઝારખંડમાં વધી છે. જુલાઈ 2023માં રાજસ્થાનમાં ફુગાવાનો દર 9.66 ટકા અને ઝારખંડમાં 9.16 ટકા છે. બીજી તરફ મોંઘવારી દરમાં સૌથી ઓછો વધારો દિલ્હીમાં થયો છે, જે માત્ર 3.72 ટકા છે.