AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિલાયન્સનો મોટો દાવ! ભારતના સૌથી મોટા IPO પહેલાં Jio Platformsમાં મોટો ફેરફાર

જિયો પ્લેટફોર્મ્સે પંકજ પવારને તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. આ ફેરફાર કંપનીના પ્રસ્તાવિત ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) પહેલા કરવામાં આવ્યો છે. કંપની આ IPO દ્વારા આશરે 4 અબજ અમેરિકી ડોલર એકત્રિત કરવાની યોજના ધરાવે છે. જિયો પ્લેટફોર્મ્સ તેના ટેલિકોમ અને ડિજિટલ સર્વિસ બિઝનેસમાંથી વધુ મૂલ્ય મેળવવા માંગે છે. આ IPO ભારતના ઇતિહાસનું સૌથી મોટું IPO બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

રિલાયન્સનો મોટો દાવ! ભારતના સૌથી મોટા IPO પહેલાં Jio Platformsમાં મોટો ફેરફાર
JIO Platforms IPOImage Credit source: AI Generated
| Updated on: Jul 14, 2026 | 8:32 AM
Share

જિયો પ્લેટફોર્મ્સે તેના પ્રસ્તાવિત ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ પહેલા કિરણ થોમસના સ્થાને પંકજ પવારને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. આ માહિતી કંપનીના પ્રોસ્પેક્ટસમાંથી મેળવવામાં આવી હતી. કંપનીએ જૂનમાં SEBIને તેના IPO દસ્તાવેજો સબમિટ કર્યા હતા. બજાર નિયમનકારને સુપરત કરાયેલા ડ્રાફ્ટ પત્રમાં જણાવાયું છે કે કિરણ થોમસે 23 માર્ચે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે રાજીનામું આપ્યું હતું અને પંકજ પવારે બીજા દિવસે 24 માર્ચે આ પદ સંભાળ્યું હતું. પંકજ પવાર રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પણ છે.

2020થી જોડાયેલા છે પંકજ પવાર

ડ્રાફ્ટ IPO દસ્તાવેજમાં જણાવાયું છે કે 53 વર્ષીય પંકજ મોહન પવાર કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે અને રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના MD તરીકે પણ કામ કરે છે. તેઓ 2000થી રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલા છે અને મોટા ગ્રાહક અને ડિજિટલ સર્વિસ વ્યવસાયોના નિર્માણ અને વિકાસમાં લગભગ ત્રણ દાયકાનો અનુભવ ધરાવે છે. કિરણ થોમસ અગાઉ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રહી ચૂક્યા છે. જિયો પ્લેટફોર્મ્સની સ્થાપના બાદથી તેઓ કંપનીની પ્રેઝન્ટેશન અને વાર્ષિક સામાન્ય સભાઓમાં મહત્વની ભૂમિકા ભજવતા રહ્યા હતા. જોકે IPOના દસ્તાવેજોમાં તેઓ મુખ્ય મેનેજમેન્ટ ટીમનો ભાગ નથી. કંપની પાસેથી આ અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હતી. પરંતુ કોઈ જવાબ મળ્યો નથી.

બોર્ડમાં કોણ-કોણ હશે?

ડ્રાફ્ટ દસ્તાવેજો અનુસાર, RILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી Jio પ્લેટફોર્મ્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચેરમેન અને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે જોડાશે. મનોજ હરજીવનદાસ મોદી Jio પ્લેટફોર્મ્સના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હશે અને આકાશ અંબાણી મેનેજિંગ ડિરેક્ટર હશે. તેના ભાઈ-બહેન ઈશા અને અનંત નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બોર્ડમાં જોડાશે. જિયો પ્લેટફોર્મ્સ IPO દ્વારા અંદાજે 4 અબજ ડોલર ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જે આશરે ₹37,700 કરોડ થાય છે.

દુનિયાની બીજી સૌથી મોટી મોબાઇલ ઓપરેટર

ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) અનુસાર, જિયો પ્લેટફોર્મ્સ 27 કરોડ નવા શેર આપવાની યોજના ધરાવે છે. જે તેની પોસ્ટ-ઇશ્યૂ ઇક્વિટી મૂડીના આશરે 2.9 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. IPOનો ઉદ્દેશ્ય જિયો પ્લેટફોર્મ્સમાંથી મૂલ્ય અનલોક કરવાનો છે. જેનો વ્યવસાય ટેલિકોમ્યુનિકેશન, ડિજિટલ સર્વિસ, એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ અને ઉભરતા ટેકનોલોજી સાહસોમાં ફેલાયેલો છે. તેની ટેલિકોમ કંપની Reliance Jio Infocomm ગ્રાહકોની સંખ્યાના આધારે વિશ્વની બીજી સૌથી મોટી મોબાઇલ ઓપરેટર છે. તે માત્ર China Mobileથી પાછળ છે. મેટા અને ગૂગલ કંપનીના સૌથી મોટા વિદેશી રોકાણકારોમાં સામેલ છે. જો બધું આયોજન મુજબ રહ્યું તો Jio Platformsનું IPO વર્ષ 2024માં Hyundai Motor Indiaના ₹27,870 કરોડના IPOને પાછળ છોડીને દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું IPO બની શકે છે.

27 કરોડ નવા શેર આપવામાં આવશે

જિયો પ્લેટફોર્મ્સેના IPOમાં 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા 27 કરોડ સુધીના નવા શેર આપવામાં આવશે. ઇશ્યૂનો ભાવ SEBIના બુક-બિલ્ડિંગ નિયમો મુજબ નક્કી કરવામાં આવશે. કંપનીએ હજુ સુધી પ્રાઇસ બેન્ડ અથવા કુલ ઇશ્યૂ સાઇઝ આપ્યા નથી. તે અંતિમ ઇશ્યૂ પ્રાઇસ અને નિયમનકારી મંજૂરી પર આધારિત રહેશે. વર્ષ 2020માં જિયો પ્લેટફોર્મ્સેએ, Meta, Google, KKR, Silver Lake અને General Atlantic સહિતના વૈશ્વિક રોકાણકારો પાસેથી 20 અબજ અમેરિકી ડોલરથી વધુનું ભંડોળ એકત્ર કર્યું હતું. તે સમયે કંપનીનું મૂલ્યાંકન 57 અબજથી 65 અબજ અમેરિકી ડોલર વચ્ચે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો, Breaking News: પહેલા 50,000 અને હવે બીજા 50,000… કંપની કુલ 1,00,000 પરિવારોની ‘રોજીરોટી’ છીનવશે

Follow Us
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
g clip-path="url(#clip0_868_265)">