AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પહેલા 50,000 અને હવે બીજા 50,000… કંપની કુલ 1,00,000 પરિવારોની ‘રોજીરોટી’ છીનવશે

ઓટોમોબાઈલ સેક્ટરમાંથી એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક અગ્રણી કંપનીમાં પહેલા 50,000 અને હવે વધુ 50,000 મળીને કુલ 1,00,000 કર્મચારીઓની નોકરીઓ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. વૈશ્વિક હરીફાઈમાં ટકી રહેવા અને ખર્ચ ઘટાડવા માટે કંપની આ આકરો નિર્ણય લેવા જઈ રહી છે, જેના કારણે લાખો પરિવારોની રોજીરોટી જોખમમાં મુકાઈ છે.

Breaking News: પહેલા 50,000 અને હવે બીજા 50,000... કંપની કુલ 1,00,000 પરિવારોની 'રોજીરોટી' છીનવશે
Image Credit source: AI Generated
| Updated on: Jul 13, 2026 | 9:06 PM
Share

ફોક્સવેગન (Volkswagen) માં ફરી એકવાર મોટાપાયે નોકરીઓ જવાની આશંકા સેવાઈ રહી છે. કંપનીના કર્મચારીઓને મોકલવામાં આવેલા એક આંતરિક સંદેશામાં જણાવવામાં આવ્યું છે કે, હરીફાઈમાં ટકી રહેવા માટે અંદાજે વધુ 50,000 પદ ઓછા કરવા પડી શકે છે.

આ પહેલા પણ કંપની 50,000 કર્મચારીઓની છટણી કરવા માટે સંમતિ આપી ચૂકી છે. આવી સ્થિતિમાં પ્રભાવિત કર્મચારીઓની કુલ સંખ્યા 1,00,000 સુધી પહોંચી શકે છે. આનું મુખ્ય કારણ કંપની પર વધતા ખર્ચ અને નબળા નફાનું દબાણ છે.

50,000 કર્મચારીઓની છટણી પર બનેલી ‘સંમતિ’

રોઇટર્સના અહેવાલ મુજબ, ફોક્સવેગન તેના અલગ-અલગ વ્યવસાયોમાં અંદાજે 50,000 નોકરીઓ ઘટાડવાની યોજના પર પહેલેથી જ આગળ વધી ચૂકી છે. આમાં તેની અગ્રણી બ્રાન્ડ્સ જેવી કે, પોર્શે અને ઓડી પણ જોડાયેલ છે. હવે કંપનીનું કહેવું છે કે, ખર્ચ ઘટાડવા માટે વધુ પગલાં લેવાની જરૂર છે. જો આ નવી યોજના લાગુ કરવામાં આવશે, તો કુલ છટણીનો આંકડો એક લાખ સુધી પહોંચી શકે છે.

કંપની પર અનેક તરફથી વધ્યું ‘દબાણ’

કંપની હાલમાં અનેક પડકારોનો સામનો કરી રહી છે. આયાત ડ્યુટી (ઇમ્પોર્ટ ડ્યુટી) સાથે જોડાયેલા વધતા ખર્ચ તેના નફા પર અસર કરી રહ્યા છે. ચીનમાં કડક હરીફાઈના કારણે વેચાણ પર દબાણ છે. આ સાથે જ જર્મનીમાં આવેલા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને વધુ કાર્યક્ષમ (સ્કિલ) બનાવવાની જરૂરિયાત પણ અનુભવાઈ રહી છે. આ જ કારણોસર કંપની ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.

ચાર ફેક્ટરીઓના ભવિષ્ય પર ‘સંશય’

મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) એ જણાવ્યું કે, કંપની હજુ સુધી એ નક્કી કરી શકી નથી કે આગામી વર્ષોમાં ચાર કારખાનાઓનું સંચાલન કઈ રીતે કરવામાં આવશે. આમાં એમડેન, હેનોવર, ઝ્વિકાઉ અને નેકારસુલ્મના યુનિટ્સના નામ છે. અનેક લેબર સંગઠનોએ પુનર્ગઠનની કેટલીક યોજનાઓનો વિરોધ પણ કર્યો છે. આ જ કારણે હજુ સુધી આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી.

દરેક બ્રાન્ડ અને સેક્ટરમાં થઈ રહ્યું છે ‘મૂલ્યાંકન’

કંપનીએ જણાવ્યું છે કે, તે પોતાની તમામ બ્રાન્ડ, યુનિટ્સ અને સેક્ટરની સમીક્ષા કરી રહી છે. ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે, ક્યાં કેટલા ફેરફારો જરૂરી છે. મેનેજમેન્ટનું કહેવું છે કે, તેઓ એક વ્યવહારુ અને સંતુલિત ઉકેલ શોધી રહ્યા છે. આથી હજુ અંતિમ સંખ્યા નક્કી કરવામાં આવી નથી.

શું વરસાદમાં ઇલેક્ટ્રિક કાર ચલાવવી જોઈએ? ચોમાસામાં EV ચલાવતા કરી આ ભૂલ તો ભારે પડશે

Follow Us
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">