Reliance Jio-bp એ ભારતનું સૌથી મોટું EV ચાર્જિંગ હબ શરૂ કર્યું, જાણો પ્રોજેક્ટ વિશે સંપૂર્ણ માહિતી
જીઓ-બીપી 21 રાજ્યોમાં રિલાયન્સની હાજરી અને જીઓ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તેના લાખો ગ્રાહકોને લાભ આપવાની યોજના ધરાવે છે. ફ્યુઅલ રિટેલિંગ નેટવર્કને 1400થી વધારીને 5500 સુધી કરવાનો છે.
મુકેશ અંબાણી(Mukesh Ambani)ની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને પાવર સેક્ટરની દિગ્ગજ કંપની BP વચ્ચેના સંયુક્ત સાહસે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દેશનું સૌથી મોટું ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ હબ (EV Charging Hub) શરૂ કર્યું છે. બંને કંપનીઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે Jio-bp એ દેશનું સૌથી મોટું EV ચાર્જિંગ હબ દિલ્હીના દ્વારકામાં લોન્ચ કર્યું છે.
રિલાયન્સ બીપી મોબિલિટી લિમિટેડે(Reliance BP Mobility Limited) ગયા વર્ષે ઓક્ટોબરમાં મુંબઈમાં તેનું પ્રથમ જિયો-બીપી બ્રાન્ડેડ મોબિલિટી સ્ટેશન (Jio-BP Branded Mobility Station) શરૂ કર્યું હતું અને ત્યારથી તે નેટવર્કનું વિસ્તરણ કરી રહ્યું છે. આ પેટ્રોલ પંપ પર ગ્રાહકોને ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સહિત અનેક ઈંધણ વિકલ્પ ઉપલબ્ધ રહશે.
5 વર્ષમાં પેટ્રોલ પંપની સંખ્યા ચાર ગણી થઈ જશે
એક સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે જીઓ-બીપી તમામ પ્રકારના વાહનો માટે EV ફિક્સ્ડ ચાર્જિંગ સ્ટેશન સેટ કરવા માટે અગ્રણી OEM ટેક્નોલોજી અને પ્લેટફોર્મ પ્લેયર્સ સાથે સક્રિયપણે ભાગીદારી કરી રહ્યું છે. જીઓ-બીપી 21 રાજ્યોમાં રિલાયન્સની હાજરી અને જીઓ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તેના લાખો ગ્રાહકોને લાભ આપવાની યોજના ધરાવે છે. જીઓ-બીપીનું લક્ષ્ય તેના ફ્યુઅલ રિટેલિંગ નેટવર્ક (પેટ્રોલ પંપ)ને હવે 1400થી વધારીને 5500 સુધી કરવાનો છે.
મહિન્દ્રા પણ ડિસેમ્બર 2021માં આ ગ્રુપમાં જોડાયું હતું
ગયા મહિનાની શરૂઆતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને યુકેની બીપીએ મહિન્દ્રા ગ્રૂપ (Reliance Industries Limited, Britain’s BP and Mahindra Group)સાથે મોટી ભાગીદારી કરી હતી. બંને કંપનીઓએ ઈલેક્ટ્રિક વાહનો અને ઓછા કાર્બન ઉત્સર્જન માટેના પગલાં શોધવા માટે મહિન્દ્રા ગ્રૂપ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રયાસથી ઇલેક્ટ્રિક વાહનોને જબરદસ્ત પ્રમોશન મળવાની સંભાવના છે.
સંયુક્ત સાહસમાં મોટી જાહેરાત
જીઓ-બીપી કંપનીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે બેટરી સ્વેપિંગ ટેક્નોલોજી(Battery swapping technology)વિકલ્પો સહિત ઈવી અને ઓછા કાર્બન ઉત્સર્જનની શોધ માટે મહિન્દ્રા ગ્રૂપ સાથે કરાર કર્યો છે. રિલાયન્સે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદનો અને સેવાઓના ઉત્પાદનની શોધ ઉપરાંત રિલાયન્સ BP મોબિલિટી લિમિટેડ (RBML) અને મહિન્દ્રા ગ્રૂપ વચ્ચેનો કરાર કાર્બન ઉત્સર્જનમાં અવિરત ઘટાડો અને પરંપરાગત ઇંધણના તાલમેલને ઓળખશે.
ભારતમાં ઈવીનો ઉપયોગ વધારવાના પ્રયાસ
આ કરારનો મુખ્ય હેતુ EV ઉત્પાદનો અને સેવાઓના ક્ષેત્રમાં બંને કંપનીઓની સંભવિતતાનો ઉપયોગ કરવાનો છે. તે ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગમાં ભારતને વિશ્વમાં આગળ રાખવાનો પણ હેતુ ધરાવે છે, જ્યારે કંપનીઓ વિશ્વમાં ઈવીને પ્રમોટ કરવા માટે પણ કામ કરશે. એમઓયુ જણાવે છે કે”મહિન્દ્રા ગ્રૂપ અને તેના ચેનલ પાર્ટનર સ્થાનોનું મૂલ્યાંકન જીઓ-બીપી મોબિલિટી સ્ટેશનો અને EV ચાર્જિંગ અને સ્વેપિંગ પોઈન્ટ્સ ઉપરાંત હાલના જીઓ-બીપી સ્ટેશનોના ઉપયોગ માટે કરવામાં આવશે.
આ પણ વાંચો : HUF : કરવેરામાં બચત સાથે પરિવારને અનેક લાભ આપતા આ ખાતાથી તમે વાકેફ છો? જાણો વિગતવાર
આ પણ વાંચો : Budget 2022: નિર્મલા સીતારમણ ગ્રીન બજેટ રજૂ કરશે, માર્યાદિત નકલોનું પ્રિન્ટિંગ કરાશે, જાણો કેમ લેવાયો નિર્ણય