HUF : કરવેરામાં બચત સાથે પરિવારને અનેક લાભ આપતા આ ખાતાથી તમે વાકેફ છો? જાણો વિગતવાર

HUF : કરવેરામાં બચત સાથે પરિવારને અનેક લાભ આપતા આ ખાતાથી તમે વાકેફ છો?  જાણો વિગતવાર
આ ખાતું ઘરના વડાના નામે હોય છે પરંતુ તેમના નામ પછી HUF શબ્દ ઉમેરવામાં આવે છે.

હકીકતમાં હિન્દુ અવિભાજિત HUF કુટુંબનું એક ખાતું છે જે અમુક નિયમો અને શરતો સાથે ખોલવામાં આવે છે. માત્ર હિન્દુ પરિવારો જ નહીં પણ જૈન, બૌદ્ધ અને શીખ પણ HUF બનાવી શકે છે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Jan 27, 2022 | 6:50 AM

HUF (Hindu Undivided Family) આવકવેરા પર બચત કરવાની એક મહત્વપૂર્ણ રીત છે કારણ કે આવકવેરા વિભાગ HUFને આપણી જેમ એક અલગ સંસ્થા તરીકે જુએ છે. કેટલીકવાર લોકો ટેક્સ સેવિંગ માટે HUF એકાઉન્ટ ખોલે છે જે અમુક નિયમો અને શરતો સાથે ખોલવામાં આવે છે. આ જાણવું જરૂરી છે કે તે આવકવેરા કાયદાની કલમ 10 (2) હેઠળ આવકવેરાના દાયરામાં બહાર છે. પરંતુ હવે મનમાં એ પ્રશ્ન પણ ઉઠે કે શું ખાતાધારકના મૃત્યુના કિસ્સામાં શું રકમ અટવાઈ જવાનો ભય રહે છે? HUF ના લાભ અને ગેરલાભ શું છે ?ચાલો જાણીએ કે આ ખાતું શું છે

હકીકતમાં હિન્દુ અવિભાજિત HUF કુટુંબનું એક ખાતું છે જે અમુક નિયમો અને શરતો સાથે ખોલવામાં આવે છે. માત્ર હિન્દુ પરિવારો જ નહીં પણ જૈન, બૌદ્ધ અને શીખ પણ HUF બનાવી શકે છે. તેમાં ઓછામાં ઓછા બે સભ્યો હોય છે. તેમાં પત્ની, બાળકો અને પૌત્રોને આવરી શકાય છે.

આ ઉદાહરણ સાથે સમજો

ધારો કે તમારા સાસરિયાઓ મૃત્યુ પામ્યા છે અને તમારી પત્ની તેમનું એકમાત્ર સંતાન છે તો તમારી પત્ની એકમાત્ર હયાત પુત્રી છે. તેથી તેના માતા-પિતા બંનેના મૃત્યુ પછી HUF તમારી પત્નીને વારસામાં મળશે જે તેના માતાપિતાની એકમાત્ર હયાત કાનૂની વારસદાર છે.

નોંધ કરો કે તમારી પત્ની જન્મ સમયે તેના પિતાના HUF માં સહ-ભાગીદાર છે અને તેથી જન્મથી HUF નો અભિન્ન ભાગ છે. તેથી ઇચ્છા ઉત્તરાધિકારના નિયમો લાગુ થશે. તમારે સક્ષમ કોર્ટમાંથી વહીવટી પત્ર મેળવવો પડશે ત્યારપછી તમારે વહીવટી પત્રની અસલ નકલ સાથે બેંકમાં KYC દસ્તાવેજ જમા કરાવવાનો રહેશે.

HUF કેવી રીતે બને છે?

હિન્દુ અવિભાજિત કુટુંબ બનાવવા માટે HUF ના નામે બેંક ખાતું ખોલાવવું પડશે. આ ખાતું ઘરના વડાના નામે હોય છે પરંતુ તેમના નામ પછી HUF શબ્દ ઉમેરવામાં આવે છે. તે વડીલનું નામ છે પણ થોડો ફેરફાર શક્ય છે. દાખલ તરીકે મનોજ મોદી પોતાનું ખાતું મનોજ મોદી એન્ડ સન્સ HUF ના નામે બેંક ખોલાવી શકે છે.

HUF ના લાભો

HUF હેઠળ, વ્યક્તિ બે રીતે કર મુક્તિ મેળવી શકે છે. પ્રથમ રૂબરૂ અને બીજા HUF ના સભ્ય તરીકે. આ રીતે વ્યક્તિ રૂ.1.70 લાખની કર મુક્તિ વ્યક્તિગત અને બીજી વખત રૂ.1.70 લાખ HUF તરીકે મળે છે જે લોકો પૈતૃક મિલકત ધરાવે છે અથવા જેમની પાસે વારસામાં મળેલી સંપત્તિ છે તેઓ HUF નો મહત્તમ લાભ ઉઠાવી શકે છે. જો કોઈ વડીલોપાર્જિત મિલકત વેચવામાં આવે તો તેમાંથી થતી આવક પણ HUFમાં ટ્રાન્સફર કરી શકાય છે. જે લોકો નોકરી કરે છે તેઓ પૈતૃક સંપત્તિ જેવી કે મિલકત વગેરેમાંથી આવક પર કર બચત માટે HUF નો આશરો લઈ શકે છે. તમે HUF PPF એકાઉન્ટ પણ ખોલી શકો છો. પીપીએફ ખાતાનો વ્યાજ દર દર વર્ષ માટે નિશ્ચિત છે અને તેમાં કોઈ જોખમ નથી.

HUF ના ગેરફાયદા

HUF માં તમામ સભ્યોને મિલકત પર સમાન અધિકારો છે. તમામ સભ્યોની સંમતિ વિના સામાન્ય મિલકત વેચી શકાતી નથી. જન્મ અથવા લગ્ન સાથે સભ્યને સમાન અધિકારો મળે છે. HUF ને બંધ કરવું એ તેને ખોલવા કરતાં વધુ જટિલ પ્રક્રિયા છે. નાના જૂથ સાથેના કુટુંબનું વિભાજન HUF ના વિભાજન તરફ દોરી શકે છે. આવકવેરા વિભાગ દ્વારા HUF ને અલગ ટેક્સ એન્ટિટી તરીકે ગણવામાં આવે છે.

આ પણ વાંચો : કરોડો EPS પેન્શનરો માટે મોટા સમાચાર, આ દીવસ સુધી ખાતામાં જમા નથી થયા પૈસા તો મળશે વળતર, લાગુ થયો નિયમ

  આ પણ વાંચો : Unilever તેનું Restructuring કરશે, ફેરફાર સાથે 1500 કર્મચારીઓ બેરોજગાર બનશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati