Digital Banking ને લઈને આરબીઆઈની તૈયારી, મોબાઈલ એપ દ્વારા છેતરપિંડી પર લાવવામાં આવશે અંકુશ

|

Jul 16, 2022 | 2:10 PM

એપ આધારિત બેંકિંગની આડમાં છેતરપિંડી કરનારાઓને કાબૂમાં લેવાની તૈયારી ચાલી રહી છે. RBI ડિજિટલ બેન્કિંગને (Digital Banking) લઈને નવા નિયમો તૈયાર કરી રહી છે. છેતરપિંડી કરનારા લોકો સામે રાજ્યોની તપાસ એજન્સીઓ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવશે.

Digital Banking ને લઈને આરબીઆઈની તૈયારી, મોબાઈલ એપ દ્વારા છેતરપિંડી પર લાવવામાં આવશે અંકુશ
Digital Banking (Symbolic Image)

Follow us on

લગભગ બે વર્ષની મહેનત બાદ આરબીઆઈએ (RBI) ડિજિટલ બેન્કિંગને (Digital Banking) લઈને તેનો ડ્રાફ્ટ કાયદો તૈયાર કર્યો છે. આરબીઆઈનો નવો નિયમ માત્ર બેંકો અને એનબીએફસી માટે ડિજિટલ બેંકિંગ વ્યવસાયના વર્તમાન મોડને સુવ્યવસ્થિત જ નહીં કરે, પરંતુ તે ટેક્નોલોજીની આડમાં લોકો સાથે ખોટા નાણાકીય વ્યવહારો કરનારાઓ પર સંપૂર્ણ તપાસ પણ કરશે. આ નવા નિયમનો ચાબુક ચાઈનીઝ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી મોબાઈલ બેંકિંગ એપ્સ પર પણ ચાલશે. જે આરબીઆઈની ચેતવણીઓ અને ઘણી રાજ્ય સરકારોની સખ્તી છતાં ચાલુ જ છે.

આરબીઆઈના અધિકારીઓનું માનવું છે કે નવા નિયમ બાદ દેશની તપાસ એજન્સીઓ ગ્રાહકોને છેતરતી કે હેરાન કરતી મોબાઈલ એપ કંપનીઓ સામે વધુ નક્કર કાર્યવાહી કરી શકશે.

ટુંક સમયમાં જાહર થશે નિયમો

ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું કે આરબીઆઈએ ડિજિટલ બેંકિંગ પર નવા નિયમો સૂચવવા માટે એક સમિતિની રચના કરી હતી, જેના આધારે નવા નિયમો ઘડવામાં આવી રહ્યા છે. આશા છે કે તે બે અઠવાડિયામાં જાહેર થઈ જશે. આમાં, ડિજિટલ બેંકિંગના વિવિધ વિભાગો બનાવવામાં આવશે. એક વિભાગ તે ડિજિટલ એપ્લિકેશનોનો હશે જેને દેશમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક

નવા નિયમન એ નિર્ધારિત કરશે કે ભારતમાં ડિજિટલ બેંકિંગ એપ ચલાવતી કંપનીઓ પર કયા આધારે પ્રતિબંધ લગાવી શકાય. તે જ સમયે, બેંકિંગ પ્રવૃત્તિઓ ચલાવવા માટેના વર્તમાન નિયમોમાં તે તમામ છટકબારીઓ દૂર કરવામાં આવશે જેની આડમાં ચાઇનીઝ કંપનીઓની મોબાઇલ એપ્લિકેશન્સ સામાન્ય લોકોને નાણાકીય સેવાઓ પ્રદાન કરે છે.

છેલ્લા પાંચ વર્ષમાં આ બીજી વખત હશે જ્યારે RBI ડિજિટલ બેંકિંગ પર વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરશે. જ્યારે આ અંગે બે વખત (વર્ષ 2017 અને વર્ષ 2021) સમિતિઓની રચના પણ કરવામાં આવી છે. આરબીઆઈમાં ચાલી રહેલી આ તૈયારીઓની જાણકારી રાખતા લોકો કહે છે કે સેન્ટ્રલ બેંક દેશમાં એવી કોઈપણ બેંકિંગ પ્રવૃત્તિ કરવાની મંજૂરી આપી શકે નહીં જેના માટે સંબંધિત નિયમનકારી મંજૂરીઓ લેવામાં આવી ન હોય.

સેન્ટ્રલ બેન્કે વ્યક્ત કરી હતી ચિંતા

તાજેતરમાં, એનબીએફસી સંબંધિત કેટલીક મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે કોઈપણ મંજૂરી વિના ગ્રાહકોને હવે ખરીદો, પછીથી ચૂકવણી કરોની સુવિધા પૂરી પાડતા હતા. સેન્ટ્રલ બેંકે ગયા વર્ષે મોબાઈલ એપ્સ દ્વારા પર્સનલ લોન આપતી કંપનીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તે અંગે સામાન્ય લોકોને જાગૃત કરવા માટે પગલાં પણ લીધા હતા, પરંતુ આ કંપનીઓની ગતિવિધિઓ હજુ પણ ડિજિટલ બેંકિંગના નામે ચાલી રહી છે.

આરબીઆઈની પરવાનગી વિના લોન આપતી આ કંપનીઓની ગુનાહિત પ્રવૃત્તિઓના સમાચાર અવાર નવાર અખબારોમાં પ્રકાશિત થાય છે. તેમની બાજુથી ગ્રાહકોના ડેટાના ગેરકાયદે સંપાદન અને વિતરણને લગતી ઘણી ઘટનાઓ સતત સામે આવી રહી છે.

Next Article