ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ સૌની નજર આરબીઆઈના પગલા પર, આગામી મહીને યોજાવાની છે મહત્વની બેઠક

રિપોર્ટ અનુસાર એપ્રિલમાં યોજાનારી બેઠકમાં રિઝર્વ બેન્ક મોંઘવારીને બદલે વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વ્યાજ દરમાં કોઈ ફેરફારની શક્યતા ઓછી છે.

ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ સૌની નજર આરબીઆઈના પગલા પર, આગામી મહીને યોજાવાની છે મહત્વની બેઠક
Reserve Bank of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 7:30 PM

આવતા મહિને ભારતીય રિઝર્વ બેંકની (Reserve Bank of India) મહત્વપૂર્ણ નાણાકીય નીતિ સમિતિ (RBI MPC meeting) ની બેઠક યોજાશે. માર્ચમાં મળેલી બેઠકમાં યુએસ ફેડરલ રિઝર્વે (US Federal reserves) વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ પછી રિઝર્વ બેંક પર વ્યાજ દર વધારવાનું દબાણ પણ વધી ગયું છે. રિપોર્ટ અનુસાર એપ્રિલમાં યોજાનારી બેઠકમાં રિઝર્વ બેન્ક મોંઘવારીને બદલે વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વ્યાજ દરમાં કોઈ ફેરફારની શક્યતા ઓછી છે. ફેબ્રુઆરીમાં મળેલી રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં સતત 10મી વખત વ્યાજ દરમાં ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે.

સતત બીજા મહિને રિટેલ મોંઘવારી દર રિઝર્વ બેન્કની 6 ટકાની અપર લીમીટને વટાવી ગયો છે. ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી દર 6.07 ટકાએ પહોંચ્યો હતો, જે આઠ મહિનામાં સૌથી વધુ છે. જાન્યુઆરીમાં આ મોંઘવારી દર 6.01 ટકા હતો. ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 13.11 ટકા થયો હતો. ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 13.11 ટકા થયો હતો.

કાચા તેલમાં હાલ તેજી ચાલુ રહેશે

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલનું કહેવું છે કે રશિયા-યુક્રેન સંકટને કારણે કાચા તેલમાં વધારો હાલ ચાલુ રહેશે. આવી સ્થિતિમાં મોંઘવારીનું દબાણ પણ રહેશે. આ જ કારણ છે કે રિઝર્વ બેંક આ સ્થિતિમાં મોંઘવારી બદલે વૃદ્ધિ પર ધ્યાન આપવા માંગે છે. મતલબ કે વર્તમાન નાણાકીય વર્ષમાં સરેરાશ મોંઘવારીનો દર 5.2 ટકાથી 5.4 ટકાની રેન્જમાં હોઈ શકે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

2018 પછી પ્રથમ વખત વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે

તમને જણાવી દઈએ કે યુએસ ફેડરલ રિઝર્વે 2018 પછી પહેલીવાર વ્યાજ દરમાં વધારો કર્યો છે. 16 માર્ચે તેણે વ્યાજ દરમાં એક ક્વાર્ટર ટકાનો વધારો કર્યો હતો. ફેડરલ રિઝર્વ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં તે વ્યાજ દર 1.75 ટકાથી વધારીને 2 ટકા કરી શકે છે. યુએસમાં મોંઘવારી દર હાલમાં ચાર દાયકાના સર્વોચ્ચ સ્તરે છે. આ જ કારણ છે કે ફેડરલ રિઝર્વ પર વ્યાજ દર વધારવાનું દબાણ છે.

રિઝર્વ બેંક દ્વારા મોંઘવારીની આગાહી શું છે?

આગામી મહિને 6 થી 8 એપ્રિલની વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મહત્વની બેઠક મળવાની છે. ફેડરલ રિઝર્વના નિર્ણયની સીધી અસર આ પોલિસી બેઠક પર પડશે. છેલ્લા પાંચ મહિનાથી મોંઘવારી સતત વધી રહી છે. રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2021-22 માટે મોંઘવારી દર 5.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે, આ સાથે આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર એટલે કે એપ્રિલ-જૂન 2022 માટે તેને 4.9 ટકા રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  MONEY9: મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન કેટલા પ્રકારના હોય છે, સમજો આ વીડિયોમાં

g clip-path="url(#clip0_868_265)">