RBI Special MPC Meeting : આજે રિઝર્વ બેંકની વિશેષ બેઠક મળશે, રેપો રેટ વધારવા અંગે નિર્ણય લેવાઈ શકે છે

|

Nov 03, 2022 | 6:57 AM

કારણ કે કેન્દ્રીય બેંક માટે ફુગાવાને રોકવા માટે દરોમાં વધારો એ એકમાત્ર રસ્તો છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે વિશેષ MPC બેઠકમાં વધુ એક વધારો જોવા મળે. નિષ્ણાંતોનું એવું પણ માનવું છે કે આ બેઠકમાં રેપો રેટ પર મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.

RBI Special MPC Meeting : આજે રિઝર્વ બેંકની વિશેષ બેઠક મળશે, રેપો રેટ વધારવા અંગે નિર્ણય લેવાઈ શકે છે
Shaktikanta Das RBI Governor

Follow us on

વધતી મોંઘવારી અંગે રિઝર્વ બેંકની વિશેષ બેઠક યોજાવા જઈ રહી છે. આજે ગુરુવારે યોજાનારી આ બેઠકમાં મોંઘવારી મહત્વનો મુદ્દો રહેશે કારણ કે તે સતત આરબીઆઈના નિયંત્રણની બહાર રહે છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે એક ઈવેન્ટમાં જણાવ્યું હતું કે ફુગાવો કયા સંજોગોમાં લક્ષ્યાંક કરતાં વધી ગયો તેની વિશેષ એમપીસી બેઠકમાં સમજૂતી તૈયાર કરવામાં આવશે જે સુધારાત્મક પગલાંની પણ વિગત આપશે. અગાઉ 2016માં પણ એમપીસીની વિશેષ બેઠક યોજાઈ હતી. ઈવેન્ટમાં ગવર્નરે કહ્યું કે આરબીઆઈ મોંઘવારી પર એ રીતે નજર રાખી રહી છે જે રીતે મહાભારતમાં અર્જુને ચાલતી માછલીની આંખમાં તીર મારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. શક્તિકાંત દાસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મોંઘવારી ઝડપથી વધી રહી છે. તેમજ કેન્દ્ર સરકારે આ અંગે આરબીઆઈ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. આજે 3 નવેમ્બરની મીટીંગના દરો નક્કી કરનાર સભ્યોને પણ સામેલ કરવામાં આવશે.

ફુગાવો આરબીઆઈના નિયંત્રણની બહાર

સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવાના આંકડા 7.4 ટકા રહ્યા હતા, જે છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધુ છે. ઉપરાંત, સતત 9મી વખત ફુગાવાનો દર RBIની નિર્ધારિત મર્યાદાની બહાર હતો. તેનું મુખ્ય કારણ ખાદ્ય મોંઘવારી દરમાં તીવ્ર ઉછાળો હતો.સપ્ટેમ્બરમાં ખાદ્ય ફુગાવો 22 મહિનાની ટોચે પહોંચ્યો હતો.

રેપો રેટમાં વધારો સંભવ

કારણ કે કેન્દ્રીય બેંક માટે ફુગાવાને રોકવા માટે દરોમાં વધારો એ એકમાત્ર રસ્તો છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે વિશેષ MPC બેઠકમાં વધુ એક વધારો જોવા મળે. નિષ્ણાંતોનું એવું પણ માનવું છે કે આ બેઠકમાં રેપો રેટ પર મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. આમાં મોંઘવારી પર અંકુશ મેળવવા માટે આરબીઆઈના દરમાં વધુ એક વધારો થઈ શકે છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

RBIએ શા માટે ખાસ બેઠક બોલાવવી પડી?

આબીઆઈ એક્ટની કલમો હેઠળ એવી જોગવાઈ છે કે સળંગ ત્રણ ક્વાર્ટર સુધી સરકાર દ્વારા નિર્ધારિત મર્યાદામાં ફુગાવાને રાખવામાં નિષ્ફળતાના કિસ્સામાં કેન્દ્રીય બેંકે સરકારને તેની જાણ કરવી પડશે. સરકારે દેશની કેન્દ્રીય બેંક આરબીઆઈને ફુગાવાને ચાર ટકા (બે ટકા વધુ કે ઓછા) સુધી મર્યાદિત કરવાનો લક્ષ્યાંક આપ્યો છે પરંતુ તમામ પ્રયાસો છતાં આરબીઆઈ ફુગાવાનો દર છ ટકાની અંદર રાખવામાં નિષ્ફળ રહી છે.

આ વર્ષે જાન્યુઆરીથી દેશમાં ફુગાવાનો દર સતત છ ટકાથી ઉપર રહ્યો છે. છેલ્લા રિટેલ ફુગાવાના ડેટામાં સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો 7.41 ટકા હતો. આમ આરબીઆઈ સતત ત્રણ ક્વાર્ટરથી તેના ફુગાવાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે. તેથી, કાયદાકીય જોગવાઈઓ અનુસાર, તેણે આ અંગે સરકારને જાણ કરવી પડશે.

અહેવાલ જાહેર કરવામાં આવશે નહીં

MPCની છેલ્લી નાણાકીય સમીક્ષા બેઠક પછી RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે RBI ફુગાવાના લક્ષ્યને ચૂકી જાય તો સરકારને સબમિટ કરવામાં આવેલી માહિતીને વિશિષ્ટ ગણવામાં આવશે અને તેને જાહેર કરવામાં આવશે નહીં.

Published On - 6:50 am, Thu, 3 November 22

Next Article