રિઝર્વ બેંક આજે તેની જૂન મહિનાની પોલિસી સમીક્ષા(MPC)ના પરિણામો જાહેર કરશે. જો નિષ્ણાંતોનું માનીએ તો આજે ફરી એકવાર લોકોને તેમના EMIમાં વધારાનો આંચકો સહન કરવો પડે તેવી પૂરી સંભાવના છે. વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) પહેલાથી જ સંકેત આપી ચૂક્યું છે કે તે મોંઘવારીને નિયંત્રિત કરવા પર પોતાના પ્રયત્નો જાળવી રાખશે. જેનો અર્થ છે કે તેઓ સિસ્ટમમાંથી વધારાની રોકડ મેળવવાના પગલાં સાથે આગળ વધશે. આ પરાયા પૈકી એક દરમાં વધારો કરવાનો છે. જોકે, આજે દરમાં કેટલો વધારો કરી શકાય તે અંગે નિષ્ણાતો એકમત નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં થયેલા ઘટાડાથી મોંઘવારી પર થોડી અસર થવાની ધારણા છે. તે જ સમયે ઉદ્યોગ પણ વૃદ્ધિ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે દરમાં વધારો અગાઉના વધારા કરતાં વધુ નહીં હોય. અગાઉ મે મહિનામાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.4 ટકાનો અણધાર્યો વધારો કર્યો હતો. આ નિર્ણય બે પોલિસી સમીક્ષાઓ વચ્ચે લેવામાં આવ્યો હતો.
Watch out for the Monetary Policy statement of the RBI Governor @DasShaktikanta at 10:00 am on June 08, 2022
YouTube: https://t.co/8yrf3xazA5Post policy press conference telecast at 12:00 noon on the same day
YouTube: https://t.co/bG01WNycHy#rbipolicy #rbigovernor pic.twitter.com/USGCiFiEAP— ReserveBankOfIndia (@RBI) June 7, 2022
રિઝર્વ બેંકના ગવર્નરે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રેપો રેટમાં થોડો વધારો થશે પરંતુ તે કેટલો થશે તે હું કહી શકીશ નહીં. બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે MPC બેઠક પર જણાવ્યું હતું કે વૃદ્ધિ અને મોંઘવારી અંગે કેન્દ્રીય બેંકના મંતવ્યોના સંદર્ભમાં આ સમીક્ષા મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે રેપો રેટમાં વધારો થશે પરંતુ તે 0.25-0.35 ટકાથી વધુ નહીં હોય કારણ કે મે મહિનામાં યોજાયેલી મીટિંગની ટિપ્પણીમાં સૂચવવામાં આવ્યું હતું કે MPC રેપો રેટમાં મોટા વધારાની તરફેણમાં નથી.
બીજી તરફ BofA સિક્યોરિટીઝે એક અહેવાલમાં જણાવ્યું હતું કે તે RBI જૂનમાં રેપો રેટમાં 0.40 ટકા અને ઓગસ્ટમાં 0.35 ટકાનો વધારો કરે તેવી અપેક્ષા રાખે છે. બીજી તરફ હાઉસિંગ.કોમ , પ્રોપટાઇગર.કોમ અને મકાન.કોમના ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ધ્રુવ અગ્રવાલે જણાવ્યું હતું કે મોંઘવારીને કાબૂમાં લેવા માટે રિઝર્વ બેન્ક ફરી એકવાર રેપો રેટમાં વધારો કરે તેવી શક્યતા છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે દરમાં વધારો ધીમે ધીમે થવો જોઈએ કારણ કે તે રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસને અસર કરી શકે છે.
નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે દરોમાં વર્ષ દરમિયાન ધીમે ધીમે વધારો જોવા મળી શકે છે. એસબીઆઈના અર્થશાસ્ત્રીઓ માને છે કે મોંઘવારીને નિયંત્રણમાં લાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઓગસ્ટ સુધીમાં પોલિસી રેપો રેટમાં 0.75 ટકાનો વધારો કરી શકે છે. આ રીતે રોગચાળા પહેલાના 5.15 ટકાના સ્તરે પહોંચી જશે. એટલે કે, અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે જૂનની સમીક્ષામાં દરમાં વધારો થવાની શક્યતા છે. એક્સિસ બેંકે એક અંદાજ આપ્યો છે કે આ નાણાકીય વર્ષના અંત સુધીમાં રેપો રેટ વધીને 5.75 ટકા થઈ શકે છે. એક્સિસ બેન્કે દરમાં વધારો ધીમો થવાની શક્યતા વ્યક્ત કરી છે.