પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ…દરરોજ 333 રૂપિયા જમા કરીને મેળવો 17 લાખ રૂપિયા
પોસ્ટ ઓફિસની તમામ બચત યોજનાઓ જોખમ મુક્ત છે. પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી બચત યોજનાઓ લોકોમાં ખૂબ જ ફેમસ બની રહી છે. એક એવી સ્કીમ છે, જેમાં દરરોજ માત્ર 333 રૂપિયા જમા કરીને તમે 17 લાખ રૂપિયાથી વધુનું ફંડ જમા કરાવી શકો છો.
દરેક વ્યક્તિ પોતાની કમાણીનો અમુક હિસ્સો બચાવે છે અને તેને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે, જ્યાં તેમના પૈસા સુરક્ષિત રહે. આ કિસ્સામાં પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી બચત યોજનાઓ લોકોમાં ખૂબ જ ફેમસ બની રહી છે. એક એવી સ્કીમ છે, જેમાં દરરોજ માત્ર 333 રૂપિયા જમા કરીને તમે 17 લાખ રૂપિયાથી વધુનું ફંડ જમા કરાવી શકો છો.
જોખમ મુક્ત રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ
પોસ્ટ ઓફિસની તમામ બચત યોજનાઓ જોખમ મુક્ત છે અને R D ઈન્વેસ્ટમેન્ટ રોકાણમાં પણ કોઈ જોખમ નથી. આમાં સરકાર પોતે રોકાણ પર સુરક્ષાની ખાતરી આપે છે. પરંતુ ફાયદાવાળી આ સ્મોલ સેવિંગ્સ RD સ્કીમમાં તમારે દર મહિને યોગ્ય સમયે રોકાણ કરવાનું યાદ રાખવું પડશે. કારણ કે જો તમે કોઈપણ મહિનામાં હપ્તો ભરવાનું ભૂલી જાઓ છો, તો તમારે દર મહિને 1% દંડ ચૂકવવો પડશે અને જો તમે સળંગ 4 હપ્તા ભરતા નથી, તો આ ખાતું આપમેળે બંધ થઈ જશે. આ યોજનાની પાકતી મુદત 5 વર્ષ છે.
માત્ર 100 રૂપિયામાં ખોલાવો ખાતું
તમે દર મહિને 100 રૂપિયાનું રોકાણ કરીને આ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ એટલે કે RDમાં તમારું ખાતું ખોલી શકો છો, જે પોસ્ટ ઓફિસની શ્રેષ્ઠ નાની બચત યોજનાઓમાં સામેલ છે. આમાં સિંગલ અથવા જોઈન્ટ એકાઉન્ટ ખોલવાની સુવિધા પણ આપવામાં આવી છે. જો વ્યાજની વાત કરીએ તો હાલમાં આ સ્કીમ પર 6.8 ટકાનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવી રહ્યું છે. એટલે કે, રોકાણકારોના પૈસા સુરક્ષિત હોવાની સાથે રોકાણકારોને આ સરકારી યોજનામાં આકર્ષક વ્યાજ દરો પણ મળી રહ્યા છે.
દરરોજ 333 રૂપિયા જમા કરીને આ રીતે મેળવો 17 લાખ રૂપિયા
પોસ્ટ ઓફિસની આ ફેમસ સ્કીમમાં રોકાણ દ્વારા રૂ. 17 લાખથી વધુનું ભંડોળ એકત્ર કરવાની વાત કરીએ તો તેની ગણતરી ખૂબ જ સરળ છે. જો તમે આ સ્કીમમાં દરરોજ 333 રૂપિયાનું રોકાણ કરો છો, તો આ રકમ દર મહિને અંદાજે 10,000 રૂપિયા થઈ જાય છે. એટલે કે તમે દર વર્ષે 1.20 લાખ રૂપિયાની બચત કરશો. પાંચ વર્ષની પાકતી મુદતમાં તમે રૂ. 5,99,400 જમા કરશો, હવે જો આપણે 6.8 ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ જોઈએ તો તે રૂ. 1,15,427 થશે, એટલે કે તમારી કુલ રકમ રૂ. 7,14,827 પર થશે.
હવે, જો પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટમાં પાકતી મુદત પૂરી થયા પછી તમે તમારા રોકાણને 5 વર્ષ સુધી લંબાવશો એટલે કે, તમે આ પિગી બેંકનો લાભ 10 વર્ષ સુધી મેળવી શકો છો. હવે તમારા દ્વારા 10 વર્ષમાં જમા કરવામાં આવેલી રકમ 12,00,000 રૂપિયા હશે અને તેના પર મળતું વ્યાજ 5,08,546 રૂપિયા થશે. હવે વ્યાજ ઉમેર્યા પછી 10 વર્ષ પછી તમને કુલ 17,08,546 રૂપિયા મળશે.