Petrol Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલની નિકાસ પરના ટેક્સમાં ઘટાડો કર્યા બાદ આજે ઇંધણના ભાવની શું છે સ્થિતિ? જાણો લેટેસ્ટ રેટ

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રા

Petrol Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલની નિકાસ પરના ટેક્સમાં ઘટાડો કર્યા બાદ આજે ઇંધણના ભાવની શું છે સ્થિતિ? જાણો લેટેસ્ટ રેટ
Petrol Pump File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 7:32 AM

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ(Crude Oil)ની વધતી કિંમતો વચ્ચે સરકારે બુધવારે પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર વધારાના ટેક્સમાં ઘટાડો કર્યો છે. આ પછી સ્થાનિક બજારમાં પણ તેલની કિંમતમાં ઘટાડો થવાની અટકળો લગાવવામાં આવી રહી હતી. ક્રૂડના ભાવમાં વધારો થવા છતાં સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ(Petrol Diesel Price Today) માં કોઈ ફેરફાર કર્યો નથી અને આજે ગુરુવારે જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના દર સ્થિર છે. દેશમાં જુના ભાવે જ ઇંધણ મળી રહ્યું છે. કંપનીઓએ એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. આજે સવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 106.6 ડોલર હતી જ્યારે WTI બેરલ દીઠ 102.3 ડોલર પર વેચાઈ રહ્યું હતું.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">